Home /News /jamnagar /Jamnagar: શું છે પિતૃ કાર્યનું મહત્વ, કેવી હોય છે તેમાં વિધિ, જુઓ Video

Jamnagar: શું છે પિતૃ કાર્યનું મહત્વ, કેવી હોય છે તેમાં વિધિ, જુઓ Video

પિતૃ

પિતૃ કાર્યની વિધિ

એક બાળક તરીકે પિતૃઓને પ્રસન્ન કરવાની વિધિને પિતૃ કાર્ય એટલે કે શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં પિતૃ કાર્ય કરવી એ નૈતિક ફરજ હોવાનું દર્શાવવામાં આવ્યું છે

    Sanjay Vaghela, Jamnagar: શાસ્તરોક્ત પ્રમાણે પિતૃકાર્યનું ખુબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે થતા કાર્યને પિતૃ કાર્ય કહેવામાં આવે છે. આ માટે બ્રાહ્મણો દ્વારા એક ખાસ વિધિ કરવામાં આવતીકાલે હોઈ છે. પિતૃ કરવા માટેનો પણ એક ખાસ સમય કે મહિનો હોઈ છે એ મહિનામાં કરવામાં આવતું પિતૃ કાર્ય સફળ થાય છે.છોટાકાશી તરીકે જાણીતા જામનગરમાં ભાદરવા મહિનામાં પિતૃ કાર્ય કરવા માટે મોટી સંખ્યામાં લોકો શિવાલયોમાં આવતા હોઈ છે. પિતૃ કાર્ય કેવી રીતે કરવું, પિતૃ કાર્ય કરવાની વિધિ શું છે, વગેરે તમામ માહિતી જાણીતા જ્યોતિષાચાર્ય જીગર પડ્યાએ ન્યુઝ18 લોકલને જણાવી હતી.

    પિતૃ કાર્યનું મહત્વ શું છે?

    એક બાળક તરીકેપિતૃઓને પ્રસન્ન કરવાની વિધિને પિતૃ કાર્ય એટલે કે શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં પિતૃ કાર્ય કરવી એ નૈતિક ફરજ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. માત્ર સ્વાર્થ ખાતર નહીં પરંતુ પિતૃઓના આશીર્વાદ મેળવવાં માટે પિતૃ કાર્ય કરવું જોઈએ. પિતૃના આશીર્વાદ થકી જ વંશવેલો અને પદોન્નતિ થાય છે. શાસ્ત્રોમાં અનેક પિતૃ મહિનાનો ઉલ્લેખ છે.જેમ કે ચૈત્ર, ભાદ્રવદ એટલે કે ભાદરવો, કારતક અને માગશર મહિનો છે. હાલ ભાદરવો મહિનો ચાલી રહ્યો છે. આગામી 10 તારીખથી શ્રાદ્ધ પક્ષ ચાલુ થશે. આથી આ સમય દરમિયાન પિતૃ પાછળ પિંડદાન કરવું, શ્રાદ્ધ કરવું, પિતૃ તર્પણ કરવું અને બ્રાહ્મણો દ્વારા વિષ્ણુ ભગવાનની ચતુર્થ આવૃત્તિની પુજા કરવાથી પિતૃ તૃપ્ત થાય છે અને ઘરમાં શુખ શાંતિનો વાસ થાય છે.

    આ પણ વાંચો:  વારંવાર ખાવાનું મન થાય એવા 'મારાજના' ઘૂઘરા, જુઓ Video

    કેવી રીતે કરવી પિતૃ કાર્યની વિધિ?

    શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે કોઈપણ પિતૃ જેઓનું અપમૃત્યુ થયું હોઈ તેમની પાછળ પ્રેતબલી કર્મ કરવું જોઈએ. પ્રેતબલી કર્મ કર્યા બાદ નારણબલી શ્રાદ્ધનો મહિમા દર્શાવામાં આવ્યો છે. જે ભગવાન નારાયણને ઉદ્દેશીને છે. ભગવાન વિષ્ણુની પુજા કરવાથી અને પિતૃ પાછળ પિંડદાન કરવાથી પિતૃ તૃપ્ત થાય છે. આ સિવાય બીજી એક વિધિ પાંચ દિવસની પંચબળી કર્મ છે. તેમાં સર્પ બલી, ભૂતબલી, પ્રેતબલી, નારણબલી, અને છેલ્લે નીલ પરણાવવાની વિધિ છે. પિતૃ કાર્યમાં પિંડદાનનું ખાસ મહત્વ રહેલું છે. ખાસ કરીને ભાદરવા મહિનાની અમાસ જે સર્વ પિતૃ અમાસ તરીકે જાણીતી છે. કારણ કે જેઓને પોતાના પિતૃના નામ ખ્યાલ ન હોયતો પણ આ મહિનામાં પિતૃતર્પણ કરવામાં આવે તો પિતૃના આશીર્વાદ મળી રહે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Jamnagar News, Jamnagar Samachar, જામનગર સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन