Home /News /jamnagar /Jamnagar: ફિલ્મોમાં જેમ ધોકાવાળી થાય એવી જ રીતે જાહેરમાં થઇ મારામારી, જુઓ CCTV 

Jamnagar: ફિલ્મોમાં જેમ ધોકાવાળી થાય એવી જ રીતે જાહેરમાં થઇ મારામારી, જુઓ CCTV 

X
ખુલ્લે

ખુલ્લે આમ યુવાન પર હુમલો કરાતા પોલીસના અસ્તિત્વ સામે પણ સવાલો

આરોપીઓને જાણો પોલસીનો ડર જ ન હોય તેમ ગુલાબનગરમાં બુકાનીધારી ચાર શખ્સો ઘસી આવ્યા હતા અને સરાજાહેર ધોકાપાઇપ વડે આતંક મચાવ્યો હતો.

    Kishor chudasama, jamnagar:  એક સમયના શાંત ગણાતા જામનગરના હવે ગુન્હાઓ વધી રહ્યા છે. મારામારી, લૂંટ, ચોરી, હુમલા સાહિતના બનાવમા ચિંતાજનક વધારો આવી રહ્યો છે તેવામાં આજે ગુલાબનગરમાં ભરબજારે હુમલાની ઘટના સામે આવતા અફરાતફરી મચી જવા પામી હતી. ખુલ્લે આમ યુવાન પર હુમલો કરાતા પોલીસના અસ્તિત્વ સામે પણ સવાલો ઉભા થયા છે.

    ઘટના CCTV માં કેદ

    આરોપીઓને જાણો પોલસીનો ડર જ ન હોય તેમ ગુલાબનગરમાં બુકાનીધારી ચાર શખ્સો ઘસી આવ્યા હતા અને સરાજાહેર ધોકાપાઇપ વડે આતંક મચાવ્યો હતો. આ દરમિયાન કાચ ફિટિંગની દુકાન બહાર ઉભેલા બે શખ્સો કઈ સમજે તે પહેલાં આરોપીઓ અચાનક તૂટી પડ્યા હતા.



    જે નેં પગલે ક્ષણિક અફરાતફરી મચી જવા પામી હતી. આ હુમલામાં યુવાનને ગંભીર ઇજા થઈ હતી. ઉપરાંત આવારાતત્વોએ વાહનમાં પણ તોડફોડ કરી કરી હતી.અસામાજીક તત્વોના આતંકની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
    First published:

    Tags: Local 18, જામનગર, સીસીટીવી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો