Home /News /jamnagar /Dwarka News: પવિત્ર દ્વારકા નગરીમાં ઢગાએ માસૂમ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

Dwarka News: પવિત્ર દ્વારકા નગરીમાં ઢગાએ માસૂમ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

મેવાસા ગામે બનેલ આ બનાવે સમગ્ર દ્વારકા પંથકમાં ભારે ચકચાર મચાવી છે.

સમગ્ર બનાવની મળતી વિગતો અનુસાર મેવાસા ગામે રહેતા એક પરિવારની સગીરાને પાસેના ખેતરમાં લઈ ધમકી આપી બદનામ કરવાની બીક બતાવી દુષ્કર્મ આચર્યું હતું. આટલાથી આ નરાધમે અટક્યો નહીં અને વધુ ત્રણ વખત અલગ-અલગ સ્થળે નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચરતા આખરે આ સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને આ મામલે સંગીરાના પિતાએ દ્વારકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વધુ જુઓ ...
    મુકુંદ મોકરિયા, દેવભૂમી દ્વારકા: પવિત્ર દ્વારકા (Dwarka) નગરી ફરી એક વખત શર્મસાર થઈ છે. જ્યાં સગીરા સાથે મેવાસા ગામે દુષ્કર્મ (Rape)નો મામલો સામે આવ્યો છે. દ્વારકા જિલ્લો પવિત્ર જિલ્લો તરીકે ઓળખાય છે પરંતુ દ્વારકા નગરીની આસપાસ અમુક લોકોના પાપે આ નગરીની ઓળખ પર દાગ લાગી રહ્યા છે. પવિત્ર નગરી દ્વારકાથી દૂર આવેલ મેવાસા ગામે એક ઢગાએ માસૂમ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ (Dwarka Rape case) આચરી ગર્ભ રાખી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે.

    સમગ્ર બનાવની મળતી વિગતો અનુસાર મેવાસા ગામે રહેતા એક પરિવારની સગીરાને પાસેના ખેતરમાં લઈ ધમકી આપી બદનામ કરવાની બીક બતાવી દુષ્કર્મ આચર્યું હતું. આટલાથી આ નરાધમે અટક્યો નહીં અને વધુ ત્રણ વખત અલગ-અલગ સ્થળે નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચરતા આખરે આ સગીરાને ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને આ મામલે સંગીરાના પિતાએ દ્વારકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે દુષ્કર્મ સહિત પોકસો એકટની વિવિધ કલમો મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

    આ પણ વાંચો-  એલોન મસ્ક 43 બિલિયન ડોલરમાં ખરીદવા માંગે છે ટ્વિટર, અનલોક કરવા માંગે છે એક્સ્ટ્રા ઓર્ડિનરી પોટેન્શિયલ

    મેવાસા ગામે બનેલ આ બનાવે સમગ્ર દ્વારકા પંથકમાં ભારે ચકચાર મચાવી છે. સગીરા સાથે બાપની ઉંમરના નરાધમે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં આરોપી વિરુદ્ધ ફિટકાર વરસી રહ્યો છે. આરોપીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પવિત્ર નગરી આસપાસ બનેલ આ ઘટનાએ ફરી એક વખત આ ભૂમિને લાંછન લગાડ્યું છે. દ્વારકા જિલ્લામાં દુષ્કર્મના વધતા બનાવોને લઈ પોલીસ તંત્ર પણ ચિંતામાં મૂકાયું છે ત્યારે વાલીઓએ પણ જાગૃત થવું જરૂરી બન્યું છે. સગીરા સાથે દુષ્કર્મના પગલે આરોપી જલ્દી ઝડપાઇ જશે તેવી આશા પોલીસે વ્યક્ત કરી છે.

    આ પણ વાંચો- Ranbir-Alia Wedding: જુઓ, રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્નનો FIRST PHOTO

    આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવાશે અને યોગ્ય કાર્યવાહીની પોલીસે ખાતરી આપી છે પરંતુ આવા બનાવો આખરે ક્યારે અટકશે તે પણ સળગતો સવાલ છે. સમગ્ર મામલે દ્વારકા પોલીસ મથકે ગુન્હો નોંધાયો છે અને દ્વારકાના પી.આઈ દ્વારા સમગ્ર મામલે તપાસ ચલાવાય રહી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Dwarka, Gujarati news, Jamnagar Crime, Minor girl rape, દેવભુમિ દ્વારકા

    विज्ञापन