Home /News /jamnagar /ગુજરાત પોલીસ દ્વારા આપ ઉમેદવાર વિશાલ ત્યાગીની ધરપકડ, માનતા પૂરી કરવા ગયા હતા રાજસ્થાન
ગુજરાત પોલીસ દ્વારા આપ ઉમેદવાર વિશાલ ત્યાગીની ધરપકડ, માનતા પૂરી કરવા ગયા હતા રાજસ્થાન
વિશાલ ત્યાગીની ધરપકડ
AAP candidate Vishal Tyagi: ગુજરાત પોલીસ દ્વારા આપ ઉમેદવારની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે આપ ઉમેદવાર વિશાલ ત્યાગીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. વિશાલ ત્યાગી પોતાની દીકરાની માનતા પૂરી કરવા માટે રાજસ્થાન ગયા હતા.
ગુજરાત: ગુજરાત પોલીસ દ્વારા આપ ઉમેદવારની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે આપ ઉમેદવાર વિશાલ ત્યાગીની રાજસ્થાનથી ધરપકડ કરી છે. જોકે આ મામલે હજી કોઈ પૂષ્ટી કરવામાં આવી નથી કે, વિશાલ ત્યાગીની શા માટે ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વિશાલ ત્યાગી પોતાની દીકરાની માનતા પૂરી કરવા માટે રાજસ્થાન ગયા હતા. ગુજરાત પોલીસે તેમની રાજસ્થાનથી જ ધરપકડ કરી લીધી છે. આ મામલે હજી કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી.
વિશાલ ત્યાગીની કરાઈ ધરપકડ
વિશાલ ત્યાગી જામનગરની 79 - વિધાનસભામાંથી આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે તેમને જામનગરના લોકોનો સકારાત્મક પ્રતિસાદ પણ મળ્યા હતો. પરંતુ કયા મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. વિશાલ ત્યાગી બ્રાહ્મણ સમાજમાં અનેક કાર્યો માટે સારી એવી નામના ધરાવે છે. જેથી આમ આદમી પાર્ટીએ તેમને ટિકિટ આપી હતી.