Home /News /jamnagar /Jamnagar : વારંવાર ખાવાનું મન થાય એવા પ્રખ્યાત 'મારાજના ઘૂઘરા', જુઓ Video

Jamnagar : વારંવાર ખાવાનું મન થાય એવા પ્રખ્યાત 'મારાજના ઘૂઘરા', જુઓ Video

X
વારંવાર

વારંવાર ખાવાનું મન થાય એવા 'મારાજના 'ઘૂઘરા'

રાજકોટમાં ગાંઠિયા જલેબીનો નાસ્તો પ્રખ્યાત છે, તેવી જ રીતે જામનગરમાં લોકો નાસ્તામાં ઘૂઘરા ખાવાનું પસંદ કરે છે. જામનગરમાં આમતો અનેક સ્થળે ઘૂઘરા મળી રહેશે

જામનગર: ગુજરાતીઓ પોતાના ખોરાકને લઈને વિશ્વ પ્રસિદ્ધ છે. ગુજરાતમાં પણ તમે જેમ 12 ગાવે બોલી બદલાય તેમ સીમ બદલાતા વાનગીઓ પણ બદલાય છે. ગુજરાતની ખાસિયત છે કે દરેક જિલ્લામાં એક વાનગી એવી હોય જે ખાવાનો લાહવો એક વખત લેવો જ જોઇએ. જેમ કે સુરતની ઘારી, સૌરાષ્ટ્રનો રોટલો અને ઓળો, તેવી જ રીતે જામનગરના ઘૂઘરા પણ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.



જામનગરમાં ગમે તે સ્થળે તમે ઘૂઘરા ખાશો તેમાં મજા તો આવશે જ પરંતુ કેટલાક વર્ષો જૂની ઘૂઘરાની લારીઓ છે જે પોતાના ચટપટા સ્વાદને કારણે ખુબ જ ફેમસ હોય છે. ત્યારે આજે અમે તમને જામનગરના ફેમસ મારાજના ઘૂઘરા વિશે જણાવીશું.



દરરોજ 1200થી વધુ ઘૂઘરા વેંચે છે

જામનગરમાં લોકો નાસ્તામાં ઘૂઘરા ખાવાનું પસંદ કરે છે. જામનગરમાં આમ તો અનેક સ્થળે ઘૂઘરા મળી રહે છે પરંતુ સૌથી વધુ વેચાતા અને સૌથી વધુ ફેમસ મારાજના ઘૂઘરા છે. એક નાની લારી લઈને ઉભા રહેતા યોગારાજસિંહ ચૌહાણ મારાજના ઘૂઘરા વેંચે છે. સવારથી લઈને સાંજ સુધી ઘૂઘરા ખાવા આવતા ગ્રાહકોની આ લારી પર ભારે ભીડ જોવા મળશે જ અહીંયા એક પ્લેટમાં ત્રણ ઘૂઘરા આપવામાં આવે છે જેના 30 રૂપિયા છે.



શું ખાસિયત છે મારાજના ઘૂઘરાની?

જામનગરમાં અનેક લોકોના ઘૂઘરા ફેમસ છે, જેમ કે બાબુભાઈના ઘૂઘરા, દિલીપભાઈના ઘૂઘરા, આ ટોચના ઘૂઘરાવાળામાં મારાજના ઘૂઘરાનો પણ સમાવેશ થાય છે. મારાજના ઘૂઘરા ફેમસ હોવાનું પાછળ મારાજ ઘૂઘરાના માલિક કેતનભાઈનું કહેવું છે કે અહીં સિંગ, સેવ, બટેકાની ભાજી અને ગરમાગરમ ઘૂઘરા પીરસવામાં આવે છે. એટલું જ નહીં આ ઘૂઘરામાં ચાર ચાંદ લગાવવાનું કામ કરે છે ત્રણ પ્રકારની ચટણી, તીખી, મીઠી, અને એક ગ્રીન ચટણી. મારાજ ઘૂઘરાવાળાને ત્યાં અનેક એવા ગ્રાહકો છે જેઓ છેલ્લા અનેક વર્ષથી દિવસમાં એક વખતતો ઘૂઘરા ખાવા આવે જ છે. તો ગ્રાહકોનું પણ કહેવું છે કે એક વખત અહીં ઘૂઘરા ખાવ એટલે વારંવાર ખાવાનું મન થાય છે.



કયાં આવેલા છે મારાજના ઘૂઘરા?

જામનગરમાં લખોટા લેકના ગેટ નંબર 1ની સામે નાની લારીમાં મારાજના ઘૂઘરા મળી રહ્યા છે. આ લારી પર ઘૂઘરા ખાતા લોકોની ભીડ જોઈને જ તમને અણદેશો આવી જશે કે આ જ છે જામનગરના ફેમસ મારાજના ઘૂઘરા. અહીં સવારે 9 વાગ્યાંથી લઈને સાંજના 8 વાગ્યાં સુધી ગરમાગરમ ઘૂઘરા અને પકોળા મળે છે.
First published:

Tags: Jamnagar News, Local 18