Home /News /jamnagar /

Jamnagar: 'હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત' જામનગરમાં નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન

Jamnagar: 'હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત' જામનગરમાં નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન

'હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત' જામનગરમાં નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન

જામનગર: યોગ એ ભારતની સમૃદ્ધ અને મહાન સાંસ્કૃતિક વિરાસત છે. જેનો પરિચય વિશ્વને આજના મહામારીના સમયમાં થઇ ચુક્યો છે. ખાસ કરીને કોરોનાકાળ દરમ્યાન યોગ રામબાણ સાબિત થયો છે, આપણી યોગકલા આજે વિશ્વ કક્ષાએ પહોંચી ચુકી છે.

    જામનગર: યોગ એ ભારતની સમૃદ્ધ અને મહાન સાંસ્કૃતિક વિરાસત છે. જેનો પરિચય વિશ્વને આજના મહામારીના સમયમાં થઇ ચુક્યો છે. ખાસ કરીને કોરોનાકાળ દરમ્યાન યોગ રામબાણ સાબિત થયો છે, આપણી યોગકલા આજે વિશ્વ કક્ષાએ પહોંચી ચુકી છે. જેની ફલશ્રુતિ સ્વરૂપે UNO દ્વારા 21 જુનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે.

    જામનગર જિલ્લામાં આગામી તા.29 મેના રોજ નિઃશુલ્ક યોગ મહા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

    21 જૂન, 2019ના રોજ રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત, ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો એકમાત્ર ઉદ્દેશ છે : 'હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત...' આજે મહત્તમ લોકો યોગ સાથે જોડાઈને તંદુરસ્ત જીવનશૈલી અપનાવે, તેવા ઉત્કૃષ્ટ ઉદ્દેશ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક યોગ મહાશિબિરનું જામનગર જિલ્લા ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લામાં આગામી તા.29 મેના રોજ નિઃશુલ્ક યોગ મહા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિઃશુલ્ક યોગ મહા શિબિરમાં યોગ અને આયુર્વેદ જેવા વિષયો પર નાગરિકોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.

    નિઃશુલ્ક યોગ શિબિરમાં જોડાવા ઈચ્છતા શહેરીજનોએ 7290876876 મોબાઈલ નંબર પર મિસકોલ કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

    આ ખાસ આયોજન હેઠળ 2 પ્રકારે કાર્યક્રમો યોજાશે. જેમાં પ્રથમ દિવસે તારીખ 28 મેના રોજ, બપોરે 3:30થી 6:00 કલાક દરમિયાન 'યોગ પે ચર્ચા' કાર્યક્રમનું આયોજન ધન્વંતરિ ઓડિટોરિયમ હોલ, DKV કોલેજ સર્કલ, જામનગર ખાતે કરવામાં આવ્યું છે. જયારે તા. 29 મે ના રોજ સવારે 5:30થી 7:30 દરમિયાન 'નિઃશુલ્ક મહા યોગ શિબિર'નું ક્રિકેટ બંગલો, જિલ્લા પંચાયત, લાલ બંગલા પાસે આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિરનું સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ નિઃશુલ્ક યોગ શિબિરમાં જોડાવા ઈચ્છતા શહેરીજનોએ 7290876876 મોબાઈલ નંબર પર મિસકોલ કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

    આ પણ વાંચો: કમ્પ્યુટર એન્જિનિયર બનવા માટે શું કરશો ?કઈ કઈ કોલેજમાં મળી શકે છે એડમિશન

    જામનગરની જાહેર જનતાને આ નિઃશુલ્ક મહાયોગ શિબિરનો મહત્તમ લાભ લેવા અનુરોધ.

    ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કાર્યકર્તાઓ આ ખાસ શિબિરના પ્રચાર પ્રસાર અર્થે જામનગરમાં હાલ કામગીરી બજાવી રહ્યા છે. જામનગરના નાગરિકો આ યોગ શિબિરને સફળ બનાવવા માટે બહોળો પ્રતિસાદ અને સાથ- સહકાર આપે તે આવશ્યક છે. જામનગરની જાહેર જનતાને આ નિઃશુલ્ક મહાયોગ શિબિરનો મહત્તમ લાભ લેવા અને સ્વાસ્થ્યલક્ષી લાભો મેળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Jamnagar City, જામનગર

    આગામી સમાચાર