Home /News /jamnagar /Ravindra Jadeja: ભારતીય ટીમ માટે અનફિટ જાડેજા પત્નીના પ્રચાર માટે એકદમ ફિટ! રવિન્દ્ર જાડેજા પર થયા સવાલ
Ravindra Jadeja: ભારતીય ટીમ માટે અનફિટ જાડેજા પત્નીના પ્રચાર માટે એકદમ ફિટ! રવિન્દ્ર જાડેજા પર થયા સવાલ
રવિન્દ્ર જાડેજા પર ઉઠ્યા સવાલ
Gujarat Assembly Election 2022: ક્રિકેટમાં અનફિટ રવિન્દ્ર જાડેજા વિધાનસભા ચૂંટણી માટે ધૂમ પ્રચાર કરી રહ્યો છે. ઈજાના કારણે તે ટી20 વર્લ્ડ કપમાંથી બહાર રહ્યો હતો. જો કે જામનગરમાં ભારે પ્રચાર રેલીઓ કરી રહ્યા છે.
Ravindra Jadeja: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ ચૂંટણીમાં જામનગર વિધાનસભા બેઠક પરથી રવિન્દ્ર જાડેજાની પત્ની ચૂંટણી લડી રહ્યા છે. આ દરમિયાન રવિન્દ્ર જાડેજા વિધાનસભાની ચૂંટણીને લઈને ખુબ જ એક્ટિવ જોવા મળે છે. તે પોતાની પત્ની માટે લગાતાર રેલીઓ કરી રહ્યા છે. પરંતુ અત્યારે રવિન્દ્ર જાડેજા પર સવાલો થઈ રહ્યા છે, કારણ કે, બાંગ્લાદેશ સામે આવતા મહિને યોજાનાર વનડે મેચમાંથી તેને અપફિટના કારણે બહાર રાખવામાં આવ્યા છે. પરંતુ ચૂંટણીના પ્રચાર માટે તેઓ એકદમ ફિય કેમ દેખાય છે?
જાડેજા સપ્ટેમ્બરના શરૂઆતથી જ અનપફિટ
મળતી વિગતો પ્રમામે તેમની પત્ની આ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે, તે માટે તેઓ પ્રચાર કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે, જ્યારે આઠ ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવાનું છે. પરંતું જાડેજાને સપ્ટેમ્બરના શરૂઆતથી જ અનપફિટ જાહેર કરવામાં આવી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, એક બિનજરૂરી સાહસિક પ્રવૃત્તિ કરતા તે લપસી ગયો હતો અને તેના ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ કારણે તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી.
મળતી વિગતો પ્રમાણે તેના આવી પ્રવૃતિથી બીસીસીઆઈ પણ નારાજ હતી. ઉલ્લેખનીય છે કે, તેમનો આ ઘાવ ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગયો છે. તે અનફિટ હોવા છતા પણ પોતાની પત્ની માટે રેલીઓ અને પ્રચાર કરી રહ્યો છે. માહિતી પ્રમામે આ ઘાને કારણે તેને ટી20 મેચમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. એટલું જ નહી તે ન્યૂઝિલેન્ડ સામેની ટી20 અને વનડે સિરીઝમાંથી બહાર રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, તેની જગ્યાએ ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને ટીમ ઈન્ડિયા બ્રિગેડમાં સામેલ કરવામાં આવ્યો છે.
આ સાથે સાથે બીજી પણ અગત્યની વાત કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જાડેજાની પત્ની જ નહીં પણ તેની બહેન નયનાબા જાડેજા પણ વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં છે. જો કે, નયનાબા જાડેજા રવિન્દ્ર જાડેજાની વિરોધમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. પ્રચાર કરતી વખતે તે એકબીજાની વિરૂદ્ધ પણ જોવા મળ્યા છે. વિગતો પ્રમાણે નયનાબાએ કોંગ્રેસમાંથી ટિકિટ માગી હતી પરંતુ કોંગ્રેસે તેમને ટિકિટ આપી નથી પરંતુ તેઓ કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યા છે.