Home /News /jamnagar /લોકશાહી પર્વની ઉજવણી: UAEથી મતદાન કરવા જામનગર આવ્યા ભરતભાઇ!

લોકશાહી પર્વની ઉજવણી: UAEથી મતદાન કરવા જામનગર આવ્યા ભરતભાઇ!

NRI ભરતભાઈ ધોકિયા જામનગરમાં સતત ચાર વખતથી મતદાન કરવા આવે છે.

Gujarat election 2022 phase 1 voting: જામનગરમાં એક એનઆરઆઇએ પણ મતદાનમાં ભાગ લઇ લોકશાહી પર્વની ઉજવણી કરી છે. NRI ભરતભાઈ ધોકિયા જામનગરમાં સતત ચાર વખતથી મતદાન કરવા આવે છે.

    જામનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથકોની બહાર લોકોની લાઇનો જોવા મળી રહી છે, ત્યારે જામનગરમાં એક એનઆરઆઇએ પણ મતદાનમાં ભાગ લઇ લોકશાહી પર્વની ઉજવણી કરી છે. NRI ભરતભાઈ ધોકિયા જામનગરમાં સતત ચાર વખતથી મતદાન કરવા આવે છે. 2013થી વિદેશમાં વસતા ભરતભાઈ લોકશાહી પર્વની ઉજવણી ચૂકતા નથી અને ચોક્કસથી મતદાન કરે છે.

    અરબ અમીરાતથી મત આપવા જામનગર આવ્યા

    ગુજરાતમાં ચૂંટણીને પગલે ચૂંટણી પંચ દ્વારા પણ મતદારોને પોતાના મતનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. સાથે જ મતદાન જાગૃતિ માટે વિવિધ કેમ્પેઇન પણ કરવામાં આવતાં હોય છે, ત્યારે આજે પ્રથમ તબક્કાના મતદાનમાં વૃદ્ધો સહિત દિવ્યાંગ અને લગ્ન પહેલા મતદાન કરવા પહોંચેલા યુવક-યુવતી પણ જોવા મળ્યા હતા. આવામાં એનઆઇઆર ભરતભાઇ ધોકિયા યુનાઇટેડ અરબ અમીરાતથી મત આપવા જામનગર આવ્યા છે. તેઓ 2013થી યુનાઈટેડ અરબ અમીરાત કન્ટ્રીમાં વ્યવસાય કરે છે. તેમ છતાં જામનગરમાં સતત 4 મતદાન પ્રસંગે મતદાન કરી ચૂક્યા છે.

    આ પણ વાંચો: નર્મદા: અહીં હજુ નથી પડ્યો એક પણ મત, લોકોએ કર્યો બહિષ્કાર

    હવે 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન


    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજવાનું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 1લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બરના રોજ મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. 1લી ડિસેમ્બરનું મતદાન પૂરું થઈ ગયું છે.

    " isDesktop="true" id="1293109" >
    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Jamnagar News

    विज्ञापन
    विज्ञापन