Home /News /jamnagar /જામનગરઃ ચાર લાખના દાગીના ભરેલા પર્શને એસટી બસના ડ્રાઈવર-કંડક્ટરે મૂળ માલિકને પરત કર્યું

જામનગરઃ ચાર લાખના દાગીના ભરેલા પર્શને એસટી બસના ડ્રાઈવર-કંડક્ટરે મૂળ માલિકને પરત કર્યું

X
ડ્રાઈવર

ડ્રાઈવર કંડક્ટરની પ્રામાણિક્તા

જામનગર એસટી ડેપોના બસના ડ્રાઈવર-કંડક્ટર છે જેઓએ પોતાની બસમાં બિનવારસી પડેલું લાખો રૂપિયા ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કર્યું હતું. 

જામનગર: આજના મોંઘવારીના યુગમાં લોકોમાં લાલચનું પ્રમાણ વધી ગયું છે. પરંતુ ઘણા ઈમાનદાર લોકો પણ છે. આવા જ એક જામનગર એસટી ડેપોના બસના ડ્રાઈવર-કંડક્ટર છે જેઓએ પોતાની બસમાં બિનવારસી પડેલું લાખો રૂપિયા ભરેલું પર્ષ મૂળ માલિકને પરત કર્યું હતું. પોતાના કિંમતી દાગીના પરત મળતા મહિલા પણ ખુશ ખુશાલ થઈ ગઈ હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે જામનગર એસટી ડેપોના ડ્રાઈવર ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કન્ડક્ટર એન જી વાળા દરરોજની જેમ પોતાના જામનગરથી રાજકોટ અને રાજકોટથી જામનગર આવી રહ્યા હતા ત્યારે રાજકોટથી જામનગર પહોંચ્યા બાદ તમામ મુસાફરો ઉતરી ગયા બાદ બસમાં એક સીટ પર બિનવારસી પર્સ મળી આવ્યું હતું. ત્યારબાદ બંને ડ્રાઈવર-કંડક્ટરે સમય સૂચકતા વાપરી ડેપો મેનેજર ગઢવીનો સંપર્ક કર્યો હતો. સમા પક્ષે આ પર્ષના માલિક મહિલાએ પણ પોતાનું પર્સ ખોવાયું હોવાની ફોન કરી જાણ કરી હતી. ત્યારબાદ st ડેપોના મેનેજર દ્વારા યોગ્ય ખરાઈ કર્યા બાદ બંને ડ્રાઈવર અને કંડક્ટરના હાથે જ એ મહિનાને દાગીના ભરેલું પર્સ સોંપ્યું હતું.
First published:

Tags: Gujarati News News, Jamnagar News, ST Bus