Home /News /jamnagar /

Gujarat Election: જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર કોણ મારશે બાજી, જાણો આ બેઠકનો રાજકીય ઈતિહાસ

Gujarat Election: જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર કોણ મારશે બાજી, જાણો આ બેઠકનો રાજકીય ઈતિહાસ

જામનગર વિધાનસભા બેઠક: વર્ષ 2019માં જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલનો 33,022 મતથી વિજય થતા, ભાજપે આ બેઠક ફરી કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી.

જામનગર વિધાનસભા બેઠક: વર્ષ 2019માં જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલનો 33,022 મતથી વિજય થતા, ભાજપે આ બેઠક ફરી કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી.

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ ચોતરફ વાગી રહ્યા છે. ચૂંટણી આયોગ કોઈપણ સમયે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 150 બેઠકો જીતવાનો દાવો કરનાર ભાજપે 99 બેઠકો જીતી હતી અને કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. ગુજરાતમાં ભાજપ તથા કોંગ્રેસ એમ મુખ્ય બે પક્ષ વચ્ચે સ્પર્ધા રહી છે, પરંતુ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તથા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી પણ ચૂંટણીજંગમાં ઝંપલાવી રહી છે. આ કારણોસર સત્તાપક્ષ અને વિપક્ષનું ગણિત ખોરવાઈ શકે છે. આ તમામ રાજકીય તાણાવાણા વચ્ચે આજે અમે તમને જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની જાણકારી આપી રહ્યા છીએ.

    જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક

    જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ગુજરાતની 182 વિધાનસભા બેઠક પૈકી એક છે. 182 વિધાનસભા બેઠકો પૈકી જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક 77મા ક્રમની બેઠક છે. વર્ષ 2019માં જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલનો 33,022 મતથી વિજય થતા, ભાજપે આ બેઠક ફરી કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી.

    વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભભાઇ ધારાવીયાએ ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલને 47.79 વોટના માર્જીનથી પછડાટ આપીને વિજય મેળવ્યો હતો. તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા રાઘવજી પટેલે ભાજપ નેતા રણછોડભાઈ ફળદુને હારનો સ્વાદ ચખાડ્યો હતો અને જીત મેળવી હતી.































































    વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
    2019 (પેટાચૂંટણી)રાઘવજી પટેલભાજપ
    2017વલ્લભભાઇ ધારવીયાકોંગ્રેસ
    2012રાઘવજી પટેલકોંગ્રેસ
    2007લાલજીભાઈ સોલંકીભાજપ
    2002ડૉ.દિનેશ પરમારકોંગ્રેસ
    1998મનહર ઝાલાભાજપ
    1995ડૉ.દિનેશ પરમારકોંગ્રેસ
    1990ડૉ.દિનેશ પરમારJD
    1985ભિમજી હિરાણીકોંગ્રેસ
    1980ભાણજી પરમારકોંગ્રેસ
    1975ભાણજી પરમારકોંગ્રેસ

    પક્ષપલટો કરતા પેટાચૂંટણી યોજાઈ

    વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી સમયે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય વલ્લભભાઇ ધારવીયાએ પક્ષપલટો કરીને કેસરીયો ધારણ કર્યો હતો. વલ્લભભાઇ ધારવીયા ભાજપમાં ભળતાં કોંગ્રેસને મોટો ફટકો પડયો હતો. ત્યારબાદ આ બેઠક ખાલી થઈ જતા જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાઇ હતી.

    આ પેટાચૂંટણીમાં ભાજપ ઉમેદવાર રાઘવજી પટેલ સામે કોંગ્રેસ નેતા જેન્તીભાઈ સભાયા ઊભા રહ્યા હતા. આ પેટા ચૂંટણીમાં કુલ 2,31,588 મતદારોમાંથી 1,50,843 મતદારોએ મતદાન કરતા 65.13 ટકા મતદાન થયું હતું.

    માણાવદર, જામનગર ગ્રામ્ય તથા ધ્રાંગધ્રા બેઠક અગાઉ કોંગ્રેસ પાસે જ હતી. પરંતુ ત્રણેય કોંગી ધારાસભ્યો રાજીનામા આપીને ભાજપમાં જોડાતા પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય સિવાય માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં ભળી ગયા છે.

    લોકસભા ચૂંટણી

    જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તાર જામનગર લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જામનગર ગ્રામ્ય બેઠક સહિત કાલાવાડ, જામજોધપુર અને ખંભાળિયા એમ 4 બેઠક પર વિજય મેળવ્યો હતો.

