અમદાવાદ: ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જામનગરનો શંકાસ્પદ મંકીપોક્સનો (Monkeypox in Gujarat) કેસ નેગેટિવ (monkeypox negative report) આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતમાં હજી સુધી મંકીપોક્સનો એકપણ કેસ નોંધાયો નથી. જામનગરના 29 વર્ષના યુવાનમાં મંકીપોક્સના લક્ષણો દેખાતા સ્થાનિક તંત્ર દોડતું થયું હતું. શંકાસ્પદ દર્દીને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ યુવાન ચામડીના વિશેષ લક્ષણો લઈને હોસ્પિટલ ગયો હતો જ્યાં તેને મંકીપોક્સ હોવાની શંકાએ તેના નમૂના લઈને ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. જે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
જામનગરના નવા નાગના ગામના એક યુવાનમાં મંકીપોક્સ વાઈરસના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. જેથી સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા છે. યુવાનમાં દેખાતા લક્ષણો મંકીપોક્સ વાઈરસના જ છે કે અન્ય કોઈ રોગના છે તેની ખરાઈ કરવા માટે સેમ્પલ લઈ અમદાવાદ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. યુવાનના સેમ્પલને અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યાં હતા. જેની પર સૌની નજર હતી. આ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
મહત્ત્વનું છે કે, મોંકીપોક્સથી પીડિત લોકોમાં લોકોમાં ફોલ્લીઓ, તાવ, સુસ્તી, માયાલ્જીયા માથાનો દુખાવો અને લીંફ નોટ્સ જેવા લક્ષણો નોંધવામાં આવ્યા છે. તેના લક્ષણો 2 થી 4 અઠવાડિયા સુધી રહી શકે છે. મંકીપોક્સના લક્ષણો જીવલેણ નથી પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. (આના સંપૂર્ણ સમાચાર અહીં વાંચો)
નોંધનીય છે કે, ગુજરાતમાં શુક્રવારે કોરોનાના 871 નવા કેસ નોંધાયા છે. આમ, બુધવારની સરખામણીએ નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. એક જ દિવસમાં વેન્ટિલેટરના દર્દીઓની સંખ્યા 23 થઇ ગઇ છે. ગુજરાતમાં હાલ 6246 એક્ટિવ કેસ છે જ્યારે 23 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
બુધવારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા માત્ર ચાર હતી. હાલ અમદાવાદમાં સૌથી વધુ 2125, વડોદરામાં 891, સુરતમાં 545 સાથે સૌથી વધુ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. ગુજરાતમાં 23 દર્દીઓ વેન્ટિલેટર પર હોય તેવું 27 ફેબ્રુઆરી બાદ પ્રથમવાર બન્યું છે. ભાવનગર શહેરમાં કોરોનાથી એક મૃત્યુ થયું હતું. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી કુલ સત્તાવાર મરણાંક હવે 10972 છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર