Home /News /jamnagar /

Jamnagar: વિદ્યાર્થીઓનો 12 સાયન્સમાં ખુબ જ સારો દેખાવ, જાણો કેટલા ટકા આવ્યું પરિણામ

Jamnagar: વિદ્યાર્થીઓનો 12 સાયન્સમાં ખુબ જ સારો દેખાવ, જાણો કેટલા ટકા આવ્યું પરિણામ

વિદ્યાર્થીઓનો 12 સાયન્સમાં ખુબ જ સારો દેખાવ

વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ચુકી છે. બોર્ડની પરીક્ષા બાદ હવે એક પછી એક પ્રવાહનું પરિણામ જાહેર થવાનું શરુ થયું છે. ત્યારે વાત કરીએ જામનગર જિલ્લાની તો ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે.

    સંજય વાઘેલા, જામનગર: વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ચુકી છે. બોર્ડની પરીક્ષા બાદ હવે એક પછી એક પ્રવાહનું પરિણામ જાહેર થવાનું શરુ થયું છે. ત્યારે વાત કરીએ જામનગર જિલ્લાની તો ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. જેમાં જામનગરના વિદ્યાર્થીઓ ખુબ જ સારો દેખાવ કર્યો છે. આ વખતે જામનગર જિલ્લાનું કુલ પરિણામ 83.45 ટકા રહ્યું છે. તો તેમાંથી પાંચ જેટલાં વિદ્યાર્થીઓને એ-વન ગ્રેડ મળ્યો છે.

    ધોરણ 12 સાયન્સના પરિણામમાં રાજ્યનું પરિણામ 72.02 ટકા રહ્યું છે. જેમાં સૌથી સારુ પરિણામ રાજકોટ અને સૌથી નીચું પરિણામ દાહોદ જિલ્લાનું 40.19 રહ્યું છે. તો વાત કરીએ હાલારના બંને જિલ્લાની તો જામનગર જિલ્લાનું 83.45 રહ્યું છે. તો દેવ ભુમી દ્વારકા જિલ્લાનું પરિણામ 74.63 રહ્યું છે, તો જિલ્લાના પાંચ વિદ્યાર્થીને એ-વન ગ્રેડ મળ્યો છે. જો કે દ્વારકામાં એક પણ વિદ્યાર્થીને એ વન ગ્રેડ મળ્યો નથી.

    આ પરિણામની સાથે સાથે ગુજકેટ 2022નું (GUJCET result 2022) પરિણામ પણ જાહેર થશે. વિદ્યાર્થીઓ સવારે 10.00 વાગ્યાથી ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પરથી આ પરિણામ જોઇ શકે છે. નોંધનીય છે કે, વિદ્યાર્થીઓને માર્કશીટ હાલ નહી મળે. દસ દિવસ બાદ વિદ્યાર્થીઓને બોર્ડની માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.



    આ પણ વાંચો - આ જિલ્લામાં બહાર પડી કરાર આધારિત સરકારી ભરતી, જાણો લાયકાત, અનુભવ અને પગારની સંપૂર્ણ માહિતી

    ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,08,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકીના વિદ્યાર્થીઓને ગ્રેડ મુજબ પરિણામ આપવામાં આવશે. પરિણામ બોર્ડની વેબસાઈટ પરથી સવારે 10.00 વાગ્યા પછી જોઈ અને નિહાળી શકાશે. આ પરિણામો અંગે ખાસ કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર જોવા મળશે. બાળકો અને વાલીઓ અહીંયા આપવામાં આવેલી માહિતીના આધારે રિઝલ્ટ નિહાળી શકાશે.

    આ પણ વાંચો - ધો.12 સાયન્સ પછીના એવરગ્રીન કેરિયર ઓપ્શન, ઓછું રિઝલ્ટ આવે તો પણ મળશે તક

    એક મહિનો ચાલી ઉત્તર વાહી ચકાસવાની કામગીરી

    રાજ્યમાં ધો. 10-12ની બોર્ડની પરીક્ષા 28મી માર્ચથી લઈને 12 એપ્રિલે સુધી લેવામાં આવી હતી. આ પરીક્ષા બાદ ગુજકેટની પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરીક્ષા બાદ એક મહિના સુધી સતત તેની ઉત્તરવહી ચકાસવાની કામગીરી ચાલી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: GSEB, GSEB Results 2022, Gujarat Education, Jamnagar City, Students, જામનગર

    આગામી સમાચાર