Home /News /jamnagar /જામનગર- પોરબંદરઃ લોકમેળામાં ભૂલથી પણ ન ખાતા કંઇ નાસ્તો, નહીં તો પસ્તાશો

જામનગર- પોરબંદરઃ લોકમેળામાં ભૂલથી પણ ન ખાતા કંઇ નાસ્તો, નહીં તો પસ્તાશો

આરોગ્ય વિભાગના દરોડાની તસવીર

શ્રાવણ મહિનો પોતાના અંતિમ પડાવમાં પહોંચી ગયો છે. ત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં લોકમેળાની મોસમ જામી છે. ત્યારે આવા મેળામાં ખાણીપીણીની હાટડીઓ પણ ઊભરાઇ છે.

શ્રાવણ મહિનો પોતાના અંતિમ પડાવમાં પહોંચી ગયો છે. ત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં લોકમેળાની મોસમ જામી છે. ત્યારે આવા મેળામાં ખાણીપીણીની હાટડીઓ પણ ઊભરાઇ છે. જોકે, લોકોને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને આરોગ્ય વિભાગ ચાંપતી નજર રાખીને બેઠું છે.

આજે સોમવારે જન્માષ્ટમીના પવિત્ર દિવસ ઉપર યોજાયેલા લોકમેળામાં ખુલેલી ખાણીપીણીની હાટડીઓ ઉપર આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ત્રાટક્યું હતું. પોરબંદર અને જામનગરમાં યોજાયેલા લોકમેળામાં આ બંને વિભાગો ત્રાટક્યા હતા. જ્યાં અખાધ્ય ખોરાકનો નાશ કર્યો હતો. જ્યારે અખાધ્ય ખોરાક નહીં વેચવા માટે સુચન પણ આપ્યું હતું.

પોરબંદરની વાત કરીએ તો પોરબંદરના લોકમેળામાં આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સંયુક્ત દરોડા પાડ્યા હતા. આ બંને વિભાગોએ મેળામાં 30થી વધારે ખાદ્ય સ્ટોલો ઉપર ચેકિંગ હાથધર્યું હતું. બંને વિભાગના અધિકારીઓએ અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કર્યો હતો. જ્યારે અખાધ્ય ખોરાકનું વેચાણ ન કરવા માટે સુચન પણ કર્યું હતું.

બીજી તરફ જામનગરની વાત કરીએ તો જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં બીજા દિવસે આરોગ્ય વિભાગએ દરોડા પાડ્યા હતા. વહેલી સવારથી જ આરોગ્ય વિભાગના અધિકારીઓ પ્રદર્શન ગ્રાઉન્ડ ઉપર આવી પહોંચ્યા હતા. જ્યાં ખાણીપીણીના સ્ટોલ ઉપર ચેકિંગ હાથધર્યું હતું.

સુત્રોના જણાવ્યા પ્રમાણે અધિકારીઓએ 200 કિલો બટેટા અને 550 નંગ બ્રેડનો જથ્થો નાશ કર્યો હતો. સાથે સાથે આવા વેપારીઓ સામે લાલ આંખ કરીને દંડ પણ ફટકાર્યો હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.
First published:

Tags: Porbandar, આરોગ્યતંત્ર, ગુજરાત, જામનગર, રેડ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો