Home /News /jamnagar /Yellow Watermelon Farming: જામનગરના ખેડૂતે થાઇલેન્ડથી બીયારણ મંગાવી ઉગાડ્યા પીળા તરબૂચ, એવા મીઠા કે વાત ન પુછો!

Yellow Watermelon Farming: જામનગરના ખેડૂતે થાઇલેન્ડથી બીયારણ મંગાવી ઉગાડ્યા પીળા તરબૂચ, એવા મીઠા કે વાત ન પુછો!

X
જામનગરના

જામનગરના ખેડૂતની કમાલ, ઉગાડ્યા પીળા તરબૂચ

જામનગરના તરબૂચના વેપારીએ થાઇલેન્ડથી તરબૂચના બી મંગાવ્યા બાદ વાવેતર કરાવ્યું અને હવે તે પીળા કાલરના તરબુચ વેચી રહ્યા છે. 

    Kishor chudasama,jamnagar: ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બજારમાં મોટા જથ્થામાં તરબૂચની આવક થતી હોય છે. મોટા ભાગના લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચ ખાવું વધુ પસંદ કરતા હોય છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે જામનગરમાં લાલ નહિ પરંતુ પીળા કલરના તરબૂચનું પણ આગમન થયું છે. આ તરબૂતની મીઠાશ લાલ તરબૂચ કરતાં બે ગણા મીઠાશ વાળા હોય છે. પીળું તરબૂચ બહારથી લાલ તરબૂચની જેમ લીલા કલરનું જ હોય છે. પરંતુ અંદરથી પીળા કલરનું તરબૂચ ચાખ્યા બાદ લાલ તરબૂચનો સ્વાદ ભૂલી જશો.

    મીઠા મધુર, પીળા તરબૂચ

    જામનગરના તરબૂચના જાણીતા વેપારી મુન્નાભાઈને ત્યાં હાલ પીળા કાલરના તરબૂચ મંગાવ્યા છે. તેઓએ થાઇલેન્ડથી તરબૂચના બી મંગાવ્યા બાદ વાવેતર કરાવ્યું છે. હાલ પ્રાચી પાટણથી તરબૂચ મંગાવી હવે તેઓ આ પીળા તરબૂચનું વેચાણ કરે છે.

    અહીં ક્લિક કરીને વાંચો,...Husban-Wife Love Story: કેન્સરગ્રસ્ત પત્ની ડિપ્રેશનમાં ન રહે તે માટે પતિ દરરોજ કામ પર સાથે લઈ જાય, પતિના શબ્દો સાંભળી રડી પડશો!

    જામનગરની બજારમાં જબરી માંગ છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પીળા તરબૂચનું વાવેતર થાય છે તેમજ લાલ તરબૂચ કરતા પીળા તરબૂચ ખૂબ જ મીઠા હોય છે. અને પીળા તરબૂચની કિંમત પણ લાલ તરબૂચ કરતાં ડબલ હોય છે.

    40 થી 50 રૂપિયા કિલો વેંચાઈ છે પીળા તરબૂચ

    હાલ લાલ તરબૂચની કિંમત બજારમાં એક કિલોના 20 થી 25 રૂપિયા ચાલી રહી છે. જ્યારે પીળા તરબુચની કિંમત એક કિલો 40 થી 50 રૂપિયા ચાલી રહી છે. તેમજ વધુમાં તેમને જણાવ્યું હતું. જે કોઈ વ્યક્તિ એક વખત પીળું તરબુચ ચાખે બાદ લાલ તરબૂચ ખાવાનું ભૂલી જતા હોય છે.



    હવે આધુનિક ખેતીમાં પીળા કલરના તરબૂચ થવા લાગ્યા છે. જેવી રીતે કેપ્સિકમ મરચામાં અવનવા કલર હોય એવી રીતે હવે પાઈનેપલ કલરના તરબૂચની ખેતી થવા લાગી છે.આ નવા પ્રયોગને આવકાર મળી રહ્યો છે અને એની માંગ ખુબજ મોટી નીકળી છે !
    First published:

    Tags: Local 18, Watermelon, જામનગર