Home /News /jamnagar /દ્વારકામાં બોટ દરિયામાં ફસાતા અફરાતફરી, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યાં

દ્વારકામાં બોટ દરિયામાં ફસાતા અફરાતફરી, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યાં

ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ ફસાઈ

Dwarka ferry boats stuck: દ્વારકામાં બોટ દરિયામાં ફસાતા અફરાતફરી, ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ ફસાઈ. મુસાફરો સાથે દરિયામાં ફસાઈ હતી ફેરી બોટ, પોલીસ તેમજ મરીન કમાન્ડોએ કર્યું રેસ્ક્યૂ

દ્વારકા: દ્વારકામાં બોટ દરિયામાં ફસાતા અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ ફસાઈ હતી. ફેરી બોટ મુસાફરો સાથે દરિયામાં ફસાઈ હતી. ઘટનાને પગલે દ્વારકા જિલ્લા મરીન પોલીસ મદદે આવી હતી. પોલીસ તેમજ મરીન કમાન્ડોએ રેસ્ક્યૂ કરી મુસાફરોને બચાવ્યા હતા. પોલીસ દ્વારા અન્ય નાની બોટ બોલાવી દરિયા વચ્ચે જ મુસાફરોને અન્ય બોટમાં ટ્રાન્સફર કરી બહાર કાઢ્યા હતા. સ્થાનિક DYSP સમીર શારદા અને તેમની ટીમે રેસ્ક્યુ કરી તમામ લોકોને સહી સલામત જેટી પર પહોંચાડ્યા હતા.

ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ ફસાઈ

બેટ દ્વારકા જવા માટે ફેરી બોટનો સહારો લેવો પડે છે. ઓખાથી બેટ દ્વારકા સમુદ્રમાં પેસેન્જર બોટ્સ ચાલે છે. આવામાં ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ દરિયામાં ફસાઈ જતાં અફરાતફરી મચી ગઇ હતી. ગઇકાલે મોડી સાંજે જેટી બોટ દરિયામાં ફસાઈ ગઈ હતી. આ બોટમાં મોટી સંખ્યામાં મુસાફરો પણ સવાર હતા. જેના લીધે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, અનેક મુસાફરો સાથેની ફેરી બોટ ફસાઈ જતા સ્થાનિક પોલીસ મદદે આવી હતી. દ્વારકા જિલ્લા મરીન પોલીસ તેમજ મરીન કમાન્ડોએ ફસાયેલી બોટનું રેસ્ક્યૂ કરી મુસાફરોને બીજી બોટમાં ટ્રાન્સફર કરી બહાર કાઢ્યા હતા.

કેવી રીતે દરિયામાં ફસાઇ બોટ?

આ ઘટના ગઇકાલે મોડી સાંજનું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, મોડી સાંજે બેટ દ્વારકાથી યાત્રિકોને લઈને ઓખા તરફ જઈ રહેલી બોટ દરિયામાં ફસાઈ ગઈ હતી. દરિયામાં ઓટના કારણે ખૂબ જ ઓછું પાણી થઈ જવાને કારણે બોટ ફસાઇ ગઇ હતી. બોટ રેતીના ધોવામાં નીચે ફસાઈ ગઇ હતી. જેના લીધે બોટમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, પોલીસ અને મરીન કમાન્ડો મદદ માટે દોડી આવ્યા હતા.
First published:

Tags: Dwarka, Gujarat News