Kalavad assembly constituency : કાલાવાડ વિધાનસભા બેઠક પર વર્ષ 1985થી 7 ટર્મ સુધી એટલે કે, 35 વર્ષ સુધી આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. તો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી આવતા ગુજરાતના રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા. કાલાવાડ વિધાનસભા બેઠક પર સતત 7 ટર્મથી ચૂંટાઈ આવતા ભાજપને કોંગ્રેસે હારનો સ્વાદ ચખાડ્યો હતો.
Kalavad assembly constituency : કાલાવાડ વિધાનસભા બેઠક પર વર્ષ 1985થી 7 ટર્મ સુધી એટલે કે, 35 વર્ષ સુધી આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. તો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી આવતા ગુજરાતના રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા. કાલાવાડ વિધાનસભા બેઠક પર સતત 7 ટર્મથી ચૂંટાઈ આવતા ભાજપને કોંગ્રેસે હારનો સ્વાદ ચખાડ્યો હતો.
Gujarat Assembly election 2022 : ગુજરાતમાં ચૂંટણીની મોસમ જોશભેર ખીલી રહી છે અને દરરોજ રાજકીય આબોહવામાં નવો જ પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતમાં અઢી દાયકાથી વધારે સમયથી ભાજપનું શાસન છે અને સત્તાવિરોધી લહેર મહત્ત્વનું પરિબળ છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જંગ ફક્ત ભાજપ-કોંગ્રેસ પૂરતો સીમિત નથી, પરંતુ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ આક્રમક તૈયારીઓ કરી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર તમામ લોકોની નજર છે ત્યારે કાલાવાડ વિધાનસભા બેઠકના અગાઉના ચૂંટણી પરિણામ રાજકીય સમીકરણ ઘણા વિચાર માંગી લે એવા છે.
કાલાવાડ વિધાનસભા બેઠક (Kalavad assembly Seat)
ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો આવેલી છે. આ 182 વિધાનસભા બેઠકમાં કાલાવાડ વિધાનસભા બેઠક (Kalavad assembly constituency) 76માં ક્રમાંકે છે, જે અનુસૂચિત જાતિના સભ્ય માટે અનામત રાખવામાં આવી છે. કાલાવાડ વિધાનસભા બેઠક પર વર્ષ 1985થી વર્ષ 2012 સુધી ભાજપનું એકચક્રી શાસન રહ્યું છે.
કાલાવાડ વિધાનસભા બેઠક પર વર્ષ 1985થી 7 ટર્મ સુધી એટલે કે, 35 વર્ષ સુધી આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. તો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી આવતા ગુજરાતના રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા. કાલાવાડ વિધાનસભા બેઠક પર સતત 7 ટર્મથી ચૂંટાઈ આવતા ભાજપને કોંગ્રેસે હારનો સ્વાદ ચખાડ્યો હતો.
વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રવિણભાઈ મુસડીયાએ ભાજપ ઉમેદવાર મુળજીભાઈ ધૈયાદાને હરાવીને જીત મેળવી છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર મેઘજીભાઈ ચાવડાએ કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પરમારને મ્હાત આપી હતી.
વર્ષ
વિજેતા ઉમેદવાર
પક્ષ
2017
પ્રવિણભાઈ મુસડીયા
કોંગ્રેસ
2012
મેઘજીભાઈ ચાવડા
ભાજપ
2007
રણછોડભાઈ ફળદુ
ભાજપ
2002
રણછોડભાઈ ફળદુ
ભાજપ
1998
રણછોડભાઈ ફળદુ
ભાજપ
1995
રાઘવજી પટેલ
ભાજપ
1990
રાઘવજી પટેલ
ભાજપ
1985
કેશુભાઈ પટેલ
ભાજપ
1981 (પેટાચૂંટણી)
ટી. કે. કારાભાઈ
IND
1980
ભીમજીભાઈ પટેલ
IND
1975
ભીમજીભાઈ પટેલ
IND
1972
ભીમજીભાઈ પટેલ
કોંગ્રેસ
1967
બી. બી. પટેલ
કોંગ્રેસ
1962
ભાણજી દુધાગરા
કોંગ્રેસ
જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠક 1962થી 2017 સુધીનું વિધાનસભાનું ચૂંટણી ચિત્ર રોચક રહ્યું છે. નવા સીમાંકન અનુસાર કાલાવડ વિધાનસભા મતવિસ્તારને અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર કરવામાં આવ્યો છે.
વર્ષ 1985માં આ બેઠક પરથી ભાજપના કેશુભાઈ પટેલે કોંગ્રેસના મુંગરા રાઘવજીભાઇને 4,492 મતથી હરાવીને વિજેતા થયા હતા. 1990માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પટેલ રાઘવજી હંસરાજને 44,009 અને કોંગ્રેસના ઉમેદવાર છગનભાઇ પટેલને 12,396 મત મળતા ભાજપના ઉમેદવાર 16,620 મતથી વિજેતા થયા હતાં.
વર્ષ 1995ની વિધાનસભા ચૂંટણીમાં ફરીથી ભાજપના ઉમેદવાર રાઘવજીભાઇ પટેલ તેમના નજીકના હરીફ ઉમેદવાર કોંગ્રેસના સવજીભાઇ વસોયાને 33,633 મતથી હાર આપીને વિજેતા થયા હતાં.
વર્ષ 1998માં ભાજપના ઉમેદવાર આર. સી. ફળદુએ એઆઇઆરજેપીના કાંતાબેન રાઘવજીભાઇ પટેલને 23,398 મતથી હરાવ્યા હતાં. વર્ષ 2002માં યોજાયેલ 10મી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આર. સી. ફળદુને 43,467 અને કોંગ્રેસના ઉમેદવાર ચેતનાબેન વિઠ્ઠલભાઇ રાદડીયાને 40,916 મત મળતા ભાજપના ઉમેદવારનો 2,551 મતથી વિજય થયો હતો.
વર્ષ 2007માં યોજાયેલ 11મી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના આર. સી. ફળદુને 39,497 અને કોંગ્રેસના ઉમેદવાર જશમતભાઇ ઠાકરશીભાઇને 33,225 મત મળતા ભાજપના આર. સી. ફળદુ 6,272 મતથી વિજેતા થયા હતાં.
જામનગર લોકસભા ચૂંટણી
જામનગર લોકસભા બેઠકમાં સાત વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં જામનગર શહેરની ત્રણ બેઠક જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ અને જામનગર ગ્રામ્ય ઉપરાંત કાલાવડ, ખંભાળિયા, દ્વારકા અને જામજોધપુર વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. જામનગરની લોકસભા બેઠકને 'બેલવેધર' સીટ માનવામાં આવે છે.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જામનગર ગ્રામ્ય બેઠક સહિત કાલાવાડ, જામજોધપુર અને ખંભાળિયા એમ 4 બેઠક પર વિજય મેળવ્યો હતો. જામનગર લોકસભા બેઠક પર જ્ઞાતિ-જાતિના સમીકરણોનો ખૂબ જ પ્રભાવ રહ્યો છે.
દેશમાં સંરક્ષણની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતી જામનગર જિલ્લાની લોકસભા બેઠકનો ઈતિહાસ ઘણો રોચક રહ્યો છે.જામનગર લોકસભા બેઠક પર અત્યાર સુધીમાં કોંગ્રેસે આઠ વખત, ભાજપે સાત વખત તથા અન્ય પક્ષોએ બે વાર જીત મેળવી છે.
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 1 લાખ 75 હજાર જેટલા મતોની જંગી સરસાઇ મળી હતી. વર્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર પૂનમ માડમે કોંગ્રેસ ઉમેદવાર મુળુભાઈ કડોરિયાને હરાવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષનાં ઉમેદવારો આહિર સમાજના હોવાથી આ ચૂંટણી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ગત છ વખતના ટ્રેન્ડ પર નજર નાખીએ તો, આ બેઠક પર જે પાર્ટી વિજેતા બને છે, તે કેન્દ્રમાં પોતાની સરકાર બનાવે છે. જામનગર જિલ્લામાં રિલાયન્સ અને એસ્સાર જેવી પેટ્રોલિયમ રિફાઇનરી આવેલી હોવાથી આ જિલ્લાને દેશના 'પેટ્રો-કેપિટલ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
કૃષિમંત્રી રાઘવજી પટેલનો રાજકીય ઈતિહાસ
રાઘવજી પટેલને કેબિનેટ મંત્રી બનાવવામા આવ્યા છે અને તેમને કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગોની ફાળવણી કરવામા આવી છે. હાલમાં તેઓ જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દી વર્ષ 1975માંકોંગ્રેસથી શરૂ કરી હતી પરંતુ, તેઓ એકથી વધુ વાર પક્ષપલટો કરી ચૂક્યા છે. 1975 થી 1982 દરમિયાન ધ્રોલ તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ હતા.
વર્ષ 1985માં કાલાવડ બેઠક પર ભાજપના કેશુભાઈ પટેલ સામે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેમણે ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કર્યો. વર્ષ 1990 અને વર્ષ 1995માં ભાજપ તરફથી કાલાવડ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયાઅને 2 ટર્મ સુધી ધારસભ્ય રહ્યા.