Home /News /jamnagar /

Gujarat Assembly Elections 2022: જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ખરાખરીનો જંગ, જાણો રાજકીય ગણિત

Gujarat Assembly Elections 2022: જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ખરાખરીનો જંગ, જાણો રાજકીય ગણિત

ગુજરાત ચૂંટણી 2022: છોટીકાશી તરીકે ઓળખાતા જામનગર શહેરમાં એક સમયે સૂર્યઉર્જા દ્વારા સંચાલિત ચિકિત્સા જે દેશભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતું. જામનગર બેઠક પરથી એક સમયે સૌથી પહેલા મેજર જનરલ મહિપત સિંહજી સંસદ સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

ગુજરાત ચૂંટણી 2022: છોટીકાશી તરીકે ઓળખાતા જામનગર શહેરમાં એક સમયે સૂર્યઉર્જા દ્વારા સંચાલિત ચિકિત્સા જે દેશભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતું. જામનગર બેઠક પરથી એક સમયે સૌથી પહેલા મેજર જનરલ મહિપત સિંહજી સંસદ સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

વધુ જુઓ ...
    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણી આયોગ કોઈપણ સમયે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 150 બેઠકો જીતવાનો દાવો કરનાર ભાજપે 99 બેઠકો જીતી હતી અને કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. ગુજરાતમાં ભાજપ તથા કોંગ્રેસ એમ મુખ્ય બે પક્ષ વચ્ચે સ્પર્ધા રહી છે, પરંતુ વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી પણ ગુજરાતના ચૂંટણી મેદાનમાં ઝંપલાવી રહી છે જેના કારણે જાતિગત મતોનું વધુ વિભાજન થાય તેવી શક્યતા છે. આ કારણોસર સત્તાપક્ષ અને વિપક્ષનું ગણિત ખોરવાઈ શકે છે. અહીં અમે તમને જામનગર ઉત્તર વિધાનસભાની બેઠક પરના રાજકીય સમીકરણો સહિત તમામ માહિતી આપી રહ્યા છીએ.

    દેવ મંદિરો અને ધાર્મિક સ્થળોના વૈવિધ્યને કારણે જામનગર શહેર છોટીકાશી તરીકે ઓળખાય છે. જામનગર શહેરમાં એક સમયે સૂર્યઉર્જા દ્વારા સંચાલિત ચિકિત્સા જે દેશભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતું. આ બેઠક પરથી સૌથી પહેલા મેજર જનરલ મહિપત સિંહજી સંસદસભ્ય તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

    વર્ષ 1949માં દેશ આઝાદ થયો તે સમયે સૌરાષ્ટ્ર સ્ટેટની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ હવાલો જામનગરના રાજવી મહારાજા દિગ્વિજય સિંહજીને સૌ પ્રથમ ગર્વનરનો સોંપવામાં આવ્યો હતો. તેમણે સોમનાથ મંદિર નિર્માણમાં ભરપૂર ફાળો આપ્યો હતો.

    જામનગરની લોકસભા બેઠકમાં સાત વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં જામનગર શહેરના ત્રણ મત વિસ્તાર ઉપરાંત કાલાવડ, ખંભાળિયા, દ્વારકા અને જામજોધપુર વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે.

    જામનગર ઉત્તર વિધાનસભા બેઠક

    જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ગુજરાતની 182 વિધાનસભા બેઠક પૈકી એક છે. 182 વિધાનસભા બેઠકો પૈકી જામનગર ઉત્તર વિધાનસભા બેઠક 78માં ક્રમની બેઠક છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કોંગ્રેસ ઉમેદવાર જીવનભાઈ આહિરને હરાવીને જંગી બહુમતીથી જીત મેળવી હતી.

    હકૂભા તરીકે ઓળખતા કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજા વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રમુખ મુળુભાઇ બેરાને 9448 મતોથી પરાજય આપી વિજયી બન્યા હતાં. જેના પરથી કહી શકાય કે, પક્ષ કોઈપણ હોય પરંતુ હકૂભા સતત બે ટર્મથી આ સીટ પરથી જીતતા આવ્યા છે.

    વર્ષ 2008માં નવા સીમાંકન બાદ જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર વર્ષ 2012 અને 2017માં વિધાનસભા ચૂંટણી યોજવામાં આવી હતી.


















    વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
    2017ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકૂભા)ભાજપ
    2012ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકૂભા)કોંગ્રેસ

    જાતિવાદી સમીકરણ

    જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર કુલ 2,17,775 મતદારો છે, જેમાં 1,04,553 મહિલા મતદારો અને 1,13,222 પુરુષ મતદારો છે. આ બેઠક પર મુસ્લિમ મતદારોની સાથે સાથે લેઉઆ પટેલ અને કડવા પટેલ, SC અને ST મતદારો તથા બ્રાહ્મણ અને વણિક મતદારોનું પ્રભુત્વ વધુ જોવા મળી રહ્યું છે. તો મુસ્લિમ મતદારોની 13.86 ટકા, આહિર સમાજની 5.69 ટકા, SC અને ST મતદારોની 14.92 ટકા સંખ્યા છે.

    વર્ષ 2017માં જામનગર ઉત્તરના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા આ વિસ્તારના મતદાર કોંગ્રેસમાંથી ભાજપ તરફ વળ્યા અને ભાજપની જીત થઇ હતી.

    જામનગર ઉત્તર વિધાનસભા બેઠકના પ્રશ્નો

    જામનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે કોર્પોરેશન અને પોલીસની નિષ્ક્રિય કામગીરી જોવા મળી રહી છે. જામનગર શહેરમાં રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટ, ગટરલાઈનની સુવિધા તથા પાણીના મુદ્દાઓની સમસ્યા જોવા મળી રહી છે. તમામ પક્ષ આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી લડી શકે છે.

    હકૂભાની રાજકીય કારકિર્દીની ચમક

    ભાજપ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા એટલે કે, હકૂભાએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. તેમણે વર્ષ 1999થી વર્ષ 2001 દરમિયાન યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકેની કમાન સંભાળી. વર્ષ 2002થી 2009માં જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પાર્ટી સંગઠનનું કામ કર્યું.

    તેઓ વર્ષ 2005માં જિલ્લા પંચાયત ચૂંટણીમાં વાડીનાર બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા અને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તો વર્ષ 2012માં તેમણે ભાજપના પૂર્વમંત્રી મુળુભાઈ બેરાને હરાવીને પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા.

    વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ધારાસભ્ય રાઘવજી પટેલ અને હકૂભા ભાજપમાં જોડાયા અને વિધાનસભા ચૂંટણી માટે ઊભા રહ્યા. હકૂભાએ આ ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મેળવી હતી.

    વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા હકૂભાને ભાજપમાં મોટુ પદ આપીને મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા હતા અને લોકસભાની સીટને વધુ મજબૂત કરવામાં આવી હતી.

    લોકસભા ચૂંટણીમાં માડમ VS માડમ

    દેશમાં સંરક્ષણની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતી જામનગર જિલ્લાની લોકસભા બેઠકનો ઈતિહાસ ઘણો રોમાંચક રહ્યો છે. જામનગર લોકસભાની બેઠક પર વર્ષ 1962થી 2014 સુધીમાં કોંગ્રેસે આઠ વખત, ભાજપે છ વખત તથા અન્ય પક્ષોએ બે વાર જીત મેળવી છે.

    આહિર સમાજનું પ્રભુત્વ ધરાવતી જામનગર લોકસભા બેઠકના મતદાતાઓનું વલણ પહેલેથી જ કોંગ્રેસ તરફી રહ્યું છે. છેલ્લા કેટલાક દાયકાઓથી આ લોકસભા બેઠક પર માડમ પરિવારનો દબદબો રહ્યો છે.

    વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર પૂનમ માડમે કોંગ્રેસ ઉમેદવાર મુળુભાઈ કડોરિયાને હરાવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારો આહિર સમાજના હોવાથી આ ચૂંટણી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

    વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં માડમ પરિવારના જ બે દિગ્ગજ વચ્ચે જંગ હતો. કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ સામે ભાજપે તેમના જ ભત્રીજી પૂનમ માડમને મેદાનમાં ઉતાર્યા હતા. આ ચૂંટણીમાં મોદી લહેરને કારણે પૂનમ માડમે વિક્રમ માડમને 1 લાખ 75 હજાર જેટલી જંગી લીડથી હરાવ્યા હતા.

    પૂનમ માડમના પિતા હેમંત માડમ વર્ષ 1972થી વર્ષ 1990 સુધી 4 વાર અપક્ષ ઉમેદવારી નોંધાવીને ધારાસભ્ય રહી ચૂક્યા હતા. તેમના દાદા રામભાઇ આહિર પણ ખૂબ જ જાણીતા અગ્રણી હતા. જેથી કહી શકાય કે, જામનગર બેઠક પર માડમ પરિવારની રાજકીય પકડ ખૂબ જ મજબૂત છે.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

    વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |  બાયડ   |  ખંભાળીયા    |   જામનગર દક્ષિણ   |  નારણપુરા   |  વેજલપુર   |
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Jamnagar News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन