Home /News /jamnagar /Jamnagar: ખેડૂતોના માથે આવી મોટી આફત, પળવારમાં ઉભા પાકને બાળી નાંખે છે આ રોગ!

Jamnagar: ખેડૂતોના માથે આવી મોટી આફત, પળવારમાં ઉભા પાકને બાળી નાંખે છે આ રોગ!

ઉભા

ઉભા પાકને બાળી નાંખે છે આ રોગ

જામનગરના ખેડૂતો મગફળીમાં આવેલા સુકારાના રોગને કારણે ખુબ જ ચિંતામાં છે. આ રોગને સફેદ ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે છે

    Sanjay Vaghela, Jamnagar: આ વર્ષે ચોમાસામાં ખુબ જ સારો વરસાદ થયો છે. પ્રથમ અને બીજા રાઉન્ડમાં જ મેઘરાજાએ હેત વરસાવી વાવણી લાયક વરસાદ પડ્યો છે. જામનગર જિલ્લામાં શ્રાવણ અને ભાદરવા મહિનામાં વરસાદ ખેંચાયો છે જેના કારણે મગફળી, કપાસ સહીતના પાકમાં પાણીની તાતી જરૂર વર્તાઈ રહી છે.બીજી બાજુ પ્રથમ વરસાદ પડ્યા બાદ ખેડૂતોએ મગફળી અને કપાસની વાવણી કરી હતી.જો કે મગફળીમાં એક રોગ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ રોગને મુંડા અને સફેદ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. જામનગરમાં રહેલા કૃષિ વિજ્ઞાનિકોનું કહેવું છે કે આ રોગને કારણે ઉત્પાદન ઓછું થવાનો અંદાજ છે, જો કે તેની દવા હોવાથી ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી.

    પ્રાપ્ત વિગતો મુજબ હાલારના બંને જિલ્લા દેવભૂમિ દ્વારકા અને જામનગરના ખેડૂતો મગફળીમાં આવેલા સુકારાના રોગને કારણે ખુબ જ ચિંતામાં છે.આ રોગને સફેદ ફૂગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કેટલાક સ્થળોએ સફેદ ઘણા એટલે કે મુંડા જીવાતની પણ રંજાળ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બંને રોગને કારણે ખેતરમાં ઉભેલી લીલીછમ મોલાત એકદમથી સુકાવા લાગે છે.એક અંદાજ પ્રમાણે હાલારમાં આ રોગને કારણે મગફળીના પાકમાં 20થી 30 ટકા ઉત્પાદન ઓછું થવાનો અંદાજ છે.

    આ પણ વાંચો: આ જેલમાં કેદીઓ થઈ રહ્યા છે પગભર, ખેતી કરીને મેળવી રહ્યા છે આવક, જુઓ Video

    જામનગરમાં બાજરા સંશોધન કેન્દ્રમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં સિનિયર સાયન્ટિસ્ટ એન્ડ હેડ તરીકે ફરજ બજાવતા કાંતિભાઈ બારૈયાએ જણાવ્યું કે જો કે ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે દવાનો છન્ટકાવ કરવાથી આ રોગ પર નિયંત્રણ લાવી શકાય છે. સૌથી પહેલા સફેદ ફુગ મટાડવા જમીનમાં 1 વિઘામાં 500 ગ્રામથી 1 કીલો ટ્રાયકોડરમા એટલે કે નેચરલ ફુગ અથવા કાર્બેન્ડેઝીમ કે હેકઝીકોનાઝોલ કેમીકલ 250 થી 300 ML ડ્રોન્ચીંગ એટલે કે જમીનમાં ઉતરે તે રીતે છાંટવું જોઇએ. જયારે મુંડા જીવાતના નિયંત્રણ માટે મેટારાઇઝીયમ અથા બીવેરિયા પ્રતિવીધા 500 ગ્રામથી 1 કીલો જમીનમાં ડ્રેન્ચીંગ કરવું જોઇએ.ખેતરમાં મુંડા જીવાત પાછળનું કારણ કોશેટા છે. જે મગફળીને આ રોગ થાય તેમાં મૂળિયાં અને મગફળીમાં આવેલા ડોડવા કોહવાય જાય છે. તો સેફદ ફુગને કારણે મગફળીના છોડવા એકદમથી જ સુકાય જાય છે.
    First published:

    Tags: Jamnagar News, Jamnagar Samachar

    विज्ञापन
    विज्ञापन