Home /News /jamnagar /Jamnagar : 'મહા' મહિનાનું માવઠુ, યાર્ડની જણસો પલાળી ગયું, આ વીડિયો જોયને પણ અંદાજ આવશે

Jamnagar : 'મહા' મહિનાનું માવઠુ, યાર્ડની જણસો પલાળી ગયું, આ વીડિયો જોયને પણ અંદાજ આવશે

X
હાપા

હાપા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલ ૫૦૦ ગુણી મરચાંનો જથ્થો પલળી ગયો

રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે આગામચેતીના પગલાં ન લેવાતા હાપા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલ ૫૦૦ ગુણી મરચાંનો જથ્થો પલળી ગયો હતો.

  Kishor chudasama, Jamnagar: જામનગરના ગત શનિવારે અણધારી આફત બનીને કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. જેને પગલે હાપા માર્કેટિંગ યાર્ડની બેદરકારી સામે આવી હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હોવા છતાં યાર્ડ દ્વારા આગામચેતીના પગલાં ન લેવાતા ખુલ્લામાં રહેલ ૫૦૦ ગુણી મરચાંનો જથ્થો પલળી ગયો હતો.

  ૫૦૦ ગુણી જેટલો મરચાનો જથ્થો પલડયો

  કમોસમી વરસાદને લઈને ૫૦૦ ગુણી જેટલો મરચાનો જથ્થો પલળી ગયો છે. મહત્વનું છે કે કપાસ સહિતની અન્ય જણસોની આવક બંધ કરાઈ હોવાથી નુકસાની થતી અટકી છે. વધુમાં કપાસ સહિતનોઅન્ય કેટલીક જણસ ને શેડની નીચે રાખવામાં આવી હતી, પરંતુ મરચાનો જથ્થો ખુલ્લામા જ પડ્યો હોવાથી ભીંજાયો હતો. યાર્ડની ખુલ્લી જગ્યામાં જૂનો ૫૦૦ ગુણી જેટલો મરચાનો જથ્થો ખુલામાં પડ્યો હતો, નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.  ફરી હરાજીનો પ્રારંભ

  ખુલ્લાંમાં પડેલા તૈયાર પાક ઉપરાંત બારદાન સહિતની સામગ્રી પર પણ વરસાદી છાંટા પડતાં નુકસાન થયું હતું. આથી યાર્ડ દ્વારા સવારથી ભીનો થયેલો મરચાનો જથ્થો તડકે સૂકવવા સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. ઉપરાંત શનિવારથી બંધ કરાયેલી જણશોની આયાતને ફરી શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત કમોસમી વરસાદને પગલે ખેતરમાં જીરું સહિતના શિયાળુ પાકમાં પણ નુકસાનીના ભણકારા વાગી રહ્યા છે.
  First published:

  Tags: Local 18, ખેડૂત, જામનગર, વરસાદ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો