Home /News /jamnagar /Jamnagar: જામનગરની એક એવી સરકારી કચેરી કે જ્યાં સમગ્ર સ્ટાફ દિવ્યાંગ યુવક-યુવતી છે, જાણો શું છે કારણ

Jamnagar: જામનગરની એક એવી સરકારી કચેરી કે જ્યાં સમગ્ર સ્ટાફ દિવ્યાંગ યુવક-યુવતી છે, જાણો શું છે કારણ

પોતાની

પોતાની મહેનતથી એક સન્માનનીય જીવન જીવી રહ્યાં છે

આ હોસ્પિટલમાં કામ કરતાં વઘોરા શાંતુબેનનું કહેવું છે કે હું છેલ્લા 14 વર્ષથી જીજી હોસ્પિટલમાં કેસ કાઢવાનું કામ કરું છું. મારા જેવા 11 દિવ્યાંગ ભાઇઓ અને બહેનો છે જેઓ કેસબારી સંભાળી રહ્યાં છીએ

    Sanjay Vaghela, Jamnagar: કહેવાય છે કે જરુરિયાત માનવીને દરેક પરિસ્થિતિમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. મનુષ્ય ધારે તો કઇ પણ કરી શકે છે. આ વાતને સાચી ઠેરવી છે જામનગરમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા દિવ્યાંગ સ્ટાફે. શારીરિક ઉણપ ભલે હોય પરંતુ તેઓએ મનથી હારી નથી. દિવ્યાંગ હોય તો શું થયું સમાજમાં ઓશિયાળું જિવન જીવવા કરતાં આ યુવક-યુવતીઓ પોતાની મહેનતથી એક સન્માનનીય જીવન જીવી રહ્યાં છે. જામનગરમાં સરકારી જીજી હોસ્પિટલમાં કેસ બારીમાં 11 જેટલા દિવ્યાંગ યુવક-યુવતીઓ કેસ કાઢવાનું કામ કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ હોવાને કારણે અહીં દરરોજ એક હજારથી 1500 દર્દીઓ આવે છે, જો કે કેસ બારીમાં કામ કરતાં આ દિવ્યાંગ લોકો સરળતાથી પોતાનું કામ કરી રહ્યાં છે અને રોજગારી મેળવી રહ્યાં છે.

    કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, આ ઉક્તિને સાર્થક કરી છે જામનગરની જાણીતી સરકારી જીજી હોસ્પિટલના કેસબારીના સ્ટાફે. આ હોસ્પિટલની કેસબારીનું સંપૂર્ણ સંચાલન 11 જેટલા દિવ્યાંગ ભાઇઓ-બહેનો સંભાળે છે. અહીં કામ કરતાં વિકલાંગ ભાઇઓ-બહેનોનું કહેવું છે કે અમે ક્યારેય મનથી અમને દિવ્યાંગ સમજતા જ નથી. અહીં આવતા દર્દીઓને બને એટલી મદદ કરવા હંમેશા તૈયાર રહીએ છીએ. આ નોકરી કરીને અમે પરિવાર પર બોજ બનવાને બદલે પરિવારને સપોર્ટ કરીએ છીએ.

    કેસબારીમાં કામ કરતાં તમામ કર્મચારી છે દિવ્યાંગ

    આ હોસ્પિટલમાં કામ કરતાં વઘોરા શાંતુબેનનું કહેવું છે કે હું છેલ્લા 14 વર્ષથી જીજી હોસ્પિટલમાં કેસ કાઢવાનું કામ કરું છું. મારા જેવા 11 દિવ્યાંગ ભાઇઓ અને બહેનો છે જેઓ કેસબારી સંભાળી રહ્યાં છીએ. અમારામાંથી ત્રણ લોકો તો એવા છે જેઓના પરિવારનું ગુજરાત આ નોકરી પર ચાલે છે. આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2008થી નેશનલ એસોશિએશન ફોર બ્લાઇન્ડ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદથી જ અહીં કેસબારી પર કામ કરતાં તમામ કર્મચારીઓ દિવ્યાંગ છે. આ સ્ટાફમાં 7 જેટલી બહેનો પણ છે. કોરોનાના કપરાકાળ દરમિયાન જ્યારે સામાન્ય વ્યક્તિ પણ ઘરની બહાર નીકળતા ડરતો હતો એવા સમયે અમે હોસ્પિટલ આવતા અને સતત આ કામગીરી સાથે જોડાયેલા રહ્યાં અને લોકોની સેવા કરી હતી. આ વિકલાંગ સ્ટાફની સેવા અને નિષ્ઠાને ધ્યાનમાં લઇને અનેક સંસ્થાઓ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો:  ખેડૂતોના માથે આવી મોટી આફત, પળવારમાં ઉભા પાકને બાળી નાંખે છે આ રોગ!

    દિવ્યાંગ પતિ-પત્ની પણ કરે છે અહીં કામ

    જામનગરની સરકારી હોસ્પિટલમાં કેસબારીમાં કામ કરતાં એક પતિ-પત્ની પણ છે, જેઓ બંને દિવ્યાંગ છે પરંતુ મહેનત કરી પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યાં છે. એક દિવ્યાંગની વ્યથા એક દિવ્યાંગ જ સારી રીતે સમજી શકે તેથી બંને પતિ-પત્ની સવારથી સાંજ સુધી કેસબારીમાં કામ કરે છે અને ત્યારબાદ ઘરે જઇને સુખી દાંપત્ય જીવન પણ જીવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે દિવ્યાંગ હોવાથી સમાજમાં અનેક લોકો અમારી સામે દયાભાવથી જોતા, પરંતુ અમે કોઇ પર બોજ બનવા કરતાં અમે મહેનત કરી સારું જીવન જીવી રહ્યાં છીએ.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Jamnagar News, Jamnagar Samachar, જામનગર સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन