Home /News /jamnagar /Jamnagar: એક પણ પ્રકારની ભેળસેળ વગર બનતાં આ ફ્રૂટ જ્યુસ છે સ્વસ્થ્ય માટે બુસ્ટર ડોઝ!

Jamnagar: એક પણ પ્રકારની ભેળસેળ વગર બનતાં આ ફ્રૂટ જ્યુસ છે સ્વસ્થ્ય માટે બુસ્ટર ડોઝ!

X
અહીં

અહીં કોઇપણ જાતની મિલાવત વગત જ્યુસ તૈયાર કરવામાં આવે છે.

જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર બે વિસ્તારમાં આવેલ ફ્રેશ ફ્રેશ નામની જ્યુસની શોપમાં 100 ટકા નેચરલ જ્યુસ મળે છે.

    Kishor chudasama jamnagar: જામનગરમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનના દિવસો હવે બહુ નજીક છે ત્યારે ઉનાળામાં જ્યુસ અને ઠંડા પીનાની મોટાભાઈ માંગ રહેતી હોય છે આવી સ્થિતિમાં જામનગરમાં આવેલ ફ્રેશ ફ્રેશ નામની જ્યુસની શોપમા 100 ટકા પ્યુર અને નેચરલ ફ્રૂટ જ્યુસનું વેચાણ કરવામાં આવે છે. જેમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો જયુઝ પીવા માટે આવે છે આ ફ્રૂટ જયુઝ સ્વાસ્થ્યની બાબતમાં પણ ખૂબ જ લાભદાયી હોવાનો દાવો કરવામાં આવે છે.

    100 ટકા નેચરલ જ્યુસ

    હીર જટાણીયાએ જણાવ્યું કે જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર બે વિસ્તારમાં આવેલ ફ્રેશ ફ્રેશ નામની જ્યુસની શોપ જેમાં કોઈપણ જાતના કેમિકલ કે એડિબલ સુગર તેમજ મિક્સ વગર પ્યોર નેચરલ જ્યુસ બનાવવામાં આવે છે. જ્યુસની સાથે ફ્રૂટ ડિશ ઉપરાંત અનેક ઓપશન્સ પણ મળે છે. આ તમામ વસ્તુઓમાં કોઈ પણ જાતનું મીક્ષણ કરવામાં ન આવતું હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે. સ્વાસ્થ્ય માટે ઉપયોગી આ જ્યુસની મોજ માણવા અનેક લોકો આવે છે.



    જેમાં ખાસ હેલ્થ કોન્સીયસ અને ડાયટ ફોલો કરતા લોકો ઉપરાંત મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓની વધુ ઘરાકી જોવા મળે છે. આ શોપનો મિક્સ બેરી અને ઓરેન્જ પાઈનેપલ જ્યુસ ગ્રાહકો માટે ખૂબ જ ફેવરેટ છે.

    ફળોનું જ્યુસ છે સ્વાસ્થ્ય માટે ઉપયોગી

    ઉનાળામાં લગભગ તમામ લોકો જ્યુસ પીવુ પસંદ કરતા હોય છે. જ્યુસ પીવુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ઉપરાંત ઉનાળાની ગરમીમા રાહતરૂપ પણ સાબિત થતું હોય છે. આખા ફળો આરોગવા એ તો શરીર માટે અઢળક ફાયદાકારક હોય છે પરંતું ફળોનો રસ પણ ઘણી રીતે સ્વાસ્થ્ય માટેઉપયોગી નિવડતો હોય છે. ફળોના જ્યુસમા વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વો ભરપૂર હોવાથી શરીરની અનેક ખામીઓ દૂર થઈ શકે છે.
    First published:

    Tags: Local 18, જામનગર