Home /News /jamnagar /Jamnagar: અહીં માત્ર પાંચ રૂપિયામાં મળે છે ભરપેટ ભોજન, દરરોજ 1200 લોકોને જમાડે છે આ સંસ્થા

Jamnagar: અહીં માત્ર પાંચ રૂપિયામાં મળે છે ભરપેટ ભોજન, દરરોજ 1200 લોકોને જમાડે છે આ સંસ્થા

ભૂખ્યાને

ભૂખ્યાને ભરપેટ ભોજન કરાવે છે આ સંસ્થા

જામનગરમાં ગુરુ ગોબિન્દસિંહ સરકારી હોસ્પિટલની બાજુમાં શ્રી ગંગામાતા ચેરિટેબલ ટ્રસ્ટ આવેલું છે. આ ટ્રસ્ટનું એક જ ધ્યેય છે કે ભૂખ્યાઓને ભરપેટ ભોજન કરવાવવું

    Sanjay Vaghela, Jamnagar: વિશ્વમાં આજે કરોડો લોકો એવા છે જેઓને એક ટકનું ભોજન મળતું નથી, આવા લોકો માટે સેવાભાવી અનેક સંસ્થાઓ મદદનો હાથ લંબાવી આગળ આવી જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી રહી છે. આવી સંસ્થાઓ જામનગરમાં પણ આવેલી છે. જામનગરમાં આમતો અનેક સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે, જેઓ વિવિધ રીતે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડે છે, તેમાં ગંગારામ ચેરિટેબલ ટ્રસ્ટનો પણ સમાવેશ થાય છે. આ સંસ્થા જામનગરમાં છેલ્લા 35 વર્ષથી ભૂખ્યાઓને બે ટકનું ભોજન કરાવે છે. એક ટિફિનના તેઓ પાંચ રૂપિયા ટોકન તરીકે પાંચ રૂપિયા સ્વીકારે છે. આ સંસ્થા દ્વારા આજદીન સુધી કોઈ દાતા પાસે એક રૂપિયાનું દાન માંગ્યું નથી.

    જામનગરમાં ગુરુ ગોબિન્દસિંહ સરકારી હોસ્પિટલની બાજુમાં શ્રી ગંગામાતા ચેરિટેબલ ટ્રસ્ટ આવેલું છે. આ ટ્રસ્ટનું એક જ ધ્યેય છે કે ભૂખ્યાઓને ભરપેટ ભોજન કરવાવવું. આ સંસ્થામાં જરૂરિયાતમંદ લોકોને બે ટકના ભોજનનું ટિફિન આપવામાં આવે છે. એક ટિફિનના પાંચ રૂપિયા લેવામાં આવે છે. આમ તો આ સંસ્થા ફ્રીમાં જ જમાડે છે પરંતુ જરૂરિયાતમંદ લોકોનું સ્વમાન જળવાય રહે તે માટે પાંચ રૂપિયા ટોકલ લેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પાસે ટોકનના પૈસા ન હોઈ તો પણ તેઓને અહીંથી ખાલી હાથ જવા દેવામાં આવતો નથી. શરૂઆતમાં બે લોકોને જમાડતા હતાં, આજે આ ટ્રસ્ટ દ્વારા દરરોજ 1000થી 1200 લોકો બે ટાઈમનું ભોજન આપવામાં આવે છે. સવારે 11:30થી બપોરના 2 વાગ્યાં સુધી અને સાંજે 6 વાગ્યાંથી 7:30 વાગ્યાં સુધી જમવાનું આપવામાં આવે છે.

    આ પણ વાંચો: 'ખિસકોલીને છે કોમ્પ્યુટર લેવું' આ શિક્ષકને જોઈને બાળકો કેમ થઇ જાય છે ખુશ!

    જામનગર શહેરમાં વસતા મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો આ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતું ભોજન કરે છે. એટલું જ નહીં શહેરમાં અનેક એવા નિરાધાર, વિધવા કે ગરીબ લોકો છે જેઓને બે ટકનું ભોજન મળતું નથી, આવા 200થી વધુ લોકોને ગંગામાતા ચેરિટેબલ ટ્રસ્ટના લોકો ઘરે જઈને બપોર અને સાંજનું જમવાનું આપવા જાય છે. આ કામ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 35 વર્ષથી કરવામાં આવે છે. એટલું જ નહીં જામનગર શહેરની બહાર રહેતા 53 જેટલાં જરૂરિયાતમંદ કુટુંબને એક મહિનો ચાલે તેટલું રાશન આ સંસ્થા દ્વારા પહોંચાડવામાં આવે છે.

    દાતાઓ સામેથી દાન આપી જાય છે

    શ્રી ગંગામાતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ક્યારેય કોઈ પાસે મદદ માંગી નથી, દાતાઓ સામે ચાલીને ટ્રસ્ટની ઓફિસે 500 રૂપિયાથી લઈને 50 હજારનું દાન આપી જાય છે. જયારે ન્યુઝ18 લોકલની ટીમ આ ટ્રસ્ટની મુલાકાત લેવા પહોંચી ત્યારે જ એક મોટી ઉંમરના દાદા દાન કરવા આવ્યા હતા, તેઓએ જણાવ્યું કે અમેરિકા રહેતી દીકરીની દીકરીનો જન્મદિવસ હોવાથી મે 25 હજારનું દાન કર્યું છે. હું અવાર નવાર અહીં દાન કરવા આવતો રહુ છું, આ સંસ્થા ખુબ જ સારુ કામ કરી રહી છે.

    શ્રી ગંગામાતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂખ્યાને ભોજન કરાવવાની સાથે સાથે અન્ય કેટલીક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેમ કે વિધવા અને જરૂરિયાતમંદ બહેનો માટે સીવણ ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે, જે બહેનો સીવણ શીખી ગયાં બાદ મશીન પણ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. આ સિવાય હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જરૂરિયાતના સાધનો પણ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે.
    First published:

    Tags: Jamnagar News, જામનગર સમાચાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन