Home /News /jamnagar /Jamnagar school bus rescue: જામનગરમાં નાના વડાળાની નદીમાં ખાબકી સ્કૂલ બસ, જુઓ video
Jamnagar school bus rescue: જામનગરમાં નાના વડાળાની નદીમાં ખાબકી સ્કૂલ બસ, જુઓ video
જામનગરમાં સ્કૂલ બસ તણાઈ
Jamnagar school bus rescue: જામનગર જિલ્લાના (Jamnagar news) કાલાવડ પંથકના નાના વડાળા ગામે સ્કૂલ બસ નદીમાં ખાબકી હતી. સ્કૂલની બસ નવ જેટલા બાળકો અને ત્રણથી ચાર શિક્ષકોને લઈને જતી હતી.
કિંજલ કારસરીયા, જામનગર : ગુજરાતમાં ચોમાસું એકદમ (Gujarat Monsoon) જામી ચુક્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદે દેધનાધન કરી મુકી છે. સૌરાષ્ટ્રના મોટા (saurashtra heavy rain) ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઠેરઠેર પાણી ભરાયા છે જ્યારે જિલ્લાઓમાં નદીઓમાં નવા નીર આવતા નદીઓ ગાંડીતૂર (rain water in river) બની હતી. વરસાદના પગલે ક્યાના ક્યાંક અનઈચ્છનીય ઘટનાઓ પણ બનવા પામી છે ત્યારે જામનગર જિલ્લાના (Jamnagar news) કાલાવડ પંથકના નાના વડાળા ગામે સ્કૂલ બસ નદીમાં ખાબકી હતી.
કાલાવડ પંથકમાં ભારે વરસાદને પગલે નદીમાં એક તરફ ધોડાપુર આવ્યા છે ત્યારે જ નાના વડાળા ગામની ખાનગી સ્કૂલની બસ નવ જેટલા બાળકો અને ત્રણથી ચાર શિક્ષકોને લઈને જતી હતી ત્યારે જ વરસાદી પાણીમાં વહીને નદીમાં પહોંચી હતી.
આ ઘટનાને લઈને કાલાવડથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે તાબડતોબ પહોંચ્યો છે અને સ્થાનિક તરવૈયાઓ અને લોકોની મદદથી હાલ ફાયર બ્રિગેડ દ્વારા નવ જેટલા બાળકોને બચાવી લેવા માટે રેસક્યુ ઓપરેશન પણ હાથ ધરાયું છે.
આ સમગ્ર ઘટના અંગે ગ્રામજનો ના જણાવ્યા પ્રમાણે નાના વડાળા ગામના પેટ્રોલ પંપ નજીક રસ્તા ઉપર ખાડા ખબડા આવેલા હોવાથી સ્કૂલ બસ વરસતા વરસાદે ખાડાઓ તારવી પસાર કરવા જતા સ્કૂલ બસ પાણીના વહેણમાં પલટી મારી હતી અને નદીમાં પહોંચી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોએ તાત્કાલિક તંત્રને જાણ કરતા તંત્ર અને સ્થાનિકોએ તાત્કાલિક બચાવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ઉપાડી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સહી સલામત બહાર કાઢ્યા હતા.
દ્વારકામાં પડેલા વરસાદની વાત કરીએ દ્વારકા જિલ્લાના કોરડા ગામમાં 5 ઈંચ, ખતુંબા ગામમાં 7 ઈંચ, ટુપણી ગામમાં અનરાધાર 6 ઈંચ, ગોંરીંજા ગામમાં 8 ઈંચ વરસાદ સાથે આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયા હતા.
ઉલ્લેખનીય છે કે ગુરુવાર સવારથી જ રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે જિલ્લાની નદીઓમાં નવા નીર આવતા નદીઓ બંને કાંઠે વહેતી થઈ હતી. ત્યારે ઉપરવાસમાં લોધિકા, ગોંડલ પંથકમાં પડેલા ધોધમાર વરસાદનના કારણે નદીઓ ગાંડીતૂર બની હતી.
નદીઓમાં પાણીની આવક વધતા જ રાજકોટ જિલ્લામાં આવેલા જામકંડોરણા પાસે ફોફળ નદી પરનો પૂલ ધરાશાયી થયો હતો. જેથી જામકંડોરણાથી ગોંડલ જતો માર્ગ બંધ થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. જામકંડોરણાથી ગોંડલના અંદાજિત 10થી 15 ગામોને આ પુલ જોડતો હતો. જોકે, હવે ગામો વચ્ચેનો સંપૂર્ક તૂટી ગયો છે. પુલ તૂટવાની ઘટનાની જાણ થતાં જ મામલતદાર અને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને પોલીસે પુલ પરની અવર જવર રોકની અન્ય માર્ગ પર વાળ્યા હતા.