Home /News /jamnagar /Jamnagar: શું તમને ખબર છે ઘાસનું મહત્વ, વન વિભાગે હાથ ધર્યો Grassland tourismનો નવતર પ્રયાસ

Jamnagar: શું તમને ખબર છે ઘાસનું મહત્વ, વન વિભાગે હાથ ધર્યો Grassland tourismનો નવતર પ્રયાસ

વન વિભાગે હાથ ધર્યો Grassland tourismનો નવતર પ્રયાસ

જામનગરમાં વન વિભાગ (Forest Department) દ્વારા ઘાસનું મહત્વ (Importance of grass) સમજાવવા માટે એક ખાસ કાર્યક્રમનું (Grassland tourism) આયોજન કરવામાં આવ્યું હતું

Sanjay Vaghela, Jamnagar: હાલ ચોમાસાની સીઝન (Monsoon season) ચાલી રહી છે. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, કુદરતનું નયનરમ્ય સ્વરૂપ જોવું હોઈ તો આ સમય એકદમ પરફેક્ટ છે. ચોમાસામાં જ્યાં નજર કરીએ ત્યાં હરિયાળી જ જોવા મળે છે. આ હરિયાળી લીલાછમ વૃક્ષો જોવા મળે છે, પરંતુ વૃક્ષોની સાથે સાથે જમીન પર લીલી ઝાઝમ પાથરવાનું કામ કરે છે ઘાસ, આ ઘાસને કારણે જ પ્રકૃતિ મનમોહક લાગે છે. ત્યારે જામનગરમાં વન વિભાગ (Forest Department, Jamnagar) દ્વારા ઘાસનું મહત્વ (Importance of grass) સમજાવવા માટે એક ખાસ કાર્યક્રમનું (Grassland tourism) આયોજન કરવામાં આવ્યું હતું.



જામનગર વન વિભાગના મુખ્ય અધિકારી ધનપાલ તથા ડૉ. રાજન જાદવ તથા અન્ય વનકર્મી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સ્થાનિક લોકોને પ્રકૃતિની ઓળખ થાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં લોકોને ઘાસ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.



વન વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ પ્રયોગમાં શહેરમાં આવેલી યુથ હોસ્ટેલના યુવક-યુવતીઓ સહીત કુલ 67 લોકો જોડાયા હતા. જેઓને વન વિભાગ દ્વારા લાલપુર પાસેના વન વિસ્તારમાં લઇ જવાયા હતા, અને અહી રહેલા ગ્રાસલેન્ડની માહિતી આપવામાં આવી હતી.



ઉલ્લેખનીય છે કે આજે લોકો પર્યાવરણ પ્રત્યે જરૂર જાગૃત થયા છે, પરંતુ પર્યાવરણ એટલે માત્ર જંગલમાં રહેલા વૃક્ષો જ નહીં પરંતુ જંગલોમાં રહેલા ઘાસનું પણ એટલું જ મહત્વ છે તેમ આરએફઓ ડૉ. રાજન યાદવે જણાવ્યું છે. લોકોને ઘાસ અંગે એટલી માહિતી નથી. આથી જ જામનગર વન વિભાગ દ્વારા આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

જામનગરમાં વારસાગત ખામીઓ અને રોગોને લગતા ટેસ્ટ હવે ઘર આગણે જ થશે ઉપલબ્ધ



વન વિભાગ દ્વારા વધુ જણાવવામાં આવ્યું કે આગામી સમયમાં હજું પણ આવી ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે અને લોકોને ઘાસ અંગે માહિતી આપવામાં આવશે. જો કોઈ સંસ્થાને આ કાર્યક્રમમાં ભાગ લેવો હોઈ તો તેઓ જામનગરમાં ભીમવાસ વિસ્તાર પાસે આવેલી વન વિભાગની કચેરીનો સંપર્ક કરી શકે છે.
First published:

Tags: Forest Department, Grass, Gujarat Tourism, Jamnagar City, Jamnagar News, Jamnagar Samachar