જામનગરમાં જીજી હોસ્પિટલ નજીક ખુબ જ ટ્રાફિક રહેતો હોય છે. અહીં જામનગર સહિત બહારગામના લોકો પણ સારવાર અર્થે આવતા હોય છે, ત્યારે આવા ભીડવાળા વિસ્તારમાં બેકાબુ વાહનોને કારણે હજારો લોકોના જીવને જોખમમાં મૂકાય છે.
Kishor chudasama,Jamnagar: જામનગર શહેરમાં જી.જી.હોસ્પિટલ રોડ ઉપર પર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં 10 વાગ્યાના અસરામાં બેફામ સ્પીડે આવતી કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બેકાબુ કારે બાઇકનો કડુસ્લોબોલાવી દીધો હતો. જોકો આ દરમિયાન રોડ પર ઉભેલા લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટનાં CCTV સામે આવ્યાછે.
બાઈકનો ભુક્કો બોલાવ્યો
ગુરુવારે રાત્રે 10 વાગ્યાના સુમારે જામનગર શહેરમાં દાંડિયા હનુમાન મંદિર સામે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુર પાટ વેગે આવેલી કારે બાઈકનો ભુક્કો બોલાવી દીધો હતો અને ત્યારબાદ અન્ય એક ક્રેટા કાર સહિતના વાહનોને પણઅડફેટે લીધા હતા. જેને પગલે અન્ય વાહનોમાં પણ નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.આ મામલે ફરિયાદ કરવા સહિતની તજવીજ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જામનગરમાં જીજી હોસ્પિટલ નજીક ખુબ જ ટ્રાફિક રહેતો હોય છે. અહીં જામનગર સહિત બહારગામના લોકો પણ સારવાર અર્થે આવતા હોય છે, ત્યારે આવા ભીડવાળા વિસ્તારમાં બેકાબુ વાહનોને કારણે હજારો લોકોના જીવને જોખમમાં મૂકાય છે. હાલ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. તો આ અકસ્માતમાં કોઇ વ્યકિતને ઇજા પહોંચી ન હોવાનું સામે આવ્યું છે.