Home /News /jamnagar /

Jamnagar: કલેકટર કચેરીમાં આ જગ્યા માટે બહાર પડી ભરતી, જાણો શરતો અને કેવી રીતે કરવી અરજી

Jamnagar: કલેકટર કચેરીમાં આ જગ્યા માટે બહાર પડી ભરતી, જાણો શરતો અને કેવી રીતે કરવી અરજી

પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં સરકારી કચેરીઓ આવેલી છે જેમાં અવાર નવાર મેન પાવરની ઘટ રહેતી હોય છે. ઘણીવાર કેટલીક જગ્યાઓ માટે હંગામી ધોરણે કરાર આધારિત સીધી ભરતી કરવામાં આવતી હોય છે.

    Sanjay Vaghela, Jamnagar: ગુજરાત (Gujarat) માં દરેક જિલ્લાઓમાં સરકારી કચેરીઓ (Government office) આવેલી છે જેમાં અવાર નવાર મેન પાવરની ઘટ રહેતી હોયછે. ઘણીવાર કેટલીક જગ્યાઓ માટે હંગામી ધોરણે કરાર આધારિત સીધી ભરતી (Recruitment) કરવામાં આવતી હોયછે. આવી જ એક ભરતી જામનગર (Jamnagar) માં કલેક્ટર કચેરીમાં https://jamnagar.nic.in/collectorate/ બહાર પડી છે. જેમાં કલેકટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ છે. અરજદારો નિયત નમુનાનું અરજી ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે તારીખ 31 મે સુધીમાં કલેકટર કચેરી ખાતે રજૂ કરવાનું રહેશે. આ જગ્યા માટે કેવી રીતે અરજી કરવી, શું લાયકાત અને અનુભવ જરૂરિયાત છે તે આવો વિગતે જાણીએ.

    જામનગર જિલ્લાની કલેકટર કચેરી સામે ચાલતા તમામ કોર્ટ કેસોમાં સરકાર પક્ષે સબળ રજુઆત થઇ શકે તેમજ અસરકારક બચાવ થઈ શકે તે માટે કલેક્ટર કચેરી, જામનગર માટે કરાર આધારીત કાયદા અધિકારીની એક જગ્યા સરકારના મહેસુલ વિભાગ દ્વારા મંજુર થયેલ છે. સદરહુ જગ્યા ઉપર નિમણૂંક આપવા માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરવા સારૂ પરિશિષ્ટ-3 મુજબની લાયકાત ધરાવતા વકીલશ્રીઓ કે જેઓની વકીલ તરીકેની પ્રેકટીસ 5 (પાંચ) વર્ષથી વધુ હોય તેમજ ઉંમર 50 વર્ષથી વધુ ન હોય તેવા વકીલઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

    કેવી રીતે કરવી અરજી ?

    ઉમેદવારોએ તેમની અરજીઓ નિયત નમુનામાં પોતાના લેટરપેડ પર અથવા કોરા કાગળ ઉપર ભરી જન્મ તારીખ, શેક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તથા નિયત નમુનાના ડેકલેરેશન ફોર્મ તથા બાંહેધરી સાથે તારીખ 31/05/2022 18:10 કલાક સુધીમાં કલેકટર કચેરીને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.નિમણુંક મેળવનાર ઉમેદવારને સેવાની અન્ય બોલીઓ અને શરતો પરિશિષ્ટ-1 મુજબ લાગુ પડશે. તેમજ તેમણે બજાવાની રહેતી સામાન્ય ફરજો અને જવાબદારીઓની વિગતો પરિશિષ્ટ-2 મુજબ રહેશે. આ અંગે સરકારના વખતો-વખતના હુકમોનું પાલન કરવાનું રહેશે.

    આ પણ વાંચો: Job in Jamnagar: ટોચની કાર કંપનીમાં જોઈએ છે લાયકાત ધરાવતા કર્મચારી, વાંચો સંપૂર્ણ વિગત

    અરજીનો નમૂનો ક્યાંથી મેળવવો ?

    અરજીનો નમુનો તથા પરિશિષ્ટ-1 થી 3, તથા નિયત નમુના ડેકલેરશન અને બાહેધરી જિલ્લા સેવા સદન, શરૂ સેકશન રોડ, કલેકટર કચેરીની મેજિસ્ટ્રેરીયલ શાખા (રૂમ નં.110 પહેલો માળ) માંથી કચેરી સમય દરમિયાન મળી શકશે. અધુરી વિગતની કે સંદિગ્ધ અરજીઓ તેમજ મુદત વિત્યા બાદ મળેલ અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં. ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે તો તેમણે પોતાના ખર્ચ આવવાનું રહેશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    આગામી સમાચાર