Home /News /jamnagar /Jamnagar: ગુજરાતનો સૌપ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ જામનગરમાં, વિશેષતા જાણીને ચોંકી જશો

Jamnagar: ગુજરાતનો સૌપ્રથમ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ જામનગરમાં, વિશેષતા જાણીને ચોંકી જશો

ગુજરાતનો સૌપ્રથમ વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટ

જામનગરમાં ગુજરાતનો સૌપ્રથમ વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટ (Waste to energy plant in Jamnagar) શરુ થઇ ગયો છે. આ પ્લાન્ટમાં પર્યાવરણની રક્ષા કરવાની સાથે સાથે વીજળીનું પણ ઉત્પાદન (Electricity generation) કરશે.

  Sanjay Vaghela, Jamnagar: છોટા કાશી તરીકે જાણીતા જામનગર સૌરાષ્ટ્ર (Saurashtra)નો મહત્વનો જિલ્લો છે. જામનગરમાં અનેક પ્રવાસન સ્થળો (Tourist Places in Jamnagar) આવેલા છે અને અહીં મહત્વની અનેક ઇન્ડસ્ટ્રી પણ આવેલી છે. ખાસ કરીને બ્રાસ નગરી (Brass Industries in Jamnagar) તરીકે જાણીતા જામનગરમાં છેલ્લા કેટલાક વર્ષમાં અનેક એવી સુવિધાઓ શરુ થઇ જે દેશમાં એક માત્ર જામનગરમાં જ છે. જેમ કે થોડા સમય પહેલા જ આયુર્વેદિક પારંપરીક ચિકિત્સા કેન્દ્ર સૌપ્રથમ જામનગરમાં સ્થાપના કરવામાં આવી છે, તો હવે જામનગરમાં ગુજરાતનો સૌપ્રથમ વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટ (Waste to energy plant in Jamnagar) શરુ થઇ ગયો છે. આ પ્લાન્ટમાં પર્યાવરણની રક્ષા કરવાની સાથે સાથે વીજળીનું પણ ઉત્પાદન (Electricity generation) કરશે.

  જામનગરમાં આવેલા ગાંધીનગર વિસ્તારમાં STP પાસે 17 એકરની જગ્યામાં બનેલા વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું છે. આ પ્લાન્ટ પીપીપી બેઇઝ આધારિત છે. આ પ્લાન્ટ તૈયાર થવામાં કુલ 90 કરોડનો ખર્ચ થયો હતો. જેમાં દરરોજનો 450 મેટ્રિક ટન વેસ્ટ પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.

  ગુજરાતના સૌપ્રથમ વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટમાં 7.5 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. સોલીડ વેસ્ટમાંથી વીજળી ઉત્પન્ન કરી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવા માટેના આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ જેને ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ પ્રમાણિત પ્લેટિનમ રેટિંગનો પ્રી-સર્ટિફિકેટનો દરજ્જો પણ મળેલ છે.

  આ વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટમાં કુલિંગ ટાવરની બદલે મિસ્ટ કુલિંગ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ આ પ્લાન્ટમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સેકેન્ડરી ટ્રીટેડ પાણીમાંથી દૈનિક 10 લાખ લીટર પાણીને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના ફિલ્ટરેશન પ્લાન્ટમાં ફિલ્ટર કરી ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. આ પ્લાન્ટ થકી ઉત્પન્ન થનાર વીજળી જેટકો ગ્રીડમાં આપવામાં આવશે.

  એટલું જ નહીં આ વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટમાં પર્યાવરણને કેન્દ્ર સ્થાને રાખી પ્રકૃતિની અનુભૂતિ કરાવતા અતિ સુંદર કલ્પવૃક્ષ વાટિકા, લોટસ પેડ જેવા અતિ સુંદર વૃક્ષોનું પણ વવાતેર કરવામાં આવ્યું છે.

  સામાન્ય રીતે કચરો હોયત્યાં કોઈ જતું નથી પરંતુ આ વેસ્ટ ટૂ એનર્જી પ્લાન્ટની ખાસિયત છે કે તે વેસ્ટમાંથી બેસ્ટ છે. આ પ્લાન્ટમાં જ શાળાઓના વિદ્યાર્થીઓ માટે 60 મીટર બાય 110 મીટરની સાઈઝનું વિશાળ ફૂટબોલ ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યું છે.
  First published:

  Tags: Gujarat News, Jamnagar News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन