Home /News /jamnagar /Jamnagar: ઈરાન, ઇરાક, પાકિસ્તાનના પક્ષીઓને ઠંડીથી બચાવવા તંત્રએ કર્યું હૂંફાળું કામ

Jamnagar: ઈરાન, ઇરાક, પાકિસ્તાનના પક્ષીઓને ઠંડીથી બચાવવા તંત્રએ કર્યું હૂંફાળું કામ

X
ઠંડીથી

ઠંડીથી અબોલ પશુ પક્ષીઓને રક્ષણ આપવા જામનગરના લાખોટા લેકમાં આવેલ ચીડિયા ઘરમાં જામ

ઠંડીથી અબોલ પશુ પક્ષીઓને રક્ષણ આપવા જામનગરના લાખોટા લેકમાં આવેલ ચીડિયા ઘરમાં જામનગર મનપા તંત્ર દ્વારા ગ્રીન નેટ બાંધવામાં આવી છે.

    Kishor chudasama, Jamnagar: જામનગરમાં ચાર દિવસથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનનો પારો ગગડતો હોવાથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. સતત વધતી ઠંડીથી અબોલ પશુ પક્ષીઓ પણ પરેશાન બની રહ્યા છે. ત્યારે જામનગરના લાખોટા લેકમાં આવેલ ચીડિયા ઘરમાં પક્ષીઓને ઠંડી થી રક્ષણ આપવા માટે પવનને આવતો અટકાવવા જામનગર મનપા તંત્ર દ્વારા પક્ષી ઘરમાં કુંડા અને ગ્રીન નેટ બાંધી ઠંડી રોકવા પ્રયાસ કરાયો છે.

    નેટ બાંધવા ઉપરાંત કુંડા પણ મુકાયા છે જેથી વધુ ઠંડી લાગે તો તે પક્ષીઓ માટીના કુંડામાં આશરો લઈ શકે છે. સામે પક્ષે પૂરતો સૂર્ય પ્રકાશ પક્ષીઓને મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.


    તંત્રના અધિકારીઓએ કહ્યું...

    આ મામલે જામ્યુંકોના કર્મચારી હિરેન સોલંકીએ જણાવ્યું કે દર વર્ષે જે પ્રકારે ઠંડીના પ્રકોપથી પક્ષીઓને બચાવવા આ પ્રકારના આયોજનો કરાતા હોય છે જેના ભાગરૂપે ચીડીયા ઘરમાં પક્ષીઓને ઠંડીથી બચાવવા માટે અગાઉથી જ આયોજન કરવામાં આવતું હોય છે.

    ઈરાન, ઈરાક અને પાકિસ્તાનથી શિયાળાની ઋતુમાં આગમન

    વધુમાં પક્ષીવીદ બીટુભાઈ એ જણાવ્યું કે પક્ષીઓ ઠંડીથી રક્ષણ મેળવવા પોતાના પીછાઓનો ઉપયોગ કરતા હોય છે. ઉપરાંત પક્ષીઓ ઠંડીથી બચવા માટે પક્ષીઓ અનેક પ્રદેશોમાં આવાગમન પણ કરતા હોય છે આવી સ્થિતિમાં જામનગરમાં પણ ઈરાન, ઈરાક અને પાકિસ્તાનથી શિયાળાની ઋતુમાં વિદેશી પક્ષીઓ મહેણાન બનતા હોય છે આમ તો પક્ષીઓના શરીરની રચના જ એવી હોય છે કે તે ઠંડી અને ભારે પવનમાં પણ પોતાનું રક્ષણ ખુદ કરી શકે છે.
    First published:

    Tags: Bird, Local 18, જામનગર