Home /News /jamnagar /Jamnagar: સૈનિક સ્કૂલ બાલાચડીમાં પ્રવેશની તક, ક્યારે છે પ્રવેશ પરીક્ષા, વાંચો સંપૂર્ણ માહિતી

Jamnagar: સૈનિક સ્કૂલ બાલાચડીમાં પ્રવેશની તક, ક્યારે છે પ્રવેશ પરીક્ષા, વાંચો સંપૂર્ણ માહિતી

સૈનિક સ્કૂલમાં ભરતી

સૈનિક સ્કૂલ, બાલાચડી ખાતે વર્ષ 2023/24ના સત્ર માટે ધોરણ-6 અને 9માં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન

    Jamnagar:  જામનગરમાં આવેલી જાણીતી સૈનિક સ્કૂલ બાલાચડીમાં અભ્યાસ કરીને બાળકો પોતાની કારકીર્દીને ઉંચી ઉડાન આપી શકો છો. બાલાચડી સૈનિક સ્કૂલમાં પ્રવેશ માટે પહેલા એક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ માટે તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. જામનગરના બાલાચંડી ખાતે આવેલી સૈનિક સ્કૂલમાં વર્ષ ૨૦૨૩-૨૪ના સત્ર માટે ધોરણ-6 અને ધોરણ-9માંપ્રવેશ માટે ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રેસ એક્ઝામ (AISSEE) અંતર્ગત તા. 08/01/2023ના રોજ પ્રવેશ પરીક્ષાનું આયોજનકરવામાં આવ્યું છે.

    આ પ્રવેશ પરીક્ષા માટે તા.30/11/2022 સુધીમાં સુધી https://aissee.nta.nic.in અનેwww.ssbalachadi.org પર માત્ર ઓનલાઈન અરજી કરી શકાશે. પ્રવેશ પરીક્ષા આપવા માટે AISSEE 2023નું ઈન્ફોર્મશનબુલેટીન વાંચી શકે છે. આ પરીક્ષા સંબંધી સમયગાળો, અગત્યની તારીખો, માધ્યમ, પરીક્ષાનો સિલેબસ, સૈનિક શાળાઓનીયાદી, અનામત બેઠકો, પરીક્ષાસ્થળો, લાયકાત સહિતની વિગતો આ વેબસાઈટ પરથી મળી રહેશે. આ માટેની પરીક્ષાદેશભરનાં 180થી વધુ શહેરોમાં યોજાશે.

    પરીક્ષામાં મલ્ટીપલ ચોઈસ પ્રકારનાં પ્રશ્નો પૂછાશે. ધોરણ-6 માં પ્રવેશ માટે ઉમેદવારનીઉંમર તા.31/03/2023ની સ્થિતિએ 10થી 12 વર્ષની વચ્ચે, જ્યારે ધોરણ-૯માં પ્રવેશ માટે તા. 31/03/2023ની સ્થિતિએ ઉમર 13 થી 15 વર્ષની હોવી જોઈએ. સૈનિક સ્કૂલ બાલાચડી (જામનગર) દેશમાં આવેલી અંગ્રેજી માધ્યમની 33  સૈનિક શાળાઓ પૈકીની એક છે. આ શાળાઓનો ઉદ્દેશ્ય નેશનલ ડિફેન્સ એકેડમી, પુણે / ઇન્ડિયન નેવલ એકેડમી ફોર ઓફિસર્સ કેડર ઓફ ધ આર્મડફોર્સિસમાં પ્રવેશ માટે છોકરા-છોકરીઓને શૈક્ષણિક, શારીરિક અને માનસિક રીતે તૈયાર કરવાનો છે. આ શાળાઓમાં પ્રવેશમાટે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.
    First published:

    विज्ञापन
    विज्ञापन