Home /News /jamnagar /ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ : કોંગ્રેસના આ ધારાસભ્ય કરશે કેસરિયા, નીતિન પટેલને લઇને આપ્યું આ સૂચક નિવેદન

ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ : કોંગ્રેસના આ ધારાસભ્ય કરશે કેસરિયા, નીતિન પટેલને લઇને આપ્યું આ સૂચક નિવેદન

કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટાની મોસમ ખીલી

Gujarat Congress : જામજોધપુરના કોંગ્રેસનાં ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. એક તરફ ચિરાગ કાલરીયા ભાજપમાં જોડાય તેવી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે.

  કિંજલ કારસરીયા, જામનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય પક્ષો એક પછી એક દાવ ખેલી રહ્યાં છે. તેવામાં પક્ષ પલટાની મોસમ પણ પૂર જોશમાં ખીલી છે. ચૂંટણી નજીક આવતાની સાથે જ ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રાજીનામુ ધર્યા બાદ ધારાસભ્યો સંજય સોલંકી, લલિત વસોયા, ભાવેશ કટારા, ચિરાગ કાલરિયા ઉપરાંત મહેશ પટેલ પણ કોંગ્રેસ છોડે તેવી ચર્ચા છે.

  આ ચર્ચાઓ વચ્ચે જામજોધપુરના કોંગ્રેસનાં ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. એક તરફ ચિરાગ કાલરીયા ભાજપમાં જોડાય તેવી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. તેવામાં જ જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયાના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે.

  આ પણ વાંચો :સુરત: અજિત પટેલનો મહિલા સાથેનો બીભત્સ વીડિયો વાયરલ થતાં ભાજપ ધુંઆપૂંઆ, કરાઇ હકાલપટ્ટી

  કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટાની મોસમ ખીલી


  વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરનાર ધારાસભ્યોની ભરતી ચાલી રહી છે. એક પછી એક ધારાસભ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઇ રહ્યા છે અને તાજેતરમાં જ વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા રાજીનામું ધરી ભાજપમાં પ્રવેશ કર્યો છે. તેવામાં જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા એ ન્યુઝ 18 સાથે ખાસ વાતચીત કરતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. આ નિવેદનને રાજકીય રીતે જોવામાં આવે તો ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે.

  ચિરાગ કાલરીયાનું સૂચક નિવેદન


  જે પ્રકારે ભાજપમાં વિધાનસભાની ચૂંટણી આવતા ભરતી અભિયાન શરૂ થયું છે તેવામાં એક પછી એક ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવી રહ્યા છે તેવા અહેવાલો અને અટકળો ખૂબ જ ચાલી રહી છે. ત્યારે જામનગર જિલ્લામાં અગાઉ ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌપ્રથમ વર્તમાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે કોંગ્રેસમાં રાજીનામું ધરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો હાથ છોડી વલ્લભ ધારવીયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું ધર્યું હતું. ત્યારબાદ જામનગર જિલ્લાના જામજોધપુર લાલપુર પંથકના ધારાસભ્ય ચિરાગ કાલરીયાની પણ રાજ્યસભાની ચૂંટણીથી કોંગ્રેસ છોડી ભાજપમાં આવે છે તેવી અટકળો વહેતી થઈ હતી અને આ અંગે ખૂબ જ રાજકારણ ગરમાયું છે. તેવામાં ચિરાગ કાલરીયા એ ભાજપના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગના મંત્રી નીતિન પટેલનો પોતાના મત વિસ્તારમાં ખાસ ડાયાલિસિસ સેન્ટર ઊભું કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો જેને લઈને ફરી રાજકારણ ગરમાયું છે.  આ પણ વાંચો : પાટીલની ચેેલેન્જ મનીષ સિસોદીયાએ સ્વીકારી, ભાજપના નિમંત્રણ પર ગુજરાતની સરકારી શાળાઓ જોવા આવશે

  એક તરફ પક્ષ પલટાની વાત ચાલી રહી છે તેવામાં ધારાસભ્ય ચિરાગ કાલરીયા કોંગ્રેસ છોડી ભાજપમાં આવવાની વાતને લઈને સમર્થન નથી આપી રહ્યા. પરંતુ ભાજપના પાટીદાર પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનો આભાર વ્યક્ત કરવાની વાતને લઈને ફરી ચિરાગ કાલરીયા કેસરિયો ધારણ કરી શકે તેવા અણસારો અને રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: BJP Congress, Congress Leader, Congress MLA, Gujarat Education

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन