Home /News /jamnagar /Jamnagar: આ ટાબરીયો કાલીઘેલી ભાષામાં બોલે છે 195 દેશના નામ, સાંભળીને મજા પડી જશે!

Jamnagar: આ ટાબરીયો કાલીઘેલી ભાષામાં બોલે છે 195 દેશના નામ, સાંભળીને મજા પડી જશે!

X
ચાર

ચાર વર્ષના બાળકમાં અદભૂત કળા

જામનગર શહેરના પટેલ કોલોનીમાં રહેતા ચીરાગ પંડ્યાના ચાર વર્ષનો પુત્ર હર્ષ પંડ્યા અભ્યાસ કે હોશિયાર લોકો પણ ન બોલી શકે તેટલી ઝડપ ૧૯૫ દેશોના નામ બોલી શકે છે.

    Kishor chudasama, jamnagar: મોબાઈલ અને નેટના યુગમાં બાળકો દિવસરાત મોબાઈલમા જ રચ્યા પચ્યા રહે છે પરિણામે બાળકોની સાચનાત્મકતા ઓછી થતી જય રહી છે. પરંતુ આવી સ્થિતિ વચ્ચે અમુક યુવાઓ બાળકો મોબાઈલ ઈન્ટરનેટનો પોતાના વિકાસમાં અને ભવિષ્ય માટે સદઉપયોગ પણ કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં રહેતા એક ૪ વર્ષના બાળક મોબાઈલના માધ્યમથી 195 દેશના નામ યાદ રહ્યા છે. હવે તે રાષ્ટ્રધ્વજ જોઈને ૧૯૫ દેશોના નામ સડસડાટ બોલી જાય છે. તેમજ માટીમાંથી ૯ ગ્રહો બનાવી અને ગ્રહોના નામ પણ મોઢે બોલીને પોતાની ઉંમર કરતા અનેક ગણું જ્ઞાન ધરાવે છે.

    રાષ્ટ્રધ્વજ જોઈ રાષ્ટ્રધ્વજ ઉપરથી દેશનું નામ બોલે છે બાળક

    જામનગર શહેરના પટેલ કોલોનીમાં રહેતા ચીરાગ પંડ્યાના ચાર વર્ષનો પુત્ર હર્ષ પંડ્યા અભ્યાસ કે હોશિયાર લોકો પણ ન બોલી શકે તેટલી ઝડપ ૧૯૫ દેશોના નામ બોલી શકે છે. તે કાલીઘેલી ભાષામાં માત્ર દેશનો રાષ્ટ્રધ્વજ જોઈ રાષ્ટ્રધ્વજ ઉપરથી દેશનું નામ તો બોલે જ ઉપરાંત તે દેશના રાજધાની પણ બોલી જાય છે.



    આ ઉપરાંત તે ૧ થી ૧૦૦ તથા ૧૦૦થી ૧ નંબર ઝડપી બોલી શકે છે. એટલે કે, સીધા અને ઉલ્ટા નંબરો બોલે છે. તો એકી-બેકી નંબર પણ બોલી શકે છે. તો નર્સરીમાં ગયાને હજુ ૬ માસ થયા છે. ત્યાં ત્રીજા ધોરણમાં ભણતા હોય તે વિદ્યાર્થી જેટલા સારા અક્ષરે ઈગ્લિશ લખી વાંચી શકે છે. આ ૪ વર્ષનો બાળક દૈનિક ૨ થી ૪ કલાક સુધી મોબાઈલનો ઉપયોગ કરી માહિતી મેળવે છે.



    ગમત સાથે જ્ઞાત મેળવવામાં માતાનો સિંહફાળો

    બી.કોમ.બીએડ સુધીનો અભ્યાસ કરેલ હર્ષ પંડ્યાના માતા અવનીબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, હર્ષ દોઢ વર્ષનો હતો ત્યારથી મોબાઈલમાં વિડીયો જોતો હતો. જેથી તેમનો બાળક અભ્યાસમાં હોશિયાર રહે તે માટે તેમણે હર્ષને જ્ઞાન મળે તે માટે ગ્રહ, તારામંડળ, આકાશ, આલ્ફાબેટ અક્ષરો, નંબરો વિષયના વીડીયો દેખાડતા હતા. જે તેમને પસંદ પડતા તે વિડીયો વારંવાર જોઈને આ જ્ઞાન મેળવ્યું છે. બાળકોને ઈન્ટરનેટનો સદઉપયોગ શીખડાવવામાં આવે તો બાળકો ટેકનોલોજીની મદદથી સમયનો સદઉપયોગ કરીને જ્ઞાન મેળવી શકે છે. પરંતુ મોટા ભાગના બાળકો મોબાઈલમાં કાર્ટુન, બાળકોની વાર્તાના વિડીયો જોઈને સમય પસાર કરે છે.
    First published:

    Tags: Child, Local 18, જામનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો