Home /News /jamnagar /જામનગરથી પત્ની MLA બની જતાં રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર શાનદાર પોસ્ટ કરી
જામનગરથી પત્ની MLA બની જતાં રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર શાનદાર પોસ્ટ કરી
Jamnagar North BJP MLA
રવિન્દ્ર જાડેજા ચૂંટણી પ્રચારમાં સતત સાથે રહ્યા હતા. ભલે તેમની પત્ની ચૂંટણીમાં ઊભા રહ્યા હોય, પણ તેમની લોકપ્રિયતાની અસર આ સીટ પર જરુર પડી છે. જાડેજા પણ પહેલા દિવસથી જ ચૂંટણી પ્રચારમાં લાગી ગયો હતો.
જામનગર: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની (Ravindra jadeja Wife) રીવાબાએ ચૂંટણીમાં ધમાકેદાર એન્ટ્રી મારી છે અને જામનગર નોર્થ સીટ પરથી ભાજપમાંથી શાનદાર જીત મેળવી છે. હવે તેમની રાજકીય સફર શરુ થઈ ગઈ છે. જાડેજાએ પત્નીને શુભકામના આપતા એક પોસ્ટ કરી છે.
રવિન્દ્ર જાડેજા ચૂંટણી પ્રચારમાં સતત સાથે રહ્યા હતા. ભલે તેમની પત્ની ચૂંટણીમાં ઊભા રહ્યા હોય, પણ તેમની લોકપ્રિયતાની અસર આ સીટ પર જરુર પડી છે. જાડેજા પણ પહેલા દિવસથી જ ચૂંટણી પ્રચારમાં લાગી ગયો હતો. ઈજાનું કારણ આપીને બાંગ્લાદેશ વિરુદ્ધ વન ડે સીરીઝમાંથી બહાર હોવાનો નિર્ણય કર્યો હતો. હવે આ જીત બાદ જાડેજાએ પહેલી વાર રિએક્શન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે.
Hello MLA you truly deserve it. જામનગર ની જનતા નો વિજય થયો છે. તમામ જનતા નો ખુબ ખુબ દીલથી આભાર માનુ છુ. જામનગર ના કામો ખુબ સારા થાય એવી માં આશાપુરા ને વિનંતી. જય માતાજી🙏🏻 #મારુજામનગરpic.twitter.com/2Omuup5CEW
રવિન્દ્ર જાડેજાએ જીત બાદ પહેલી વાર પોસ્ટ કરી છે. તેમણે રીવાબા સાથે એક શાનદાર ફોટો શેર કર્યો છે, જેમાં રીવાબા અને રવિન્દ્ર એમએલએની તખ્તી પકડેલ છે. જાડેજાએ આ ફોટો સાથે લખ્યું છે, હેલો એમએલએ આપ હકીકતમાં તેના માટે હકદાર છો. જામનગરના લોકો જીતી ગયા. હું તમામ લોકોનો દિલથી આભાર માનુ છું. જય માતાજી લખીને વિશ્વાસ અપાવ્યો છે કે, જામનગરમાં સારુ કામ થશે.
જામનગર નોર્થથી રીવાબા જાડેજાની સામે તેમની નણંદ અને સસરા હતા. જે કોંગ્રેસ ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા હતા. રવિન્દ્ર જાડેજા પહેલા દિવસથી જ પત્ની સાથે હતા અને રેલીઓ અને સભાઓમાં પહોંચી રહ્યા હતા. જો કે વોટિંગ બાદ બંને તરફથી નિવેદન આવ્યા હતા કે પરિવારમાં કોઈ લડાઈ નથી, પણ આ વિચારધારાની લડાઈ છે. આ લડાઈમાં જાડેજાની પત્ની રીવાબાએ બાજી મારી છે.