Kishor chudasama jamnagar: કદર થયેલી કળા સફળતાના દ્વાર સુધી પહોંચાડે છે. આવું જ બન્યું જામનગરની કેન્દ્રીય વિદ્યાલયમાં આર્ટ ટીચર તરીકે ફરજ બજાવતા શ્વેતાબેન કનેરિયા સાથે. તેઓએ સૌપ્રથમ માત્ર નવરાશના સમયમાં પોતાના ઘરે ભાઈનું લાઈવ પોર્ટ્રેટ બનાવ્યું હતું. જે પોતાને ખૂબ જ ગમ્યું અને ત્યારથી જ તેને આ દિશામાં આગળ વધવાના પ્રોત્સાહન મળ્યું. સમય જતા હાલ તે આબેહૂબ લાઈવ પોર્ટ્રેટ બનાવે છે. જે લોકોને ખૂબ જ પ્રિય પસંદ આવી રહ્યા છે.માત્ર અડધા જ કલાકમાં સ્ક્રેચ બનાવી આપે છે.
400 થી 500 જેટલા લોકોના આબેહૂબ પેન્ટિંગ બનાવ્યા
શ્વેતાબેન કનેરીયાએ અત્યારે સુધીમાં 400 થી 500 જેટલા લોકોના આબેહૂબ પેન્ટિંગ બનાવ્યા છે 2013 થી શરૂ કરેલા આ કામમાં તેમણે અત્યાર સુધીમાં અમિતાભ બચ્ચન, કરિશ્મા કપૂર સહિત અનેક સેલિબ્રિટીઓના લાઈવ પોર્ટ્રેટ બનાવ્યા છે. એટલું જ નહિ હાલ તેઓ ઓર્ડર પ્રમાણે વર્ક કરી રહ્યા છે. જેમાં એક પોટ્રેટ બનાવવાના 500 રૂપિયા સુધીનો ચાર્જ પણ રહે છે.
સૌપ્રથમ માત્ર 200 રૂપિયા જેવો ચાર્જ લેતા હતા. ત્યારબાદ તેમને કળામાં દિવસેને દિવસે વધારો થતો ગયો અને હાલ તેઓ અદભુત અને નયનરમ્ય લાઇવ પોટ્રેટ બનાવતા હોવાથી તેઓ 500 રૂપિયામાં કામ કરી રહ્યા છે. સાથે ટીચર તરીકે તેઓ વિદ્યાર્થીઓને પણ પોતાનામાં પડેલી કળાને લાવવા પ્રોત્સાહન આપી રહ્યા છે.
જામનગરના રણમલ તળાવ ખાતે આવેલ સંગ્રહાલયમાં\"પોટ્રેઇટ એક્શિબિશન\" યોજાઈ રહ્યું છે. જેમાં માદરપટ્ટા કાપડ પર સોનાના વરખ અને પાવડર કલરનો ઉપયોગ કરી બાનાવાયેલ જામ રણજિતસિંહજીનું પોટ્રેઇટ બન્યું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જેમાં અનેક સિનિયર આર્ટીસ્ટ જોડાયા હતા.આ દરમિયાન ઇન્દુભાઇ સોલંકી દ્વારા રવિ વર્મા, એલ.સી.સોની, વોરા ધર્મગુરુ, પ્રમુખસ્વામી મહારાજ, જગદીશ મહારાજ, કબિર આશ્રમ સહીતના પોટ્રેઇટ પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે.
ગીતા રાઠોડ દ્વારા હેપિનેશ પોટ્રેઇટ પ્રદર્શિત કરાયા છે જે મુખ્યત્વે પેપર પર કલર પેન્સિલથી બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત બાતુલ સરોડીવાલા દ્વારા કલર પેન્સિલથી ભગતસિંહનું પોટ્રેઇટ અને ફાતિમા યુશુફ મોદી દ્વારા કેનવાસ પર ડો.એ.પી.જે. અબ્દુલ કલામનું પોટ્રેઇટ બનાવાયુ છે સ્વેતા કનેરીયા અને દીપા કિશોર દ્વારા પેન્સિલ પોટ્રેઇટ સ્કેચના માધ્યમથી બનાવ્યુ છે. પુરાતત્વીય સંગ્રહાલય, જામનગરના ક્યુરેટર ડૉ.ધીરજ વાય. ચૌધરી ખાસ આયોજન કરાયુ હતું.