Home /News /jamnagar /Jamnagar: યાર્ડમાં નવો અજમો આવ્યો, મણનો એટલો ભાવ કે આવી જાય એક સ્માર્ટફોન!

Jamnagar: યાર્ડમાં નવો અજમો આવ્યો, મણનો એટલો ભાવ કે આવી જાય એક સ્માર્ટફોન!

અજમાના ભાવ મળતાં ખેડૂતો ખુશ

Jamnagar: યાર્ડમાં નવો અજમો આવ્યો, મણનો એટલો ભાવ કે આવી જાય એક સ્માર્ટફોન!

    Sanjay Vaghela,, Jamnagar: છેલ્લા કેટલાક સમયથી જામનગરમાં આવેલું હાપા માર્કેટિંગ યાર્ડ ખેડૂતો અને વેપારીઓ માટે મહત્વનું સાબિત થઇ રહ્યું છે. હાપા યાર્ડમાં જણસો લાઈને આવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે છે. તો ગુજરાત સહીત અન્ય રાજ્યોમાથી વેપારીઓ હાપા યાર્ડમાં જણસો ખરીદવા આવે છે અને ઉંચા ભાવે જણસો ખરીદી કરે છે. જેના કારણે ખેડૂતો પણ રાજી થઇ જાય છે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં સીઝનનો નવો અજમો આવી ગયો છે. ખેડૂતો પોતાના અજમો લઇને યાર્ડમાં પહોંચી રહ્યાં છે. એટલું જ નહીં આ અજમાના મણના ભાવ એટલા મળી રહ્યાં છે કે ખેડૂતો પણ ખુશખુશાલ થઇ રહ્યાં છે. અજમાની હરરાજી શરૂ થતાં જ ઉંચો ભાવ બોલાતા પેંડા ખવડાવી મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું.

    શું છે નવા અજમાના ભાવ ?

    જામનગરના હાપા યાર્ડમાં નવા અજમાની આવક થઇ રહી છે. નવો અજમો ખરીદવા માટે મોટી સંખ્યામાં વેપારીઓ પહોંચી રહ્યાં છે. અજમાની આવજ થતા જ માર્કેટિંગ યાર્ડમાં ચારેબાજુ અજમાની સુગંધ પ્રસરી છે. ત્યારે વાત કરીએ નવા અજમાની કિંમતની તો ખેડૂતને એક મણના 5851 રૂપિયા ભાવ મળી રહ્યાં છે. જેમ સારો અજમો તેમ સારો ભાવ ખેડૂતોને મળી રહ્યાં છે. છેક મહુવાથી આવેલા ખેડૂત સેફાભાઇ કરશનભાઇ પોતાનો અજમો લઇને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા, અહીં સૌથી વધુ તેઓને એક મણના 5851 રૂપિયા ભાવ મળ્યો હતો. આ અજમો કમિશન એજન્ટ પારસમણી ટ્રેડિંગ મારફતે વેપારી નથવાણી બ્રધર્સે ખરીદ્યો હતો. સૌથી ઉંચા ભાવે અજમો ખરીદાતા યાર્ડમાં ચારે બાજુ ચર્ચા થઇ રહી છે. હાપા યાર્ડમાં કુલ 1749 મણ અજમાની આવક થઇ હતી.




    માર્કેટિંગ યાર્ડમાં અન્ય ભાવ

    આ સાથે જ હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યા પ્રમાણે હાપા માર્કેટિંગ યાર્ડમાં ભાવની વાત કરીએ તો ધઉં 561 મણ, મેથીની 1000, ચણા 900, મગફળી જીણી 1745, મગફળી જાડી 1275, રાયડો 1300, લસણ 256, કપાસ 1895, જીરૂ 4550, ધાણા 1980, વટાણા 800 પ્રતિ મણ ભાવ બોલાયો હતો.

    અજમાના ભાવ મળતાં ખેડૂતો ખુશ


    First published:

    Tags: Crops, Local 18, ખેડૂત, જામનગર

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन