યુનિફોર્મ, સ્ટેશનરીની ખરીદીમાં ભીડ અને ભાવ વધારો જોવા મળી રહ્યો છે. સ્થિતિ તો એવી સર્જાઈ ગઈ છે કે યુનિફોર્મની દુકાનો (School Uniform shop) માં એકથી બે કલાક સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે.
સંજય વાઘેલા, જામનગર: ઉનાળાના લાંબા વેકેશન (Summer Vacation)બાદ સ્કૂલ કોલેજો ખુલી ગઈ છે. નવા સત્ર અને નવા ધોરણમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થી (Students) ઓ ખુબ જ ઉત્સાહિત છે, જો કે વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ એટલો જ ઉત્સાહ છે, પરંતુ વાલીઓ(Parents) માંએટલી જ ચિંતા અને મુશ્કેલીઓ વધી હોવાનું જણાઈ રહ્યું છે.
આ પાછળનું કારણ પોતાના બાળકોની સ્કૂલ માટેની ખરીદી, જેવી કે યુનિફોર્મ, સ્ટેશનરીની ખરીદીમાં ભીડ અને ભાવ વધારો જોવા મળી રહ્યો છે. સ્થિતિ તો એવી સર્જાઈ ગઈ છે કે યુનિફોર્મની દુકાનો (SchoolUniform shop) માં એકથી બે કલાક સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે ત્યારે છેક વારો આવે છે. જો કે બાળકો માટે યુનિફોર્મ લેવા તો પડશે જ!
જામનગર (Jamnagar) માં બ્યુટી કોર્નર નામની 50 વર્ષ જૂની યુનિફોર્મની દુકાન આવેલી છે. તેના માલિક જસ્મીનભાઈનું કહેવું છે કે કોરોના બાદ બે વર્ષ બાદ સ્કૂલ કોલેજ ખુલી રહી છે. બે વર્ષ સુધી મંદિ રહ્યા બાદ હવે યુનિફોર્મ બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. બીજી બાજુ વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલ શરુ થવાને એક બે દિવસ પહેલા જ યુનિફોર્મની ખરીદી કરવાની ખોટી ઉતાવળ કરી રહ્યા છે, અમારી દુકાન આખું વર્ષ ખુલી હોયછે અને જામનગરની દરેક સ્કૂલ કોલેજના યુનિફોર્મ અમારે ત્યાં ઉપલબ્ધ હોયછે.તેમ છતાં વાલીઓ એક કે બે બે કલાક લાઈનમાં ઉભા રહીને પણ હાલ યુનિફોર્મની ખરીદી કરી રહ્યા છે.
વધુમાં વેપારી જસ્મીનભાઈએ જણાવ્યું કે આ વર્ષે મોંઘવારી પ્રમાણે યુનિફોર્મમાં 15થી 20 ટકા જેટલો વધારો પણ છે. તો યુનિફોર્મ ખરીદવા આવેલા વાલીઓનું કહેવું છે કે મોંઘવારી પ્રમાણે બાળકોને ભણાવવાનો ખર્ચ હવે દિવસેને દિવસે વધી રહ્યો છે. હાલ યુનિફોર્મની ખરીદીમાં પણ ભાવ વધારો હોવા છતાં એક કે બે કલાક સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે.