Home /News /jamnagar /Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી જામનગર બેઠક પર 1985થી ભાજપનો દબદબો, જાણો રાજકીય ગણિત
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી જામનગર બેઠક પર 1985થી ભાજપનો દબદબો, જાણો રાજકીય ગણિત
jamnagar south assembly constituency : ગુજરાત ચૂંટણી 2022: આ બેઠક પર 1985થી સતત ભાજપનું એક હથ્થું શાસન છે. જેમાં 1985માં ભાજપના ઉમેદવાર વસંતભાઇ સંઘવીએ કોંગ્રેસના આઇએ કરીમ હાજી અહેમદને હરાવ્યા હતા. અહીંથી આ બેઠક પર ભાજપનો સુવર્ણ યુગ શરૂ થયો હતો. ત્યાર બાદ ભાજપે ક્યારે પાછું વળીને જોયું નથી.
jamnagar south assembly constituency : ગુજરાત ચૂંટણી 2022: આ બેઠક પર 1985થી સતત ભાજપનું એક હથ્થું શાસન છે. જેમાં 1985માં ભાજપના ઉમેદવાર વસંતભાઇ સંઘવીએ કોંગ્રેસના આઇએ કરીમ હાજી અહેમદને હરાવ્યા હતા. અહીંથી આ બેઠક પર ભાજપનો સુવર્ણ યુગ શરૂ થયો હતો. ત્યાર બાદ ભાજપે ક્યારે પાછું વળીને જોયું નથી.
Gujarat Assembly election 2022 : જામનગર આઝાદી પહેલા નવાનગર તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રનું એક રજવાડું હતું. જામનગરની સ્થાપના જામ રાવળના હસ્તે ઇ.સ. 1540માં રંગમતિ અને નાગમતિ નદીઓના કિનારે થઈ હોવાનું ઇતિહાસકારો માને છે. તેથી જ આ પ્રદેશ બહુ જૂનો પણ નહિ, અને બહુ નવો પણ નહિ એવું કહી શકાય. કચ્છમાંથી આવેલા જાડેજા વંશના ક્ષત્રિયોએ કચ્છના કિનારેથી નાનું રણ ઓળંગીને સેના સાથે આવી અહીંના જેઠવા, દેદા, ચાવડા અને વાઢેર શાખાના રાજપુતોને હરાવીને નવાનગર રાજ્યની સ્થાપના કરી હતી. સૌરાષ્ટ્ર પ્રદેશમાં જાડેજાના સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટા રજવાડું રાજ્યો પૈકીનું એક હતું.
જામનગરના રજવાડાની જેમ રાજનૈતિક ઇતિહાસ પણ ઘણો રોચક છે. જામનગરની બેઠકમાં સાત વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં જામનગર શહેરની ત્રણ -ઉત્તર, દક્ષિણ અને ગ્રામ્ય ઉપરાંત કાલાવડ, ખંભાળિયા, દ્વારકા અને જામજોધપુર વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. તેમાં આજે આપણે આ લેખમાં વાત કરીશું જામનગર દક્ષિણ વિધાનસભાના (Jamnagar South assembly seat) મત વિસ્તાર વિશે.
જામનગર દક્ષિણ વિધાનસભા (jamnagar south assembly constituency) વિશે આટલું જાણો
દેવ મંદિરો અને ધાર્મિક સ્થળોના વૈવિધ્યને કારણે છોટીકાશી તરીકે ઓળખાતા જામનગર શહેરમાં એક સમયે સૂર્યઉર્જા દ્વારા સંચાલિત ચિકિત્સા જે દેશભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતું. જામનગર દક્ષિણની સીટ પર સૌથી વધુ પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે.
અંદાજિત 27000 પાટીદાર મતદારો જામનગર દક્ષિણ બેઠકમાં સમાવિષ્ટ છે, જે સીટ પર પૂર્વ કૃષિમંત્રી આર.સી. ફળદુ ધારાસભ્ય છે. ફળદુ પોતે પણ પાટીદાર છે, તેથી પટેલ સમાજની વોટબેંક પર સારી પકડ ધરાવે છે.
જામનગરના ધારાસભ્ય આર.સી. ફળદુ અગાઉ ગુજરાતના બે વાર પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને તેઓ સીધી રીતે ઓળખે છે. ફળદુને સંગઠન અને સરકારનો અનુભવ છે. આ બેઠકમાં શહેરના વોર્ડ નંબર 6, 7, 8,9, 10, 11, 12, 13, 14, 15, 16, 17નો સમાવેશ કરવામાં આવે છે.
આ બેઠક પર 1985થી સતત ભાજપનું એક હથ્થું શાસન છે. જેમાં 1985માં ભાજપના ઉમેદવાર વસંતભાઇ સંઘવીએ કોંગ્રેસના આઇએ કરીમ હાજી અહેમદને હરાવ્યા હતા. અહીંથી આ બેઠક પર ભાજપનો સુવર્ણ યુગ શરૂ થયો હતો. ત્યાર બાદ ભાજપે ક્યારે પાછું વળીને નથી જોયું. વર્ષ 1990માં ભાજપના વસંત સંઘવીએ ફરી જંગી બહુમતી નોંધાવી કોંગ્રેસના એમકે બલોચને હાર આપી હતી. વર્ષ 1995 અને 1998માં સતત બે ટર્મ સુધી ભાજપના પરમાનંદ ખટ્ટરે કોંગ્રેસના વિનોદરાય વસંતને મ્હાત આપી હતી.
જ્યારે વર્ષ 2002થી વર્ષ 2012 (2002-2007-2012) સતત 3 ટર્મ સુધી આ બેઠક પર ભાજપના ઉમેદવાર વસુબેન ત્રિવેદીએ સત્તાનો મોરચો સંભાળ્યો હતો. ત્યાર બાદ 2017ની ચૂંટણીઓ બાદ આ બેઠક ભાજપના રણછોડભાઇ ચનાભાઇ ફળદુ (આરસી ફળદુ)ના હાથમાં આવી હતી.
જામનગર દક્ષિણ બેઠક પર જાતિગત સમીકરણો
આ બેઠકને રાજકારણના દ્રષ્ટિકોણથી નિર્વિવાદ બેઠક માનવામાં આવે છે. વર્ષ 2018ના આંડકાઓ અનુસાર આ બેઠક પર અંદાજીત કુલ મતદારોની સંખ્યા 2,05,752 છે. જેમાં 99,884 મહિલા મતદારો છે, 1,05,866 પુરૂષ મતદારો છે અને 2 અન્ય મતદારો છે.
બીજી તરફ જો જાતિગત સમીકરણો પર નજર કરીએ તો, મુસ્લિમ મતદારો ઉપરાંત એસસી, એસટી મતદારો મહત્વનો ભાગ ભજવે છે. મુસ્લિમ 19.44 ટકા, લેઉવા પટેલ 8.45 ટકા, રાજપૂત 5.83 ટકા, વણિક 6.85 ટકા, એસસી / એસટી 11.32 ટકા, બ્રાહ્મણ 6.97 ટકા અને લોહાણા મતદારો 5.29 ટકા છે. જામનગર દક્ષિણ બેઠક પર ભાજપનું વર્ચસ્વ જોવા મળે છે.
શું છે આ બેઠક પર મુખ્ય સમસ્યાઓ
આ બેઠક પર ટ્રાફિક સમસ્યા ઉપરાંત રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને ગટર જેવી સુવિધાઓના મુદ્દા છવાયેલા રહે છે. જનતાની માંગ આ તમામ સુવિધાઓને વધુ સારી બનાવવાની છે. બીજી બાજુ નર્મદા કેનાલના વિક્ષેપને પગલે પાણીની સમસ્યા અને રખડતા પશુના ત્રાસ જેવી સમસ્યા પણ આ બેઠકમાં છે. જે આ વર્ષે ચૂંટણીમાં મુખ્યા મુદ્દો બની શકે છે.
જામનગર દક્ષિણ વિધાનસભા બેઠર પર વિવાદો
- જામનગરમાં વોર્ડ નં.12ના કોર્પોરેટર અસ્લમ ખીલજીની આગેવાની હેઠળ મુસ્લિમ સમાજના લોકોએ વિશાળ રેલી યોજી સત્તાધીશોને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં ભાજપના પ્રવકતા નુપુર શર્મા અને નવીન જીંદાલ સામે ધાર્મિક લાગણી દુભાવવા સબબ ગુન્હો નોંધી ધરપકડ કરવાની માંગણી કરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે આ મુદ્દે દેશભરમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. નુપુર શર્મા સામે કાર્યવાહીની માંગ અને ભાજપથી મુસ્લિમ પક્ષ નારાજ ચાલી રહ્યો છે. જેની સીધી અસર આ બેઠકની મુસ્લિમ વોટબેંક પર પડી શકે છે. આ તકનો લાભ કોંગ્રેસ કે અન્ય પક્ષ પણ ઉઠાવી શકે છે.
- જામનગરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ વચ્ચે પોસ્ટર યુદ્ધ જામ્યું છે. જામનગરના જાહેર દીવાલો પર ભાજપ દ્વારા કમળની બનાવેલી પ્રતિકૃતિની પાસે જ કોંગ્રેસે ગેસનો બાટલો દોરીને મોંઘવારીનો ઉલ્લેખ કરી ભાજપા પર સીધું જ નિશાન તાક્યું છે,
જામનગર શહેરના જાહેર દીવાલો પર ભાજપ દ્વારા કમળની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. જ્યાં એકાએક રાત્રે ગેસ સિલિન્ડર ચોર આવી તેમાં 350ના ભાવના 950 કરનાર એવો કટાક્ષ સાથેનું પેઇન્ટિંગ કોઈએ કર્યું હતું.
- માજી સાંસદ ચંદ્રેશ પટેલ કે જે જિલ્લા ભાજપના પ્રમુખ છે, તેમના પુત્રવધૂની હત્યા કરવાની વિગતો બહાર આવતાં અને કોંગ્રેસમાંથી પક્ષાંતર કરાવવાની ઘટનાઓ બાદ ભાજપની પ્રતિષ્ઠા ધોવાઈ છે.
જામનગર દક્ષિણ વિધાનસભા બેઠકો પર યોજાયેલ ચૂંટણી સંગ્રામ