Home /News /jamnagar /Jamnagar News: જામનગરવાસીઓ નોંધી લો આ ફોન નંબર, ચોમાસામાં ખુબ જ કામ આવશે

Jamnagar News: જામનગરવાસીઓ નોંધી લો આ ફોન નંબર, ચોમાસામાં ખુબ જ કામ આવશે

X
જાણો

જાણો શું શું વ્યવસ્થા કરવામાં આવી છે

જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation) એ પાણી પહેલા જ પાળ બાંધી તૈયારીઓ શરુ કરી દીધી છે. આ ચોમાસા દરમિયાન શહેરમાં કોઈ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે ખાસ ફ્લડ કંટ્રોલ રૂમ (Flood Control Room) શરૂ કરવામાં આવ્યો છે.

સંજય વાઘેલા, જામનગર: ચોમાસા (Monsoon) ને હવે ગણતરીના જ દિવસો બાકી છે. જો કે જામનગર (Jamnagar)વાસીઓ ગત ચોમાસાને હજું ભૂલી શક્યાંનથી.કારણ કે છેલ્લે છેલ્લે મેઘરાજાએ પોતાનું આકરું સ્વરૂપ દેખાડ્યું હતું ત્યારે શહેરમાં અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી, જાનમાલનું પણ ખુબ જ નુકશાન થયું હતું.ત્યારે આ વખતે આવી સ્થિતિને પહોંચી વળવા માટે જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation) એ પાણી પહેલા જ પાળ બાંધી તૈયારીઓ શરુ કરી દીધી છે.

આ ચોમાસા દરમિયાનશહેરમાં કોઈ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે ખાસ ફ્લડ કંટ્રોલ રૂમ (Flood Control Room) શરૂ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકામાં આવેલા ફાયર વિભાગમાં આ ફ્લડ કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. આ ફ્લડ કંટ્રોલ રૂમ વાવાઝોડા, પુર સહિતની સ્થિતિમાં લોકોને જરૂરી મદદ મળી રહે તે માટે જામનગર શહેરના ફાયર વિભાગ ખાતે ફલડ કન્ટ્રોલ રૂમ નવા નંબરો સાથે શરુ કરવામાં આવ્યો છે,

કેવી રીતે કામ કરશે આ ફ્લડ કંટ્રોલ રૂમ

ફલડ કંટ્રોલ ખાતે રાઉન્ડ ધ કલોક 3 સીફ્ટમાં સવારે 6:00 કલાકથી બપોરના 2:00 કલાક સુધી, બપોરના 2:00 કલાકથી રાત્રીના 10:00 કલાક સુધી તથા રાત્રીના 10:00 કલાકથી સવારના 6:00 કલાક સુધી એક એન્જિનીયર, એક કલાર્ક તથા એક પટ્ટાવાળાની ફરજ ફાળવણી તા.1/6/2022 થી તા.30/11/2022 સુધી કરવામાં આવેલ છે

જાણો શું શું વ્યવસ્થા કરવામાં આવી છે

કમિશ્નર વિજયકુમાર ખરાડીના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ કમિશ્નર, આસિસ્ટન્ટ કમિશ્નર, ચીફ ફાયર ઓફીસર કે.કે.બિશ્નોઈ, સીટી એન્જિનીયર ભાવેશ જાની તથા કાર્યપલક ઈજનેર તથા જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડમાં શીફટવાઈઝ (બે) નાયબ કાર્યપાલક ઈજનેરની દેખરેખ હેઠળ 16 ઈજનેરોની ટીમ, નગર .પ્રાથમિક શિક્ષક સમિતિ સંચાલિત શાળાના આચાર્યઓની ટીમ, સોલિડ વેસ્ટ શાખાની ટીમ, આરોગ્યની ટીમની ફરજ ફાળવણી કરવામાં આવેલ છે તથા ભારે વરસાદને કારણે લો-લાંઇંગ એરીયામાં પાણી ભરાવવાની સ્થિતિએ વોર્ડવાઈઝ નજીકની મહાનગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળાઓ તથા શેલ્ટર હોમમાં સ્થળાંતર તથા આશ્રિતોને ફૂડ પેકેટ વિતરણ માટેની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ હોવાનો મનપાનો દાવો છે.

આ પણ વાંચો: જામનગરમાં યોજાયો ફેશન શો, 50થી વધુ મહિલાઓએ કર્યું રેમ્પ વોક, જુઓ Video

જામનગર વાસીઓ નોંધી લો આ નંબર

આ વર્ષે ચોમાસા દરમિયાનશહેરની કોઈપણ સોસાયટીમાં પૂર કે મુશ્કેલી સર્જાય તો તુરંત ફ્લડ કંટ્રોલ રૂમનો સંપર્કમાં કરવો, જે માટે ફોન નંબર, 0288- 2770515 (ફલડ કંટ્રોલ રૂમ), 0288-2672208 (ફાયર કંટ્રોલ રૂમ), 9099824101, 9099112101 છે. આ નંબર પર ફોન કર્યા બાદ ટીમ દ્વારા તુરંત એક્સન લેવામાં આવશે.
First published:

Tags: Jamnagar City, જામનગર