Kishor chudasama, Jamnagar: જામનગરના ન્યુ ડેન્ટલ વિસ્તારમાં રહેતા હેનલ હાર્દિકભાઈ મોઢા ન્યૂયોર્કની સ્ટોની બૃહ યુનિવર્સિટીમાં જીયોલોજીકલ રિસર્ચ માટે પસંદગી થઈ છે. દેશના જૂજ લોકોના ફાળે આ સિદ્ધિ આવે છે. જેમાં હવે જામનગરના હેનલબેનનું નામ ઉમેરાયું છે. હેનલબેને ચંદ્ર પર રિસર્ચમાં પીએચડી કર્યું છે. જે હવે નાસાના ડેટાના આધારે ચંદ્રની જમીન પર કેવા ખનીજ તત્વો છે તે અંગે સંશોધન કરશે. ન્યુયોર્કની સ્ટોની બ્રુક યુનિવર્સિટી દ્વારા વિશ્વભરમાં રિસર્ચ કરતા પી.એચ.ડી. કરેલા ટોચના લોકોની પસંદગી કરવામાં આવે છે. જેમાં જામનગરના ડો.હેનલબેન મોઢા સિલેક્ટ થયા છે.
અગાઉ ડો. હેનલ ચંદ્રયાન 2.0 મિશનમાં જોડાયા
જામનગરના ડો. હેનલએ જણાવ્યું કે તેઓ અગાઉ ચંદ્રયાન 2.0 મિશનમાં જોડાયા હતા. વધુમાં ઇસરોના સંયોજનથી ગુજરાત યુનવર્સિટીમાંથી ચંદ્રના સૌથી મોટા 400 કિલોમીટરના વિશાળ જ્વાળામુખી ઉત્પતિ અંગે રિસર્ચ કરવામાં પણ તેઓ સફળ રહ્યા છે. વધુમાં ચંદ્રમાંથી ઉત્પન્ન થતા જ્વાળામુખીમાં કેટલા ખનીજતત્તવો આવે છે. જે અંગેના રિસર્ચમાં મેગ્નેશયમ,આર્યન, ટીટેનિયમ અને ઓક્સિજન જેવા ખનીજ તત્વો જોવા મળતા હોવાનું તેમના સંશોધનમાં સામે આવ્યું છે.વધુમાં ચંદ્ર પર 400 કિમીનો લાર્જેસ્ટ જ્વાળામુખી પણ છે. આ સિવાય 176 ડોમ ડુંગરો આવેલા છે. ઉપરાંત ત્રણ વર્ષની રિસર્ચ કારકિર્દી દરમિયાન ડો. હેનલ મોઢાએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રિસર્ચ સંશોધનો રજૂ કર્યા છે.
તેઓ નાશા એલારો મિશનલ્યુનર રેકોનાન્સ ઓર્બિટરના ડેટાથી સંશોધન માટે પસંદગી પામ્યા છે. આગામી જાન્યુઆરી માસથી ડો. હેનલબેન સ્પેશ્યલ એક્સચેન્જ વિઝીટર વિઝાથી મહત્વના સંશોધન માટે ન્યૂયોર્ક જશે. જ્યા ખાસ ગાઈડ સાથે એક નવું જ સંશોધન સોંપવામાં આવશે.
ડો. હેનલએ જણાવ્યું કે અભ્યાસકાળ દરમિયાન પૃથ્વી સહિતના ગ્રહોમાં કેવી પ્રક્રિયા થાય છે તે ટેકસબુકમાં જોયા બાદ જ જાણવાની જંખના જાગી હતી. ત્યારબાદ અર્થ સાઇન્સના અભ્યાસમાં પુથ્વી કઈ સ્થિતિમાં છે અને તેની પ્રક્રિયા શુ હોય છે તે જાણ્યું ત્યારબાદ અર્થ આવો છે તો મુન કેવો હશે. તે જાણવાની ઉત્સુકતા જાગી હતી. જેને લઈને ઇસરોના માર્ગદર્શન અને ફેમેલીના સપોર્ટથી ચંદ્રયાનમાં ભાગ લીધો હતો.
ડો. હેનલએ મહિલાઓને આપ્યો આ સંદેશ
ડો. હેનલએ મહિલાઓને સંદેશો આપતા જણાવ્યું હતુ કે લગ્ન બાદ મહિલાઓ પોતાના કરિયરને છોડી દેતી હોય છે એવું ન કરતા મહિલાઓએ પરિવાર અને કરિયર બન્નેને બેલેન્સ વેમાં જાળવવું જોઈએ. બીજી બાજુ પરિવારજનોએ પણ દરેક મહિલાને સપોર્ટ કરવો જોઈએ. જો મહિલાઓને પૂરતી સ્પેશ આપવામાં આવે તો માત્ર ઘર જ નહીં પુરા સમાજ માટે ઉપયોગી નીવડશે.