    પેટા પેટાચૂંટણી પૂર્વે હાલારની 7માંથી 4 વિધાનસભા બેઠક કોંગ્રેસ પાસે હોવા છતાં લોકસભા બેઠક પર કોંગ્રેસનો રકાસ થયો હતો અને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. લોકસભાની બેઠકની મતગણતરીમાં કોંગ્રેસ ઉમેદવાર 25માંથી એકપણ રાઉન્ડમાં લીડ પણ કાપી શક્યા ન હતા.

    મતદારોનું ગણિત

    જામનગર બેઠક પર જ્ઞાતિ-જાતિના સમીકરણોનો ખૂબ જ પ્રભાવ રહ્યો છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 1 લાખ 75 હજાર જેટલા મતોની જંગી સરસાઇ મળી હતી. તો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી આવતા ગુજરાતના રાજકીય સમીકરણો બદલાઈ ગયા હતા. વર્ષ 2017ની જામનગર ગ્રામ્ય વિધાનસભા ચૂંટણીમાં જામનગર ગ્રામ્ય વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 47.79 નોંધાઈ હતી.

    જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર કુલ 1,22,045 પુરૂષ મતદાર અને 1,11,543 સ્ત્રી મતદારો મળી કુલ 2,31,588 મતદારોનો સમાવેશ થાય છે. આ બેઠક પર સૌથી વધુ મુસ્લિમ અને ત્યારબાદ લેઉઆ અને કડવા પટેલ મતદારોની સંખ્યા વધુ છે.

    મુસ્લિમ સમાજના મતદારો 18.42 ટકા, લેઉઆ પટેલના મતદારો 13.98 ટકા, કડવા પટેલના મતદારો 9.19 ટકા, ક્ષત્રિય સમાજના મતદારો 9.14 ટકા અને SC/STના મતદારો 9.01 ટકા છે.

    વલ્લભભાઈ ધારાવીયાના બદલાયા સૂર

    વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી સમયે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય વલ્લભભાઇ ધારવીયા રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘ખરેખર હું કોંગ્રેસમાં જોડાયો ન હતો અને મેં ભાજપ છોડ્યું જ ન હતું.

    ભારતીય જનતા પાર્ટી મારું ગૌત્ર છે, ભાજપમાં રહીને પાયામાંથી મારું ઘડતર થયું છે. લોકસભામાં હું સંગઠનનો અધ્યક્ષ હતો. વિરોધના કારણે હું નારાજ હતો. નારાજગીને કારણે હું કોંગ્રેસમાં પણ નહોતો ગયો અને ભાજપ પણ છોડ્યું ન હતું. જાહેર જીવનનો જીવ છું એટલે મને થયું કે લોકોની સેવા કરવાનો એક મોકો મળશે, જેથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યો.’

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસમાં જોડાયા બાદ ખબર પડી કે, આ પરિવારવાદની પાર્ટી છે. આ પાર્ટી દેશ હિતની કે રાજ્ય હિતની કોઈ વાત નથી કરતી. ભારતીય જનતા પાર્ટીમાં જે સંગઠન શક્તિ છે તેવી કોંગ્રેસમાં નથી.

    મને લાગ્યું કે, કોંગ્રેસમાં રહીને હું દેશ હિતનું કામ નથી કરી રહ્યો. જેથી હું કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયો. સમય સંજોગોના કારણે રાઘવજીભાઈ પટેલ ભાજપમાં ગયા હતા.’

    રાઘવજી પટેલનો રાજકીય ઈતિહાસ

    જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલને કેબિનેટ મંત્રી બનાવવામા આવ્યા છે અને તેમને કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગોની ફાળવણી કરવામા આવી છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દી વર્ષ 1975માં કોંગ્રેસથી શરૂ કરી હતી

    પરંતુ, તેઓ એકથી વધુ વાર પક્ષપલટો કરી ચૂક્યા છે. 1975 થી 1982 દરમિયાન ધ્રોલ તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ હતા. વર્ષ 1985માં કાલાવડ બેઠક પર ભાજપના કેશુભાઈ પટેલ સામે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.

    વર્ષ 1990 અને વર્ષ 1995માં કાલાવડ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને 2 ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા. ત્યારબાદ તેમણે ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કર્યો. વર્ષ 2017માં જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર રાઘવજી પટેલની હાર થઈ હતી. પરંતુ જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાતા તેમાં જીત મેળવી હતી.

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

    વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, જામનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन