Home /News /jamnagar /રણસંગ્રામમાં રાજપૂત VS રાજપૂત: જામનગર ઉત્તર બેઠક પર એક જ સમાજના બે ચહેરા વચ્ચે જંગ

રણસંગ્રામમાં રાજપૂત VS રાજપૂત: જામનગર ઉત્તર બેઠક પર એક જ સમાજના બે ચહેરા વચ્ચે જંગ

જામનગર ઉત્તર બેઠક પર એક જ સમાજના બે ચહેરા વચ્ચે જંગ

Gujarat assembly election 2022: જામનગર ઉત્તર બેઠક, અહીં જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપ તરફથી ઉમેદવાર છે, તો કોંગ્રેસે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાને તક આપી છે.

    કિંજલ કારસરીયા, જામનગર: જામનગર ઉત્તર બેઠક ક્ષત્રિય સામે ક્ષત્રિયનો જંગ જામવાનો છે. અહીં જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપ તરફથી ઉમેદવાર છે, તો કોંગ્રેસે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાને તક આપી છે. હવે સમાજ મહિલા શક્તિ સાથે રહેશે કે વેપારી સાથે, એ જોવું રસપ્રદ રહેશે.

    રિવાબા સ્ત્રી સશક્તિકરણ માટે સક્રિય

    ગુજરાતની જામનગર બેઠક હાલ ઘણી ચર્ચામાં છે. તેનું કારણ અહીંના ઉમેદવારો છે. જામનગર ઉત્તર વિધાનસભામાંથી ભાજપે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. રિવાબા 2029માં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ પાર્ટી જોડાયા હતા. રિવાબા પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે. રિવાબા જાડેજા મૂળ ગુજરાતના રાજકોટના રહેવાસી છે. તેમના પિતા એક ઉદ્યોગપતિ છે. મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરનાર રિવાબા લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેમણે વર્ષ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. રિવાબા પોતે સ્ત્રી સશક્તિકરણ માટે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વિકાસના મુદ્દાને લઈને લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપશે.

    આ પણ વાંચો: ઉમેદવારો આડેધડ ચૂંટણી ખર્ચ નહીં બતાવી શકે, ચાથી લઇને ગુજરાતી થાળીના ભાવ કરાયા નક્કી

    કોણ છે બિપેન્દ્રસિંહ જાડેજા?

    રાજપૂત સમાજ પાસે પસંદગીના બે ઓપ્શન છે. જામનગર 78 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા પોતે વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. બિપેન્દ્રસિંહ જાડેજા હાલ જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે. છેલ્લા ત્રણ દાયકાથી તેઓ કોંગ્રેસમાં સક્રિય છે. હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં મહામંત્રી તરીકેનું પદ ધરાવે છે. બિન વિવાદીત અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા બિપેન્દ્રસિંહ ભૂતકાળમાં એક પણ ચૂંટણી લડ્યા નથી. તેઓ કહી રહ્યા છે કે સમાજ પણ સારા કામ કરવા માટે તક આપશે.

    સમાજ કોને વોટથી વધાવશે?

    જોવા જેવી વાત એ છે કે ભાભી ભાજપમાં છે અને નણંદ કોંગ્રેસમાં. રવિન્દ્ર જાડેજાની બહેન નયના જાડેજા કોંગ્રેસમાંથી ઉમેદવારને જીતાડવા મેદાને પડ્યા છે. કારણ કે તે જામનગર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ પણ છે. એક સમયે એવું પણ લાગતું હતું કે, કોંગ્રેસ જો નયનાબાને જામનગર ઉત્તરથી ટિકિટ આપત તો ભાભી નણંદ વચ્ચે જંગ ખેતલાત. જોકે, નયનાબાનું કહેવું છે કે આ સીટ કોંગ્રેસની છે માટે કોંગ્રેસને જ ફાયદો થશે. બીજી તરફ, રાજકીય વિશેષજ્ઞ માની રહ્યા છે કે રિવાબાએ ગામડે ગામડે કરેલો પ્રચાર અને મહિલા તરીકે તેમની કામગીરીને લોકો અને સમાજ વોટથી વધાવશે.

    જામનગર ઉત્તર - જાતિગત સમીકરણ

    - 2 લાખ 60 હજાર મતદારો
    - આહીર- 18.4 %
    - દલિત- 13.3 %
    - મુસ્લિમ - 12.8 %
    - ક્ષત્રિય-11.1 %

    જામનગર ઉત્તર બેઠક પર એક જ સમાજના બે ચહેરા વચ્ચે જંગ

    - રણસંગ્રામમાં રાજપૂત VS રાજપૂત
    - ભાજપે રિવાબા જાડેજાને આપી ટિકિટ
    - કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજાને બનાવ્યા ઉમેદવાર
    - બન્ને પહેલી વખત લડી રહ્યા છે ચૂંટણી
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bjp gujarat, Gujarat Assembly Election 2022, Jamnagar News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन