Home /News /jamnagar /Jamnagar: ચોમાસામાં વૃક્ષ ધરાશાયી, શોર્ટ સર્કિટ સહિતની ઇમરજન્સીમાં અહીંથી મેળવો તાત્કાલિક મદદ

Jamnagar: ચોમાસામાં વૃક્ષ ધરાશાયી, શોર્ટ સર્કિટ સહિતની ઇમરજન્સીમાં અહીંથી મેળવો તાત્કાલિક મદદ

જામનગર મહાનગરપાલિકા

આજના ટેક્નોલોજીના સમયમાં દરેક સમસ્યા માટે સરકારી કચેરીએથી ધક્કો ખાવાની જરૂર રહેતી નથી. તમેં માત્ર મોબાઈલ ફોન (Help line number) ની મદદથી ઘરબેઠાં ફરિયાદ નોંધાવી શકો છો. 

    Sanjay Vaghela, Jamnagar: ચોમાસાની સીઝન (Monsoon Season) શરુ થઇ ચુકી છે, વરસાદની આ ઋતુ દરમિયાન પાણી ભરાવાથી લઈને વૃક્ષો પડી જવા, શોર્ટ સર્કિટ સહીતની સમસ્યાઓ સર્જાતી હોય છે.શહેરમાં તમામ સમસ્યાઓ માટે જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation)દ્વારા વિવિધ વિભાગો કાર્યરત હોયછે.જેઓને ફરિયાદ મળતા જ તેના પરઅધિકારીઓ કામગીરી કરે છે. જો કે આજના ટેક્નોલોજીના સમયમાં દરેક સમસ્યા માટે સરકારી કચેરીએથી ધક્કો ખાવાની જરૂર રહેતી નથી. તમેં માત્ર મોબાઈલ ફોન (Help line number) ની મદદથી ઘરબેઠાં ફરિયાદ નોંધાવી શકો છો.જામનગર મહાનગરપાલિકામાં તમારે કોઈ ફરિયાદ હોય તો કયાં નંબર પર સંપર્ક કરવો, કેવી રીતે સંપર્ક કરવો, વિવિધ શાખાઓના નંબર શું છે, આવો વિગતે જાણીએ.

    ચોમાસાની સીઝન દરમિયાન સૌથી વધુ ફરિયાદ ભૂગર્ભ ગટરની મળતી હોયછે. વરસાદનું પાણી ભરાઈ જવાથી આ સમસ્યા સર્જાતી હોયછેત્યારે હાલમાં જ જામનગર મહાનગરપાલિકાએ ઝોન પ્રમાણે ભૂગર્ભ ગટરની સમસ્યાની ફરિયાદ માટે ઝોન પ્રમાણે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા છે. જેમાં નીચે મુજબ તસ્વીરમાં આપ જોઈ શકો છો.

    જામનગર મહાનગરપાલિકાને લગતી તમામ સમસ્યા માટે એક કોમન હેલ્પ લાઈન નંબર આપવામાં આવ્યા છે જે 24 કલાક અને સપ્તાહના સાતેય દિવસ કાર્યરત હોઈ છે. શહેરવાસીઓ ફોન નંબર - 0288-2550131 પર અથવા ટોલફ્રી નંબર 1800 233 0131 પર સંપર્ક કરી શકો છો.

    જામનગર મહાનગરપાલિકા પાલિકાના જનસંપર્ક વિભાગ કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલો છે, જ્યાં લોકો માહિતી મેળવી શકે છે. જો કે ઘર બેઠાં કોઈ ફરિયાદ નોંધાવી હોયતો ઉપર જણાવ્યા પ્રમાણેના ફોન નંબર પર ફરિયાદ કરી શકો છો. આ નંબર પર ફોન કર્યા બાદ તમારી પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવે છે.આ ફરિયાદ નોંધી લીધા બાદ તમને ફોન નંબર પર એક પાંચ આંકડાનો ફરિયાદ નંબર આવી જશે. ફરિયાદ નોંધાવ્યા બાદ 24 કલાકનો સમય આપવામાં આવે છે. જો 24 કલાકની અંદર ફરિયાદનું નિવારણ ન આવે તો તમારે કચેરીએથી જેતે શાખાનો રૂબરૂ સંપર્ક કરવાનો હોયછે.

    જામનગર મહાનગરપાલિકામાં અનેક શાખાઓ કાર્યરત છે, જેમ કે ભૂગર્ભ શાખા, એસ્ટેટ શાખા સહીતની તમામ કામગીરી માટે તમે ઓનલાઇન વેબસાઈટ https://www.mcjamnagar.com/Home.aspx પરથી તમામ માહિતી મેળવી શકો છો

    જેમકે,  https://www.mcjamnagar.com/Corporation/AdministrativeWing.aspx?SID=CORP પર ક્લિક કરી અધિકારીઓની માહિતી મેળવી શકો છો.

    આ સિવાય થોડા સમય પહેલા જ જામનગર મહાનગરપાલિકાએ ચોમાસા દરમિયાન શહેરમાં કોઈ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે ખાસ ફ્લડ કંટ્રોલ રૂમ સહારે કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકામાં આવેલા ફાયર વિભાગમાં આ ફ્લડ કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. આ ફ્લડ કંટ્રોલ રૂમ વાવાઝોડા, પુર સહિતની સ્થિતિમાં લોકોને જરૂરી મદદ મળી રહે તે માટે જામનગર શહેરના ફાયર વિભાગ ખાતે ફલડ કન્ટ્રોલ રૂમ નવા નંબરો સાથે શરુ કરવામાં આવ્યો છે,

    ફલડ કંટ્રોલ ખાતે રાઉન્ડ ધ કલોક 3 સીફ્ટમાં સવારે 6:00 કલાકથી બપોરના 2:00 કલાક સુધી, બપોરના 2:00 કલાકથી રાત્રીના 10:00 કલાક સુધી તથા રાત્રીના 10:00 કલાકથી સવારના 6:00 કલાક સુધી એક એન્જિનીયર, એક કલાર્ક તથા એક પટ્ટાવાળાની ફરજ ફાળવણી તા.1/6/2022 થી તા.30/11/2022 સુધી કરવામાં આવેલ છે તથા ભારે વરસાદ વાવાઝોડાની પરિસ્થિતિમાં.

    આ વર્ષે ચોમાસા દરમિયાન શહેરની કોઈપણ સોસાયટીમાં પૂર કે મુશ્કેલી સર્જાય તો તુરંત ફ્લડ કંટ્રોલ રૂમનો સંપર્કમાં કરવો, જે માટે ફોન નંબર, 0288- 2770515 (ફલડ કંટ્રોલ રૂમ), 0288-2672208 (ફાયર કંટ્રોલ રૂમ), 9099824101, 9099112101 છે. આ નંબર પર ફોન કર્યા બાદ ટીમ દ્વારા તુરંત એક્સન લેવામાં આવશે.
    Published by:Azhar Patangwala
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन