Home /News /jamnagar /Food in Jamnagar: ગુજરાતભરમાં ફેમસ છે જામનગરના ફાલુદા, 60 વર્ષથી સંકળાયેલા છે આ વ્યવસાય સાથે

Food in Jamnagar: ગુજરાતભરમાં ફેમસ છે જામનગરના ફાલુદા, 60 વર્ષથી સંકળાયેલા છે આ વ્યવસાય સાથે

X
દાદાએ

દાદાએ શરુ કરેલા ફાલુદા બનાવવાની પદ્ધતિ આજે પણ જાળવી રાખી છે

હાલાર (Halar) પ્રદેશની પણ વાત અનોખી છે. અહીં ખાન અને પાન વિશ્વ વિખ્યાત  (World famous food in Jamnagar) છે. અહીંના રાજાએ પોલેન્ડ (Poland) ના લોકો માટે દેખાડેલી દરિયાદિલી પણ જગજાહેર છે.

    સંજય વાઘેલા, જામનગર: કહેવાય છે ને કે એક વખત કાઠિયાવાડ (Kathiyavad) ભૂલો પડ ભગવાન, તને સ્વર્ગ રે ભૂલવું શામળા, સૌરાષ્ટ્રમાં(Saurashtra) આવેલા હાલાર (Halar) પ્રદેશની પણ વાત અનોખી છે. અહીં ખાન અને પાન વિશ્વ વિખ્યાત (World famous food in Jamnagar) છે. અહીંના રાજાએ પોલેન્ડ (Poland) ના લોકો માટે દેખાડેલી દરિયાદિલી પણ જગજાહેર છે. ગુજરાત (Gujarat) નો અતિ મહત્વનો જિલ્લો ગણાતાં જામનગર (Jamnagar) માં ખાણી-પીણીથી લઈને અનેક પ્રવાસન સ્થળો (Tourist places in Jamnagar) આવેલા છે.જેની એક વખત તો જરૂર મુલાકાત લેવા જેવી છે. આજે અમે વાત કરવાનાં છીએ જામનગરના વિશ્વ વિખ્યાત એવા ફાલુદા (Faluda) વિશે. ફાલુદાની વાત આવે એટલેજામનગરનું નામ આવે. કારણ છે અહીં મળતા ફાલુદાનો સ્વાદ તમને જરૂર દાઢે વળગશે. જામનગરમાં ફખરી ફાલુદા (Fakhari Faluda in Jamnagar) ખુબ જ ફેમસ છે.તેઓ છેલ્લા 60થી વધુ વર્ષથી માત્ર ફાલુદા જ બનાવે છે અને લોકોને પીવડાવે છે.

    જામનગરના હાર્દ સમો વિસ્તાર એટલે દરબાર ગઢ, અહીં આવેલી બજારમાં સોના ચાંદીથી લઈને કપડાં, વાસણથી લઈને ખાણીપીણી બધું જ મળી રહે છે. આ દરબારગઢ પાસે આવેલા ખંભાળિયા નાકામાં આવેલી છે ફખરી ફાલુદાની દુકાન. આ ફખરી ફાલુદાની દુકાન પર આજે ચોથી પેઢીએ વારસો અને બનાવવાની એક જ રીત સારી રીતે સંભાળી લીધો છે. અને પરદાદાની જેમ જ સ્વાદથી ભરપૂર ફાલુદા બનાવી લોકોને પીવડાવે છે. બજારમાં ખરીદીઅર્થેઆવતા લોકો ફખરી ફાલુદામાં એક વખત તો ફાલુદા પીવા જરૂર આવે છે.

    કેમ ફેમસ છે ફખરીના ફાલુદા?

    News 18 લોકલ સાથે વાત કરતા ફખરી ફાલુદાના માલિક યુશુફભાઈએ જણાવ્યું કે દાદાએ શરુ કરેલા ફાલુદાની બનાવવાની પદ્ધતિઆજે પણ અમે જાળવી રાખી છે. સામાન્ય રીતે બજારમાં તૈયાર સેવૈયા વપરાઈ છે, પરંતુ અમે આઈસ્ક્રીમથી લઈને સેવૈયા ઘરે જ તૈયાર કરીએ છીએ, એટલું જ નહીં ફાલુદામાં વપરાતા તકમારિયા પણ ઉચ્ચગુણવત્તાવાળા હોયછે. સાથે સાથે ફાલુદામાં પણ વિવિધ પ્રકાર જેમ કે ગુલાબ, ડ્રાયફ્રુટ હોયછે.

    આ પણ વાંચો: લમ્પી વાયરસના શું છે લક્ષણો કેવા છે અને તેની દવા



    ફખરી ફાલુદાની એડ્રેસ પર પહોંચવા માટે અહિંયા ક્લિક કરો....

    કયાં આવેલું છે ફખરી ફાલુદા

    જો તમે પણ ફખરી ફાલુદાનો સ્વાદ માણવા ઈચ્છતા હોવ તો જામનગરમાં જાણીતા એવા દરબાર ગઢ પાસે આવેલા ખંભાળિયા નાકા પાસે આવેલી છે ફખરી ફાલુદાની શોપ, જેના જેના માલિકનો સંપર્ક +91 9904434786 છે. અહીં મળતા ફાલુદાનો સ્વાદ જરૂર તમને દાઢે વળગશે.

    ફખરી ફાલુદા વેબસાઈટ પર જવા માટે અહિંયા ક્લિક કરો...
    First published:

    Tags: Good Food, Jamnagar City, Street food, જામનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन