જામનગરના સાહસિકો દ્વારા મહારાષ્ટ્રના પાંચ શિખરો સર કરાયા હતા.
જામનગરના એન્વાયરો રાઇડર્સ ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રના શતાબ્દી પર્વતમાળાના શિખરો પાંચ દિવસમાં ટ્રેકિંગ કરી અનેરી સિદ્ધિ મેળવી છે. આ કપરા પર્વતસર કરનારું સૌરાષ્ટ્રનું આ પ્રથમ ગ્રુપ બન્યું છે.
Kishor chudasama, Jamnagar: ક્રિકેટ ક્ષેત્રે તો જામનગરે પહેલેથી જ ડંકો વગાડ્યો છે. પરંતુ પર્વતારોહણ અને ટ્રેકર્સની દુનિયામાં પણ જામનગરના સાહસિકો શહેરને આગવી ઓળખ બનાવી છે. જામનગરના ઢગલાબંધ જુસ્સાવાળા યુવાનો ઓક્સિજનની કમી વાળા લેહ લદાખ અને તેથી આગળ સુધી સાયકલિંગ કરી આવ્યા છે.
ત્યારે આવી સ્થિતિ વચ્ચે જામનગરના એન્વાયરો રાઇડર્સ ગ્રુપ દ્વારા મહારાષ્ટ્રના શતાબ્દી પર્વતમાળાના શિખરો પાંચ દિવસમાં ટ્રેકિંગ કરી અનેરી સિદ્ધિ મેળવી છે. આ કપરા પર્વતસર કરનારું સૌરાષ્ટ્રનું આ પ્રથમ ગ્રુપ બન્યું છે. ઉપરાંત જામનગરના સહસિકોએ દુર્ગમ શીખરો સર કર્યાના ભૂતકાળમાં પણ દાખલા છે.
11 જેટલા વેપારીઓ અને પ્રોફેશનલો સભ્યોએ ભાગ લીધો
જામનગર શહેરના એન્વાયરો રાઈડર્સ ગ્રુપના સભ્ય દ્વારા મહારાષ્ટ્રના શતાબ્દી પર્વતમાળામાં આવેલા પાંચ શિખરો ઝૂમ જુસ્સા સાથે સર કરવામાં આવ્યા હતા. જેમાં 11 જેટલા વેપારીઓ અને પ્રોફેશનલો સભ્યોએ ભાગ લીધો હતો અને આ કપરા ચઢાણને સર કરવામાં સફળતા મેળવી હતી.
આ ગ્રુપના સભ્યોએ પ્રથમ દિવસે કળસુભાઈ પિક, બીજા દિવસે હરિહર ફોટ ટ્રેક, ત્રીજા દિવસે એશિયાની સૌથી મોટી ખીણ પૈકીની સંઘન વેલીનો ટ્રેક સર કર્યો હતો.
અગાઉ જામનગરથી શ્રીનાથદ્વારા સુધીની સાયકલ યાત્રા પણ કરી હતી
ચોથા દિવસે મહારાષ્ટ્રના બીજા નંબરના સૌથી ઊંચા હરીચંદ્રગઢ પિક તેમજ છેલ્લા દિવસે દક્ષિણ ભારતની ગંગા ગણાતી માતા ગોદાવરી નદીના ઉદગમ સ્થાન એવા બ્રહ્મહગીરી પર્વતનો ટ્રેક સર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ગ્રુપ દ્વારા 2020 ની સાલમાં જામનગરથી શ્રીનાથદ્વારા 2021 માં બગોદરથી ઇન્દોર ઉજ્જૈન અને સાયકલ પ્રવાસ ખેડી ઝળહળતી સીધી હાંસલ કરી હતી.
વધુમાં આ ગ્રુપ દ્વારા જામનગર પંથકમા અનેક સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. ખાસ સિદ્ધિએ છે કે, લોકડાઉનના સમયગાળા દરમિયાન આ ગ્રુપ દ્વારા શોધવામાં આવેલા સ્થળોએ જઇ લોકોએ પ્રકૃતિના ખોળે કોરોનાના ભયથી મુક્ત થઈ આનંદ માણ્યો હતો.