Kishor chudasama, Jamnagar: જામનગરના આંગણે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં જામનગરવાસીઓએ બહોળો પ્રતિસાદ આપતા હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. 10 દિવસ સુધી ચાલનારા આ પુસ્તક મેળો તા. 5ના રોજ સંપન્ન થયો હતો. ત્યારે દરરોજ મોટી સંખ્યામા લોકો મુલાકાત લઇ ખરીદી કરી હતી. પુસ્તક મેળાની સફળતાને લઈને આયોજકોએ પણ રાજીપો વ્યક્ત કર્યો હતો.
15 હજરથી વધુ પુસ્તકોનો ખજાનો
અમદાવાદ ખાતેથી પુસ્તકનો ખજાનો લઈ જામનગર આવેલા આયોજક નિમેષભાઈ ભટ્ટએ જણાવ્યું કે જામનગરવાસીઓ ઉત્સાહભેર પુસ્તક મેળાને આવકારી રહ્યા છે. તન્ના હોલ ખાતે આયોજિત આ પુસ્તક મેળામાં ગુણવંત શાહ, આઈ કે વીજળીવાળા, વર્ષા અડાની, સુધા મૂર્તિ, વિનય સંતાણી સહિતના લેખકોની વિશાળ શ્રેણીના પુસ્તકો ઉપલબ્ધ છે, વધુમાં એલાન માસ્ક સહિતના અનેક સફળ લોકોની બાયોગ્રાફી પણ ઉપલબ્ધ છે. એ જ રીતે સ્ટોરી સહિતના બાળકો માટેના પુસ્તકો સહિત 15 હજરથી વધુ પુસ્તકોનો ખજાનો છે.
પુષ્તકમાં 10 ટકા ડિસ્કાઉન્ટ
જેમાં લોકો ગુણવંત શાહ અને સુધા મૂર્તિ, વર્ષા અદાણી સહિતના લેખકોની બુકો વધારે પસંદ કરી રહ્યા છે. હાલ અહીં 10 ટકા પુસ્તકમાં ડિસ્કાઉન્ટ હોવાથી લોકો તેનો બહોળા પ્રમાણમાં લાભ લઇ રહ્યા છે. બાળકોથી માંડી, યુવાઓ, વૃદ્ધઓ, મહિલાઓ સહિતના ખરીદી કરી રહ્યા છે. જેથી આવકમાં પણ સારો એવો વધારો થયો છે.