સરકાર દ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે સ્થાનિક લેવલે પ્રયાસ શરુ થયા છે. જેમાં ખુબ જ જરૂરી એવી ચાર યોજનાઓ માટે હાલ એક ખાસ પ્રયાસ હાથ ધરવામાં આવી છે.
Sanjay Vaghela, Jamnagar: સરકારદ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ યોજનાઓ (Government scheme) નો લાભ લેવા માટે સ્થાનિક લેવલે પ્રયાસ શરુ થયા છે. જેમાંખુબ જ જરૂરી એવી ચાર યોજનાઓ માટે હાલ એક ખાસ પ્રયાસ હાથ ધરવામાં આવી છે. એટલે કે સસ્તા અનાજની દુકાનો (Fair price shopes) પરથી આ યોજનાઓનો લાભ લઇ શકશો. રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના સહિતની જુદી-જુદી ચાર યોજનાઓનો લાભ લેવા વહીવટી તંત્રનો અનુરોધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને જામનગરમાં આવેલી તમામ સસ્તા અનાજની દુકાન ઉપર સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યાં સુધી વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભ મળશે. એટલું જ નહીં આ ખાસ યોજનાઓ વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે 4 જુન સુધી ચાલુ રહે છે. આ અંગેની વધુ વિગત નીચે આપેલી છે.
વૃદ્ધો અને વિધવાઓને સહાય આપવાનો સરકારનો પ્લાન
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ઉપરાંત ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ આર્થિક સહાય, તેમજ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાના લાભાર્થીઓને સરકારતરફથી સહાય મળતી રહે તે માટેની ઉત્કર્ષ પહેલના અનુસંધાને જામનગર શહેરના તમામ ગંગા સ્વરૂપા બહેનો, વૃધ્ધો અને નિરાધાર વૃધ્ધો ને સહાય આપવા માટેની સરકાર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જામનગર શહેરમાં જે તે વિસ્તારમાં આવેલી તમામ સસ્તા અનાજની દુકાનોમાં તારીખ 25/05/2022 થી તારીખ 04/06/2022સુધી સાંજે 6 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીવિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભ મળશે. જેથી તમામ લાભાર્થીઓએ ઉપરોક્ત આ સમયગાળા દરમિયાન અચૂક લાભ લેવા જામનગર જિલ્લાના જિલ્લા કલેકટર સૌરભ પારધી, અધિક કલેકટર મિતેષ પંડ્યા, તેમજ પ્રાંત અધિકારી આસ્થા ડાંગર દ્વારા અનુરોધ કરાયો છે.
સરકાર દ્વારા ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ લાભાર્થીઓને માસિક રૂપિયા 12,250ની સહાય આપવામાં આવી રહી છે, જ્યારે ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના હેઠળ માસિક રૂપિયા 1000ની સહાય અપાઈ રહી છે. સાથોસાથ નિરાધાર વૃદ્ધ આર્થિક સહાય હેઠળ પણ માસિક રૂપિયા 1000ની સહાય, જ્યારે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ લાભાર્થીઓને એક વખત રૂપિયા 20000ની સહાય આપવામાં આવી રહી છે.જે કોઈ લાભાર્થી વંચિત રહી ગયા હોય તેમણે નજીકની સસ્તા અનાજની દુકાને જરૂરી આધાર પુરાવાઓ સાથે લાભ લેવા માટે વહીવટીતંત્ર દ્વારા અપીલ કરાઇ છે.