Home /News /jamnagar /Jamnagar: કેવી રીતે વીજ ચોરી કરવા મીટરમાં કરાતી છેડછાડ પકડાય છે? લેબોરેટરીની પદ્ધતિ Videoમાં

Jamnagar: કેવી રીતે વીજ ચોરી કરવા મીટરમાં કરાતી છેડછાડ પકડાય છે? લેબોરેટરીની પદ્ધતિ Videoમાં

ઈલેકટ્રીક

ઈલેકટ્રીક મીટર લેબોરેટરી

જામનગર (Jamnagar)માં વિદ્યુત વિભાગ પીજીવીસીએલ (Electric Department PGVCL) ને એક અનોખી વીજ ચોરીની ઘટના મળી છે. જેમાં એક વ્યક્તિએ ઈલેકટ્રીક મીટર (Electric Meters)માં રજીસ્ટર લગાવીને વીજ ચોરી (Electricity theft in Jamnagar) કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

વધુ જુઓ ...
    Sanjay Vaghela, Jamnagar: જામનગર (Jamnagar)માં વિદ્યુત વિભાગ પીજીવીસીએલ (Electric Department PGVCL)ને એક અનોખી વીજ ચોરીની ઘટના મળી છે. જેમાં એક વ્યક્તિએ ઈલેકટ્રીક મીટર (Electric Meters)માં રજીસ્ટર લગાવીને વીજ ચોરી (Electricity theft in Jamnagar) કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આજે વીજ વપરાશમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, બીજી બાજુ વીજ બિલના ભાવમાં વધારો થતા કેટલાક લોકો વીજ ચોરી કરી રહ્યા છે.ખાસ કરીને ઈલેકટ્રીક મીટરમાં છેડછાડ કરી વીજ ચોરી કરી રહ્યા છે. જો કે ઈલેકટ્રીક મીટરમાં ચોરી થઇ છે કે નહીં તે પકડી પાડવા માટે વિદ્યુત વિભાગ દ્વારા એક અલગથી જ લેબોરેટરી વિભાગની રચના કરવામાં આવી છે, જ્યાં ઈલેકટ્રીક મીટર (Electric Meters Laboratory)નું ઝીણવટથી પરીક્ષણ કરવામાં આવે છે, અને તેમાં થયેલી છેડછાડની પકડી પાડવામાં આવે છે. એટલું જ નહીં કોઈ ગ્રાહક ફરિયાદ કરે કે વપરાશના પ્રમાણમાં તેનું ઈલેકટ્રીક મીટર વધુ ગતિથી ફરે છે તો તેની પણ તપાસ આ લેબોરેટરીમાં કરવામાં આવે છે. ત્યારે આ મીટર લેબોરેટરી કેવી રીતે કામ કરે છે. શું નિયમો છે, કેટલા પ્રકારની ચોરી થતી હોયછે વગેરે બાબતે આવો વિગતે જાણીએ.

    કેવી છે આ લેબોરેટરી?

    વીજ ચોરી અટકાવવા માટે વિવિધ વિદ્યુત કંપની PGVCL દ્વારા લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ ડિજિટલ ઈલેકટ્રીક મીટર લગાવવામાં આવે છે. એટલું જ નહીં તેમાં એવો પણ દાવો કરવામાં આવે છે કે આ ડિજિટલ ઈલેકટ્રીક મીટરમાં છેડછાડ કરવી અશક્ય છે. જો કે કેટલાક ભેજાબાજ ગ્રાહકો દ્વારા આ મીટરમાં પણ છેડછાડ કરવામાં આવતીકાલે હોવાના અનેક કેસ સામે આવ્યા છે. ત્યારે આવા કેસ માટે દરેક જિલ્લામાં વિદ્યુત કચેરીમાં મીટર લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે. આ લેબોરેટરીમાં જે કોઈ ગ્રાહક ફરિયાદ કરે કે વપરાશ ઓછો હોવા છતાં મીટર વધુ ફરે છે તો તેમનું મીટર અહીં ચેક કરવામાં આવે છે, આ સિવાય કોઈ વ્યક્તિ ઈલેકટ્રીક મીટરમાં છેડછાડ કરે અને વીજ ચોરી કરવાનો પ્રયાસ કરે તો તેનું મીટર પણ ચેકીંગ માટે અહીં લાવવામાં આવડે છે.

    મીટર ચેકીંગ કેવી રીતે થાય?

    દરેક જિલ્લામાં મીટર ચેક કરવા માટેની લેબોરેટરી વિભાગ બનાવવામાં આવ્યો છે. આ લેબોરેટરી વિભાગમાં તાલીમબદ્ધ કર્મચારીઓ વિવિધ પ્રકારે મીટરનું ચેકીંગ કરે છે, જેમ કે મીટરમાં થ્રી ફેસ, સિંગલ ફેસ ફેસ કનેકશન લગાવવામાં આવે છે. ત્યારબાદ લેબોરેટરીમાં ઇન્ડિયાલેવલે માન્યતા પ્રાપ્ત રેફરન્સ એક્યુચેક મીટર હોયછે. જેની સાથે ગ્રાહકનું ઇલેક્ટ્રિક મીટર જોડવામાં આવે છે. રેફરન્સ એક્યુચેક મીટર અને ગ્રાહકનું ઈલેકટ્રીક મીટરમાં રીડિંગ એક સરખા આવે તો મીટર ઓકે છે, જો રીડિંગમાં ફેરફાર આવે તો મીટર ફોલ્ટી હોવાનું જાહેર કરવામાં આવે છે.

    ગ્રાહકોની સામે થાય છે મીટર ચેક!

    વિદ્યુત વિભાગ દ્વારા મીટર ચેકીંગ કરવાની તમામ પદ્ધતિ ગ્રાહકોની સામે જ થાય છે. જેમ કે ગ્રાહકના ઘરેથી મીટર કાઢવાથી લઈને લેબોરેટરી સુધી પહોંચાડવા સુધીનો વીડિઓ રેકોર્ડિંગ કરવામાં આવે છે. એટલું જ નહીં મીટર પેક કરવામાં આવે ત્યારે ગ્રાહકની સહી લેવામાં આવે છે અને જયારે ચેકીંગ માટે મીટર ગ્રાહકની હાજરીમાં તેની સહી લીધા પછી જ ખોલવામાં આવે છે. એટલે સમગ્ર પ્રક્રિયા પારદર્શક હોયછે, એટલે ગ્રાહકને કોઈ નુકશાન અથવા ખોટું થવાની તક ન રહે.

    ઈલેકટ્રીક વિભાગ માટે અલગ પોલીસ સ્ટેશન અને કોર્ટની રચના

    ઈલેકટ્રીક વિભાગને લગતી ફરિયાદ માટે ખાસ અલગથી પોલીસ સ્ટેશનની રચના કરવામાં આવી છે, જે દરેક જિલ્લામાં છે. આ સિવાય ઈલેકટ્રીકને લઈને કોઈ ફરિયાદ કે સમસ્યાનું ઝડપથી નિવારણ લાવી શકાય તે માટે તેની કોર્ટ પણ અલગ હોઈ છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Electricity, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन