બીમારી પ્રમાણે દર્દીઓનું ભોજન તૈયાર કરવામાં આવે છે
આ રસોડામાં તૈયાર થતું ભોજન (Free food in Jamnagar) દર્દીઓ માટે બનતું હોવાથી તેની શુદ્ધ અને સાત્વિકતા જાળવવી ફરજીયાત હોય છે. આથી બીમારી પ્રમાણે દર્દીઓનું ભોજન તૈયાર કરવામાં આવે છે, જે જીજી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા જણાવવામાં આવેલું હોય છે
Sanjay Vaghela, Jamnagar: જામનગરમાં આવેલા રસોડા વિભાગનું સંચાલન ડૉ. વસાવડા કરે છે, તથા ડાયટીશીયન નયના ચુડાસમાની દેખરેખમાં દર્દીઓનું ભોજન તૈયાર કરવામાં આવે છે. આ રસોડામાં 12થી 15 વ્યક્તિ કોન્ટ્રાકટ બેઝ પર રસોઈ તૈયાર કરવાનું કામ કરે છે. એટલું જ નહીં આ રસોડામાં તૈયાર કરવામાં આવેલી તમામ રસોઈ પહેલા નયનાબેન ટેસ્ટ કર્યા બાદ જ દર્દીઓને આપવામાં આવે છે. રસોડામાં દરરોજ ત્રણ ટાઈમનું ભોજન (Free food in Jamnagar) કરવામાં આવે છે જેમાં સાવરે દૂધ, રોટલી, ફ્રૂટ્સ તથા અન્ય નાસ્તો આપવામાં આવે છે.
ડાયટીશીયનના સુપરવિઝનમાં તૈયાર થાય છે ભોજન
જામનગરમાં આવેલા રસોડા વિભાગનું સંચાલન ડૉ. વસાવડા કરે છે, તથા ડાયટીશીયન નયના ચુડાસમાની દેખરેખમાં દર્દીઓનું ભોજન તૈયાર કરવામાં આવે છે. આ રસોડામાં 12થી 15 વ્યક્તિ કોન્ટ્રાકટ બેઝ પર રસોઈ તૈયાર કરવાનું કામ કરે છે. એટલું જ નહીં આ રસોડામાં તૈયાર કરવામાં આવેલી તમામ રસોઈ પહેલા નયનાબેન ટેસ્ટ કર્યા બાદ જ દર્દીઓને આપવામાં આવે છે. રસોડામાં દરરોજ ત્રણ ટાઈમનું ભોજન કરવામાં આવે છે જેમાં સાવરે દૂધ, રોટલી, ફ્રૂટ્સ તથા અન્ય નાસ્તો આપવામાં આવે છે.
ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે મેન્યુ તૈયાર કરવામાં આવે છે
આ રસોડામાં તૈયાર થતું ભોજન દર્દીઓ માટે બનતું હોવાથી તેની શુદ્ધ અને સાત્વિકતા જાળવવી ફરજીયાત હોય છે. આથી બીમારી પ્રમાણે દર્દીઓનું ભોજન તૈયાર કરવામાં આવે છે, જે જીજી હોસ્પિટલ (GG Hospital)ના ડોક્ટરો દ્વારા જણાવવામાં આવેલું હોઈ છે. જેમ કે ડાયાબિટીસ, ગાયનેક, સર્જરીના દર્દીઓ માટે ખાસ અલગ અલગ ભોજન તૈયાર થાય છે. આમ એક સપ્તાહનું ભોજનનું મેન્યુ તૈયાર થાય છે. આ મેન્યુની વાત કરીએ તો મગનું પાણી, ખીચડી, દાળ ભાત, ચણા, સીઝનલ શાકભાજી, પપૈયા, ફ્રૂટ્સ, કોબી સલાટ, દૂધ, ટામેટા સૂપ, દાળનું પાણી, રવા, ઉપમા સહીત અનેક વાનગીઓ આપવામાં આવે છે.
એક વખત આ રસોડામાં જમવાનું તૈયાર થઇ જાય પછી દર્દી સુધી પહોંચાડવાનું કામ પણ રસોડા વિભાગ દ્વારા કરવામાં આવે છે. રસોડા વિભાગમાં વોર્ડ પ્રમાણે અલગ અલગ વાસણમાં અલગ અલગ ભોજન બનાવવામાં આવે છે. ભોજન તૈયાર થઇ જાય પછી રસોડા વિભાગના કર્મચારીઓ જ દરેક વોર્ડમાં ભોજન આપવા જાય છે. એટલે કે રસોડાથી ચેક દર્દીના બેડ સુધી ભોજન પહોંચડવાનું કામ ફાસોદા વિભાગ દ્વારા કરવામાં આવે છે.