Home /News /jamnagar /Rainfall in Dwarka: દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં ધોધમાર વરસાદ, જાસપર ગામ બેટમાં ફેરવાયું

Rainfall in Dwarka: દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં ધોધમાર વરસાદ, જાસપર ગામ બેટમાં ફેરવાયું

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદનો માહોલ રહેશે.

દેવભૂમિ દ્વારકા (Dwarka Rainfall)ના ભાણવડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અહીં જાસપર ગામમાં 2 ઈચ વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે તો જનજીવન પણ ખોરવાયું છે.

હવામાન વિભાગે (Meteorological department) શનિવારે સવારે આઠ વાગ્યે એટલે કે બીજી જુલાઈના રોજ જાહેર કરેલી યાદી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર (Saurastra Monsoon)ના કેટલાક વિસ્તારોમાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ (Gujarat Monsoon) ખાબકી શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા (Monsoon 2022) મન મૂકીને વરસી રહ્યા છે. દ્વારકામાં સમગ્ર પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યાં જ ભાણવડ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જામપર ગામના રસ્તા પર પાણી વહેતા થયા છે ત્યાં જ ગામમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે.

દેવભૂમિ દ્વારકા (Dwarka Rainfall)ના ભાણવડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અહીં જાસપર ગામમાં 2 ઈચ વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે તો જનજીવન પણ ખોરવાયું છે. ત્યાં જ તાલુકામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

આ પણ વાંચો- VIDEO: સુરતમાં બેફામ કારચાલકે યુ-ટર્ન લીધો અને બાઈક ચાલક ધડાકાભેર અથડાયો

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદનો માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને ઉત્તર ગુજરાત, અને સૌરાષ્ટ્રમાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.



તમને જણાવી દઇએ કે, ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં ભારે વરસાદના પગલે NDRFની ટીમ સ્ટેન્ડબાઈ રાખવામાં આવી છે. NDRF એક ટીમ નવસારી, એક ટીમ આણંદ અને એક ટીમ ગીર સોમનાથ મોકલાઈ છે. NDRF ની ત્રણ ટીમો ગાંધીનગર જ્યારે 9 ટીમ વડોદરા સ્ટેન્ડબાઇ કરાઇ છે. જેથી કરીને ધોધમાર વરસાદના પગલે રાજ્યમાં આપતકાલિન સ્થિતિને પહોંચી વળાય અને નાગરીકો મુશ્કેલીમાં મૂકાય તો તેમના જીવ બચાવી શકાય.

આ પણ વાંચો- હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 10 જુલાઈથી રાજ્યમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે

નોંધનિય છે કે, રાજ્યમાં શુક્રવારે સાર્વત્રિક વરસાદ (Gujarat rainfall) જોવા મળ્યો હતો. સરકારી આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે આઠ ઇંચ વરસાદ સુરત જિલ્લાના પલસાણા (Palsana heavy rain) તાલુકામાં પડ્યો હતો. શનિવારે સવારે છ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 14 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 71 તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 39 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ એવા બે તાલુકા છે જ્યાં વરસાદ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં સિઝનનો કુલ 12.03 ટકા વરસાદ (Gujarat total rain) વરસી ચૂક્યો છે.
First published:

Tags: Gujarat monsoon, Gujarat rainfall, Monsoon 2022, Rainfall forecast, Rainfall in Gujarat