Home /News /jamnagar /Jamnagar: શું તમેં જાણો છો, 5 હજાર કિ.મી. લાંબુ આંતર કાપી પક્ષીઓ જામનગર કેમ આવે છે?

Jamnagar: શું તમેં જાણો છો, 5 હજાર કિ.મી. લાંબુ આંતર કાપી પક્ષીઓ જામનગર કેમ આવે છે?

45 હજાર કિમી લાં..બુ... આંતર કાપી પક્ષીઓ આવે છે જામનગરના આ સ્થળે

ખીજડીયા પક્ષી અભયારણ્યને તાજેતરમાં રામસરસાઈટ‌ તરીકેનો દરજ્જો મળ્યો છે. રામસરસાઈટના માપદંડ મુજબ પક્ષીઓનાસંવર્ધન અને સંરક્ષણમાં ખીજડીયા પક્ષી અભયારણ્ય ખરૂં ઉતર્યું છે.

  Kishor Chudasma, Jamnagar: જામનગર નજીક આવેલા ખીજડીયા પક્ષી અભ્યારણને પક્ષીઓનું સ્વર્ગ માનવામાં આવે છે જે વિશ્વભરમાં ખ્યાતનામ છે. વધુમાં સમગ્ર વિશ્ર્વમાં પક્ષી પ્રેમીઓ તેમજ વાઇલ્ડ લાઇફ તસ્વીરકારો માટે પસંદગીનું સ્થળ રહ્યું છે. ત્યારે હાલ શિયાળાની સિઝનહોવાથી ઠંડીમાં પાકિસ્તાન , ચાઇના સહિત અનેક વિદેશી પક્ષીઓ આશરે 12 હજારથી 45 હજાર કિલોમીટરનું અંતર કાપીતેમના મુળ વતનથી ભારતના અલગ-અલગ પક્ષી અભ્યારણમાં આવી રહ્યા છે. જેમાં ખીજડીયા અભ્યારણ્યમાં પણ જાત જાતનાપક્ષીઓ મહેમાન બન્યા હોવાથી અભ્યારણ્યની શોભાને ચાર ચાંદ લાગ્યા છે.

  જામનગર જિલ્લામાં જોવા મળે છે 312 જાતનાં પક્ષીઓ

  ખીજડિયા પક્ષી અભયારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસીયાએ જણાવ્યું કે દરિયાઇ કિનારે જામનગરથી માત્ર 12 કિ.મી.ના અંતરે આવેલા ખીજડીયા પક્ષી અભ્યારણમાં ખારા પાણી અને મીઠા પાણીનાપાળાઓથી ભરેલો રહે છે.વિશ્વમાં આશરે ૮૬૦૦ જાતનાં પક્ષીઓ હોવાનો અંદાજ છે. જેમાં ભારતીય ઉપખંડમાં આશરે ૧૨૩૦જાતના પક્ષીઓ અને તે પૈકી આશરે ૪૫૩ જાતના પક્ષીઓ ગુજરાતમાં જોવા મળે છે. જેમાં જામનગર જિલ્લામાં 312 જાતનાંપક્ષીઓ જોવા મળે છે. ખીજડીયા ખાતેના આ અભયારણ્યમાં સપ્ટેમ્બરથી એપ્રિલ દરમિયાન બહારથી આવતા પ્રવાસીપક્ષીઓની આશરે 170 જાતના પક્ષીઓ શિયાળો ગાળવા આવતા હોય છે જેમાં જમીન પર, ઝાડ પર અને પાણીમાં તરતાપક્ષીઓનો સમાવેશ થાય છે.  મહેમાન પક્ષીઓના પ્રકાર

  આ અભયારણ્યમાં શિયાળો ગાળવા કાળી પુંછ ગડેરો, નકટો, કુંજ, નાની મુરઘાબી, ચેતવા, ચંચળ, પાન પટ્ટાઇ, સીંગપર, ટીલીયો, પીયાસણ, પટાઇ, કરકરા, દરિયાઇ કિચડીયો સહિતનાં પક્ષીઓ મહેમાન બની રહ્યા છે. જ્યારે અભયારણ્યમાં સ્થાનિકપ્રદેશનાં કાળી કાંકણસાર, ગજપાંઉ, કપાસી, ભગવી સમળી, ઢૉર બગલો, પતરંગો, લીલા પગ તુતવારી, તેતર, શાહી ઝુંપસ, કાંણી બગલી, દેવચકલી, નાની વા બગલી, નીલ જલ મુરઘો સહિતનાં પક્ષીઓનો સમાવેશ થાય છે.  અભયારણ્યમાં જોવા મળતી 312  જેટલી પ્રજાતિ

  ખીજડીયામાં છેલ્લા પાંચ વર્ષમાં વિદેશથી આવતા પક્ષીઓની‌ પ્રજાતી અને તેમની સંખ્યામાં‌ ખૂબ ઉછાળો આવ્યો છે. ખીજડીયાપક્ષી અભયારણ્યમા‌ હાલ ૩૧૨ જેટલી પ્રજાતિ જોવા મળેલ છે. જેમાં ૧૮૯ જેટલા યાયાવર પક્ષીઓ અને ૨૦૦૧ ના બડૅઈન્ટરનેશનલ રેડ ડેટા લિસ્ટમાં આવતી‌ ૨૯ જેટલી‌‌ પ્રજાતી પોતાના રહેણાંક (માળા)માટે ખીજડીયા પક્ષી અભયારણ્યની જગ્યાનેપંસદ કરી પોતાના બચ્ચાઓને જન્મ આપે છે.  ખીજડીયા પક્ષી અભયારણ્ય વિશે આટલુ જાણો!

  ખીજડીયા પક્ષી અભયારણ્ય ૧૯૮૧ મા‌ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષો પૂર્વે જામનગરના પક્ષી પ્રેમી રાજવીજામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા ખીજડીયા નજીક આવેલા વિસ્તારને અભ્યારણ ઘોષીત કરી આ વિસ્તારને સલામતી પુરીપાડવાના પ્રયત્ન હાથ ધરાયા હતા અને આ વિસ્તારને પક્ષી અભ્યારણ તરીકે જાહેર કરી અભ્યારણમાં શિકાર ઉપર પ્રતિબંધલાદવામાં આવ્યો હતો. આ ઉપરાંત જામસાહેબ દ્વારા અભ્યારણમાં પાણીની વચ્ચે પક્ષીઓ સુરક્ષીત રહી શકે તે માટે પાળાઓપણ બાંધવામાં આવ્યા હતા.  શુ છે રામસરસાઈટ‌

  ખીજડીયા પક્ષી અભયારણ્યને તાજેતરમાં રામસરસાઈટ‌ તરીકેનો દરજ્જો મળ્યો છે. રામસરસાઈટના માપદંડ મુજબ પક્ષીઓનાસંવર્ધન અને સંરક્ષણમાં ખીજડીયા પક્ષી અભયારણ્ય ખરૂં ઉતર્યું છે.દુર્લભ પક્ષીઓના માળા અને પક્ષીઓની‌ સંખ્યામાં છેલ્લાપાંચ વર્ષની થયેલ વધારાની માહીતી અને સર્વેના આધારે જ ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસરસાઈટ તરીકેનો દરજ્જોઆપવામાં આવ્યો છે.

  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Bird, Local 18, જામનગર

  विज्ञापन
  विज्ञापन