Kishor chudasama,Jamnagar : રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના નામે ખેતરમાં આડેધડ જેર ભળી રહ્યું છે. જેના બેફામ ઉપયોગને પગલે જીવલેણ રોગોનું પણ પ્રમાણ ભયંકર વધી રહ્યું છે. આપણા ઘરે આવતી શાકભાજી કેટલી શુદ્ધ છે તેજાણવું અઘરું બન્યું છે. આથી આજના સમયમાં શુદ્ધ અને સાત્વિક ખોરાકની મોટાપાયે માંગ વધી છે. તેવામાં કોરોના બાદ કિચનગાર્ડન અંગે લોકોમાં જાગૃતતા આવી છે. આવા સમયમાં હવે જામનગરમાં નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા કિચન ગાર્ડનકરવા માટે બિયારણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જામનગરવાસીઓની સ્વાસ્થ્યની જાળવણીના હેતુથી હાનિકારક રસાયણ રહિત તાજા શિયાળુ શાકભાજી પોતાના ઘર આંગણેઉગાડી શકે તે માટે બિયારણ વિતરણ કરાઈ રહ્યું છે. જેને લઈને આખા વર્ષ દરમિયાન ઘરે બેઠા શહેરી પોષણક્ષમ આહાર મળીરહે તે માટે પોતાના ઘરની આસપાસ ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં વિવિધ પ્રકારના શાકભાજી જેમ કે ભીંડા, ટમેટાં, રીંગણાં, મરચાં, વાલોળ, પાપડી, ચોળી, પાલક, ધાણા, કોબીજ, બીટ, ગાજર વગેરેનું વાવેતર કરી શકે તે અંતર્ગત નાયબ બાગાયતનિયામકની કચેરી દ્વારા બિયારણ અને સેન્દ્રીય/ઓર્ગેનિક ખાતરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
શુદ્ધ અને ઓર્ગેનિક શાકભાજીથી સ્વાસ્થયને ફાયદો
શાકભાજીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે તો ઘણી વખત શાકભાજી અને કૃત્રિમ રીતે પણ ઉછેરવામાં આવે છેજેથી તે સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે તેમજ શાકભાજી સાચો સ્વાદ પણ આપણને મળતો નથી અને તેમાં રહેલાં પોષકતત્વો પણ પૂરતા પ્રમાણમાં મળતાં નથી. કિચન ગાર્ડનીંગમાં આપણે જાતે જ તેનો ઉછેર કરીએ છીએ જેથી શુદ્ધ અને ઓર્ગેનિકશાકભાજીનું ઉત્પાદન થાય છે જેનો ફાયદો આપણા સ્વાસ્થ્યને થશે.
કિચન ગાર્ડન કરવા માટે શું ધ્યાન રાખવું?
નાયબ બાગાયત કચેરીના જણાવ્યા પ્રમાણે કિચન ગાર્ડન શરુ કરતા પહેલા કેટલીક જરૂરી માહિતી ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેમકે તમે કયાં વિસ્તારમાં રહો છો, ત્યાં વાતવરણ કેવું છે, ત્યાં સૂર્ય પ્રકાશ કેવો છે. ત્યારબાદ માટીની વ્યવસ્થા કેવી છે, અને ઋતુપ્રમાણે તમે કયાં પ્રકારના પાકનુ વાવેતર કરો છો તે પણ ખાસ જરૂરી છે.
ઇચ્છુક નાગરિકોને સંપર્ક કરવા અનુરોધ
કિચન ગાર્ડન પ્રવૃત્તિમાં રસ ધરાવતા નાગરિકોએ કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ, નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લાસેવા સદન ૦૪, પહેલો માલ, રૂમ નંબર ૪૮, સુભાષ પુલ ખાતે, જામનગર ખાતે રૂબરૂ સંપર્ક કરવા જણાવ્યું છે. વધુ માહિતી માટેફોન નં.૦૨૮૮-૨૫૭૧૫૬૫ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવાયું છે.