પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ ના ચરણે પાસ કન્વીનર હાર્દિક પટેલ પહોંચ્યા સોમનાથ દાદા ને શીશ જુકાવી સોમનાથ મહાદેવ ને કમલ અર્પણ કર્યું
હાર્દિકે કહ્યું આવતી કાલે ગુજરાત નું નવું નિર્માણ થશે નિષ્પક્ષ ચૂંટણી હશે તો અહંકારીયો નું શાશન ખતમ થશે
ઉલ્લેખનીય છે કે, ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે થોડા દિવસ પહેલા સોમનાથ મહાદેવ ને શીશ જુકાવી વિજય ભવ ના આશીર્વાદ લીધા હતા તો મત ગણતરી ના એક દિવસ પહેલા હાર્દિક પટેલે સોમનાથ મહાદેવ ને શીશ જુકાવી હનકારીયો ની સરકાર હારે તેવી પ્રાર્થના કરી
હાર્દિક પટેલે સોમનાથ મહાદેવ ને શીશ ઝુકાવ્યા બાદ હુંકાર કર્યો હતો કે આવતી કાલે આખું ગુજરાત હશે અને જો નીસ્પક્ષ ચૂંટણી હશે તો ચોક્કસ અહન્કારીયો ની સરકાર હારશે
સરદારે પટેલે સોમનાથ મંદિરનો જીણોદ્ધાર કર્યું હતું અને આવતી કાલે ગુજરાતનું નવ નિર્માણ થશે
ભાજપનું નામ લીધા વિના હાર્દિકે કહ્યું કે રાવણ નું મૃત્યુ તેની નાભિમાં હતું તેવીજ રીતે દેશમાં એવું રાજ્ય છે જ્યા જે પાર્ટીની હાર થાય તેનું સમગ્ર દેશમાં સફાયો થાય છે.
જો કે હાર્દિક પટેલે કેલ્ક્યુલેટર અને એટીએમ હેક થવાનું ઉદાહરણ આપી ઈવીએમ પણ હેક થવાની આશંકા દર્શાવી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર